જંગલની નજીક આ રિસોર્ટમાં મળશે મનને શાંતિ, સસ્તામાં રહેવાની આ છે ઓફર

0
6400
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે રોજબરોજના કામકાજથી કંટાળી ગયા છો અને ફેમિલી કુદરતના સાનિધ્યમાં રહીને થોડોક સમય વિતાવવા માંગો છો તો તમારા માટે આજે અમે એક એવો રિસોર્ટ લઇને આવ્યા છીએ જ્યાં તમે કોઇપણ જાતના અવરોધ વિના, શાંતિથી બે કે ત્રણ દિવસ આરામથી રહી શકો છો. આ રિસોર્ટ છે અમરેલી નજીક ધારીમાં આવેલો લાયન્સ ડેન રિસોર્ટ.

અમદાવાદથી કેટલો દૂર

લાયન્સ ડેન રિસોર્ટ અમદાવાદથી લગભગ 316 કિલોમીટર દૂર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં દૂધાળા નજીક તારશિંગાડા ગામમાં આવેલો છે. અહીં જવા માટે ધારી-તુલસીશ્યામ રોડ થઇને જવું પડશે. આ રિસોર્ટની ખાસિયત એ છે કે અહીં તમને 2 બેડરૂમના વિલા રહેવા માટે મળશે. એટલે તમે તમારા પોતાના સ્વતંત્ર બંગલોમાં રહેતા હોવ તેવું ફીલ થશે. અહીંથી દૂધાળા બસ-સ્ટોપ 6 કિલોમીટર, ધારી રેલવે સ્ટેશન 25 કિલોમીટર અને દીવ એરપોર્ટ 72 કિમી દૂર છે.

રિસોર્ટની ખાસિયત

લાયન્સ ડેન રિસોર્ટ ફેમિલીને ધ્યાનમાં રાખીને બનાવાયો છે. સમગ્ર રિસોર્ટમાં તારે તરફ કેસર કેરીના વૃક્ષો પથરાયેલા છે. નજીકમાં સિંહ દર્શન માટે નવો સફારી પાર્ક ખૂલ્યો છે. અહીં કુદરતના સાનિધ્યમાં તમે એકાંતની પળો માણી શકો છો. તમારા વિલામાં એક આખી ફેમિલી સાથે રહી શકાય છે. જંગલ વિસ્તાર હોવાથી અહીં મોબાઇલ અને ઇન્ટરનેટ સિગ્નલ મળવામાં મુશ્કેલી પડી શકે છે પરંતુ આ બાબત એક રીતે તમારા માટે આર્શીવાદ રૂપ બની શકે કારણકે તમને કોઇ વારંવાર ફોન કરીને ડિસ્ટર્બ નહીં કરી શકે.

આવી છે સુવિધા

લાયન્સ ડેનમાં 2 બેડરૂમ એસી ડિલક્સ રૂમ સાથેના વિલાની ચારે તરફ લીલોતરી જોવા મળશે. કેસર કેરીના વૃક્ષો વચ્ચે આ વિલામાં રહેવાનો આનંદ કંઇક અનોખો છે. અહીં ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ,રેસ્ટોરન્ટ અને મિનિ થિએટર પણ છે. ઉપરાંત, કિડ્સ સ્પેશ પૂલ, પૂલ સાઇડ ગાર્ડન, ઇન હાઉસ કિચન, લોન્જ, વાઇફાઇ, પુલ ટેબલ, ઇનડોર ગેમ્સ જેવી સુવિધા છે.

લાયન્સ ડેન રેસ્ટોરન્ટમાં તમને કાઠિયાવાડી, પંજાબી, ઇટાલિનય ફૂડ પણ મળશે. દરેક રૂમમાં કિંગ સાઇઝ બેડ, એસી, વોડ્રોબ,ડેસ્ક, ચેર, ટી-કોફી મેકર,એક્સ્ટ્રા બેડ, એટેચ્ડ બાથરૂમ, ઇલેક્ટ્રિક કેટલ, એલઇડી ટીવી, ફાયર સેફ્ટી, ડોક્ટર ઓન કોલ જેવી સુવિધા છે. રિસોર્ટમાં સિક્યુરિટી, પાર્કિંગ માટે પુરતી જગ્યા છે. જીપ સફારીની સુવિધા પણ તમને મળશે. અહીંથી તમે દેવળિયા સફારી પાર્ક અને ગીર નેશનલ પાર્ક પણ જઇ શકો છો. દિવ કે સોમનાથની ટૂર પણ કરી શકાય છે.

આંબરડી નેશનલ પાર્ક

નજીકમાં આંબરડી નેશનલ પાર્ક છે જ્યાં તમે સિંહ દર્શન કરી શકો છો. તેમજ સાસણગીર પણ અહીંથી જઇ શકાય છે. આંબરડી નેશનલ પાર્કની ફી પ્રતિ વ્યક્તિ 150 રૂપિયા છે. શનિ-રવિમાં રૂ.190 ફી છે. બુધવારે પાર્ક બંધ રહે છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.