ફરવાનો શોખ કોને ન હોય. દેશ-વિદેશમાં ફરવા માટેના શોખીન લોકો પોતાના ખિસ્સા ખર્ચના હિસાબે ટ્રિપ પ્લાન કરે છે. કેટલાક લોકો ખિસ્સા ખર્ચના કારણે પોતાનું મન મારી લે છે. અને વિદેશી કન્ટ્રીમાં જવાનો વિચાર છોડી દે છે. જો તમે પણ રૂપિયાના કારણે મન મારી રહ્યા છો તો ચિંતા છોડી દો. કારણ કે અમે આપને બતાવીશું એવા વિદેશી ટૂરિસ્ટ ડેસ્ટીનેશન જ્યાં તમે માત્ર પચાસ હજારમાં ફરી શકો છો.
સેશેલ્સ
ઓછા બજેટમાં કુદરતી દ્શ્યોની મજા લેવા માટે સેશલ્સ બિલકુલ પરફેક્ટ જગ્યા છે. આફ્રિકન કોન્ટિનેન્ટના આ નાના દેશમાં તમે ઇકો ફ્રેન્ડલી એટમોસ્ફિયર અને હળવાશની મજા લઇ શકો છો. આ ઉપરાંત, અહીંના વોટર સ્પોર્ટ્ અને નાઇટ લાઇફ પણ ફેમસ છે.
ઇજિપ્ત
ઇજિપ્તના પિરમીડો પણ ખુબ વખણાય છે. તમે કોઇ શહેરની પ્રાચાન સભ્યતાને નજીકથી જાણવા માંગો તો ઇજિપ્ત જાઓ. આ સસ્તા ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ ડેસ્ટીનેશનનું કલ્ચર ઘણું જ અલગ છે અને લોભામણું છે, કારણ કે તમને ખુબ પસંદ આવશે.
કેન્યા
આમ તો મોટાભાગે આ શહેર વેપારીઓ માટે ઓળખાય છે. પરંતુ ફરવા માટે પણ તે ઘણું સારૂ શહેર છે. અહીંના જંગલોમાં તમે હાથી પર બેસીને સફારીની મજા લઇ શકો છો. અહીંની મોંઘામાં મોઘી હોટલમાં પણ 2400 રૂપિયા જ આપવા પડશે.
ઇન્ડોનેશિયા
ઇન્ટરનેશનલ શહેર ભારતના સૌથી નજીકના દેશોમાં એક છે. આ શહેરમાં ભારતના એક રૂપિયાની કિંમત વધુ છે. આથી તમે ઘણાં ઓછા રૂપિયામાં આ શહેર ફરી શકો છો. અહીં વિદેશોની સાથે-સાથે તમે ભારતીય કલ્ચર અને મંદિરોને જોઇ શકો છો.
કમ્બોડિયા
કમ્બોડિયામાં પણ ભારતીય કરન્સીની વેલ્યુ વધુ છે. હરવા-ફરવાના શોખીનો માટે આ બિલકુલ પરફેક્ટ જગ્યા છે કારણ કે અહીં જોવા માટે ઘણી જ સુંદર જગ્યા છે. આ ઉપરાંત, તમે અહીં આદિ માનવથી મળેલી ઘણી જુની વિરાસત જોઇ શકાય છે.