સુંદર વાસ્તુકલાનો શાનદાર નમૂનો છે નાગોરનો કિલ્લો

0
342
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જોધપુરથી લગભગ 137 કિમી ઉત્તરમાં સ્થિત છે નાગોર. રાજસ્થાનની મોટાભાગની જગ્યાઓની જેમ જ નાગોર જઇને તમે ઐતિહાસિક, કલાત્મક અને પારંપરિક જીવનશૈલીનો સુંદર નમૂનો જોઇ શકો છો. નાગોરમાં ઘૂસતાની જ અહીંની સુંદરતા આપને આકર્ષિત કરી લેશે. સ્વાગત માટે એક કે બે નહીં પરંતુ નાકાશ, દેહલી અને ત્રિપોલિયા એમ ત્રણ-ત્રણ દ્ધાર છે. શહેરમાં બનેલા નાગોરના કિલ્લાને જોવા દેશ-વિદેશથી પ્રવાસીઓ ઉમટી પડે છે તો એવું શું છે આ કિલ્લામાં, આવો જાણીએ આ અંગે….

નાગોરનો કિલ્લો

રાજસ્થાનના બાકીના કિલ્લાઓની જેમ આ પણ ઉંચા પર્વતો પર બનેલું છે. જેને નાગણા દુર્ગ, નાગ દુર્ગ અને અહિછત્રપુર જેવા અલગ-અલગ નામોથી પણ ઓળખાય છે. આ કિલ્લો પોતાના સુંદર અને અદભુત બનાવટ માટે જાણીતો છે. માટીના બનેલા આ કિલ્લાનું વર્ણન મહાભારતમાં પણ સાંભળવા મળે છે. કિલ્લા અંગે કહેવાય છે કે આને અર્જુને જીત્યો હતો અને પોતાના ગુરૂ દ્રોણાચાર્યને ભેટ કર્યો હતો.

કિલ્લાની શાનદાર બનાવટ

કિલ્લાની અંદર અનેક નાના-મોટા સુંદર મહેલો અને છત્રીઓ છે. હાડી રાની, શીશ મહેલ અને બાદલ પોતાની શાનદાર બનાવટના કારણે દુનિયાભરમાં જાણીતું છે. કિલ્લાની અંદર રાજપૂતાના શૈલીમાં બનેલી સૈનિકોની સુંદર છત્રીઓ જોવા મળશે. સપાટ ભૂમિ પર બનેલા આ કિલ્લાની દિવાલો ઊંચી અને પરિસર ઘણું જ વિશાળ છે. કિલ્લાના મુખ્ય 6 દ્ધાર છે. પહેલું પ્રવેશ દ્ધાર લોખંડ અને લાકડાના અણીદાર કિલ્લાઓથી બનેલું છે જે ખાસ કરીને દુશ્મનોથી રક્ષા કરવાના ઉદ્દેશ્યથી બનાવાયું હતું. અહીં નજીકમાં અકબરે બનાવેલી મસ્જિદ અને સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પણ છે. નાગોરના આ કિલ્લાની ખાસિયત એ છે કે અહીં છોડવામાં આવેલા તોપના ગોળાની કોઇ અસર નથી થતી.

અન્ય ફરવાલાયક જગ્યાઓ

નાગોર અને તેની આસપાસ ફરવાની જગ્યાઓમાં નાગોરનો કિલ્લો, તારકિનની દરગાહ, મીરા બાઇની જન્મસ્થળી મેડતા, કુચામન કિલ્લો, વીર અમર સિંહની છતરી, ખીંવસર કિલ્લો સામેલ છે.

ક્યારે જશો

વર્ષમાં ક્યારે પણ નાગોર જવાનો પ્લાન કરી શકાય છે. પરંતુ મહેલ ફરવાની સાથે જ સુંદર ઋતુનો આનંદ પણ લેવા માટે ફેબ્રુઆરીથી મે અને ઓગસ્ટથી નવેમ્બરનો મહિનો પરફેક્ટ છે.