ઘણાં લોકોને વિદેશ ફરવા જવાનો ખુબ શોખ હોય છે. દુનિયાના અલગ અલગ દેશ જોવાની, તેમની સંસ્કૃતિ જાણવાની, નવા પ્રકારનું ફૂડ એક્સપ્લોર કરવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ બજેટ સૌથી મોટી સમસ્યા બની જાય છે. પરંતુ દુનિયામાં અમુક એવા દેશો પણ છે કે જ્યાં તમે 70,000થી પણ ઓછા ખર્ચામાં ફરી શકો છો.
શ્રીલંકા
ફરવા માટે શ્રીલંકા બેસ્ટ ઓપ્શન છે. અહીંના બીચ, આર્કિટેક્ચર અને કલ્ચર તમને ખુબ પસંદ આવશે. અહીં એક વ્યક્તિનો 4 રાત અને 5 દિવસનો ખર્ચ 19,448 રુપિયા થશે. હોટલનો ખર્ચ એક રાતનો 3600 રુપિયા આસપાસ થશે.
થાઈલેન્ડ
થાઈલેન્ડ એટલે ભારતીયોનું ફેવરિટ ડેસ્ટિનેશન. ભારતીયો મોટા પ્રમાણમાં અહીં જતા હોય છે. અહીંના માર્કેટ, આર્કિટેક્ચર અને સુંદર દરિયાકિનારા તમને ઘણાં પસંદ આવશે. અહીં પ્રતિ વ્યક્તિ 4 રાત અને 5 દિવસ પસાર કરવા માટે માત્ર 28,500 રુપિયા ખર્ચો થશે. હોટલમાં અહીં એક રાત પસાર કરવાનો ખર્ચ લગભગ 3777 જેટલો થશે.
ભૂતાન
પ્રાચીન મંદિર, કિલ્લા અને સુંદર પહાડો જોવા હોય તો ભૂતાન સૌથી સસ્તી અને સારી જગ્યા છે. અહીં પ્રતિ વ્યક્તિ 4 રાત અને 5 દિવસ પસાર કરવા માટે 22,000 ખર્ચ થશે. હોટલનો એક રાતનો ખર્ચ 2700ની આસપાસ થશે.
માલદીવ
આજકાલ માલદીવ ફરવા જવાનો નવો ટ્રેન્ડ શરુ થયો છે. અહીં દરિયાકિનારે સફેદ રેતી અને કાચ જેવા ચોખ્ખા પાણીનો અદ્ભુત સંગમ થાય છે. ફોરન ટ્રિપ પર જવું હોય તો માલદીવ ચોક્કસપણે જાઓ. અહીં પ્રતિ વ્યક્તિ 4 રાત અને 5 દિવસ પસાર કરવા માટે માત્ર 30,000 રુપિયા ખર્ચ કરવાના રહેશે. હોટલનું એક રાતનું ભાડું લગભગ 5900 રુપિયા થશે.
કંબોડિયા
કંબોડિયાના પ્રાચીન મંદિર, સુંદર બીચ અને જંગલ તમારા આખા વર્ષનો થાક ઉતારી દેશે. શાંતિભર્યા વાતાવરણમાં ફરવુ હોય તો કંબોડિયા તમારા માટે છે. અહીં પ્રતિ વ્યક્તિ 4 રાત અને 5 દિવસ પસાર કરવા માટે લગભગ 45000 રુપિયા ખર્ચો થશે. હોટલનો એક રાતનો ખર્ચ 3000 રુપિયા જેટલો થશે.
ઈજિપ્ત
ઈજિપ્તના પિરામિડ, પ્રાચીન વાસ્તુકળા, મંદિર અને ફૂડી લોકો માટે કોઈ જન્નતથી કમ નથી. અહીં પ્રતિ વ્યક્તિ 4 રાત અને 5 દિવસ માટે 43572 રુપિયા ખર્ચ કરવાના રહેશે. હોટલનો એક રાતનો ખર્ચ લગભગ 2680 રુપિયા હશે.
મલેશિયા
ચીન, યૂરોપ અને ભારતીય કલ્ચરનો સંગમ છે મલેશિયા. અહીંના સુંદર બીચ તમને તરોતાજા કરી દેશે. અહીં પ્રતિ વ્યક્તિ 4 રાત અને 5 દિવસ પસાર કરવા માટે તમારે 37000 રુપિયા ખર્ચ કરવાના રહેશે. હોટલનો એક રાતનો ખર્ચ લગભગ 3055ની આસપાસ હશે.
નોંધ
સીઝન પ્રમાણે હોટલના ભાડા અને અન્ય ખર્ચાઓમાં વધઘટ થતી હોય છે. આ સિવાય અહીં ફ્લાઈટની ટિકિટને ગણવામાં નથી આવી. પરંતુ તમે ઉપર જણાવવામાં આવેલા બજેટમાં ફ્લાઈટની ટીકિટ ઉમેરશો તો પણ 70,000થી વધારે બજેટ નહીં થાય.