વધતી મોંઘવારીમાં દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં ઈન્ડિયન કરન્સીની બોલબોલા છે. આજે અમે તમને જણાવીશું એવા કેટલાક દેશ વિશે જ્યાં માત્ર 100 રૂપિયામાં તમે ભરપેટ જમી શકો છો અને 200 રૂપિયામાં લક્ઝરી હોટલમાં રહી શકો છો.
વિયેતમાનમાં પાણીના ભાવે મળે છે બીયર
ભારતનો 1 રૂપિયો 350 વિયેતનામી કરન્સી બરાબર છે. આ દેશમાં બીયરની કિંમત માત્ર 25 રૂપિયા છે અને 40-50 રૂપિયામાં તમે સ્વાદિષ્ટ સ્પ્રિંગ રોલની મજા લઈ શકો છો. આ ઉપરાંત વિયેતનામની ખાસ ડિશિઝ જેમ કે, બાંઝો, વ બુન ચા ઉપરાંત અહીંના ફેમસ સી ફૂડનો માત્ર 100 રૂપિયાની અંદર સ્વાદ માણી શકો છો.
40-50 રૂપિયામાં મોંગોલિયન બૂઝ
સ્નો લેપર્ડ, ઘોડીના દૂધ અને ચંગેઝ ખાન માટે ફેમસ આ દેશ હરવા-ફરવા માટે સૌથી બેસ્ટ જગ્યા હોઈ શકે છે. અહીં 40-50 રૂપિયામાં ઑથેન્ટિક ડિશ મોંગોલિયન બૂઝ ખાઈ શકો છો, જેને આપણે મોમોઝના નામે ઓળખીએ છીએ. એટલું જ નહીં આટલા જ રૂપિયામાં અહીંના ટ્રેડિશનલ ડ્રિંકની પણ મજા માણી શકો છો જેનું નામ એરેગ છે. એરેગ અહીં સૌથી વધુ પીવાતી ડ્રિંક છે જેમાં માત્ર 7-8 ટકા જ આલ્કોહોલ હોય છે. સ્વાસ્થ્ય માટે તે શાનદાર હોય છે એટલે અહીં બાળકોથી માંડીને વૃદ્ધો પીવે છે.
40 રૂપિયામાં શ્રીલંકાના કોટુની મજા માણો
હરવા-ફરવા માટે શ્રીલંકા ખૂબ જ શાનદાર દેશ માનવામાં આવે છે. જે નારિયેળ આપણે અહીં 35-40 રૂપિયા ચૂકવીને પીએ છીએ તે ત્યાં 15-20રૂપિયામાં મળે છે. એટલું જ નહીં અહીં 60 રૂપિયામાં ભાત અને વેજ કરી, 80 રૂપિયામાં દાળ-પરાઠા અને ફિશ કરીનો સ્વાદ માણી શકો છો. સાથે જ 40 રૂપિયામાં શ્રીલંકાની ફેમસ ટ્રેડિનશનલ ડિશ કોટુની પણ મજા માણી શકાય છે.
નેપાળમાં જમવાની સાથે ઊન પણ સસ્તુ
ભારતની કરન્સી નેપાળ કરતા દોઢ ગણી મજબૂત છે. એટલે કે, આપણા 100 રૂપિયા નેપાળના 160 રૂપિયા થઈ જાય છે. અહીં 80થી 150 રૂપિયામાં નેપાળીની ટ્રેડિશનલ દાળ-ભાતની થાળીનો સ્વાદ લઈ શકાય છે. અહીં ખાણી-પીણીની વાનગીઓની કિંમત ભારત જેવી જ છે પણ નેપાળમાં દુનિયાનું સૌથી સસ્તુ ઊન મળે છે.
ટ્યૂનિશાયામાં 5 રૂપિયામાં મળે છે બ્રેડનું પેકેટ
નોર્થ આફ્રિકાનો આ દેશ પોતાના કલ્ચર અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતો છે. 1 ટ્યૂનિશિયન દિનાર ભારતના 27 રૂપિયાની બરાબર છે. અહીં તમે 5થી8 રૂપિયામાં એક બ્રેડનું પેકેટ ખરીદી શકો છો.
તેહરાન : 50 રૂપિયામાં હુક્કો, 70 રૂપિયામાં પિત્ઝા
આ શહેર ઈરાનની રાજધાની છે. તેહરીન પોતાની મોટી-મોટી અને પ્રાચીન ઈમારતો માટે પ્રસિદ્ધ છે. ભારતના 10 રૂપિયા 6200 ઈરાનિયન રિયાલ બરાબર ચે. અહીં 50-60 રૂપિયામાં હુક્કો પી શકાય છે જ્યારે 70 રૂપિયામાં પિઝા મળી જાય છે, આટલા જ રૂપિયામાં 2 હૉટ ડૉગ અને 2 પ્લેટ કબાબ ખાઈ શકાય છે. તેહરીનમાં 3થી 4 રૂપિયામાં તમે ગમે ત્યાં ફરી શકો છો.
200 રૂપિયામાં રહેવા-ખાવાનું બધું જ
ભારતનો 1 રૂપિયા 62 કમ્બોડિયન કરન્સીની બરાબર છે. આ દેશ પોતાના પ્રાચીન સ્થળ અને શાંત વાતાવરણ માટે આખી દુનિયામાં ફેમસ છે. કમ્બોડિયામાં દર વર્ષે આશરે 20 લાખ ટૂરિસ્ટ આવે છે. અહીંની સૌથી જોરદાર હોટલ સીએમ રીપમાં એક દિવસનું ભાડું માત્ર 60 રૂપિયા છે. જ્યારે સિટી સેન્ટરની મોંઘી હોટલમાં 80થી 150 રૂપિયામાં જોરદાર ફૂડ ખાઈ શકો છો. આ જ રીતે હેપ્પી અવર્સમાં એક ગ્લાસ બિયરની કિંમત માત્ર 30થી 60 રૂપિયા હોય છે.