ટુંકી રજાઓમાં જો તમે કોઇ હવા ખાવાના સ્થળે ફરવા માંગો છો તો મહારાષ્ટ્રનું મહાબળેશ્વર અને પંચગની એક બેસ્ટ જગ્યા છે. આ જગ્યાએ બારેમાસ વાતાવરણ ખુશનુમા રહે છે. મહાબળેશ્વર તેના વિવિધ પોઇન્ટ અને પંચગની બોર્ડિંગ સ્કૂલો માટે આખા ભારતમાં જાણીતું છે. મહાબળેશ્વર અને પંચગનીમાં આમ તો રહેવાના અનેક ઓપ્શન્સ છે પરંતુ જો તમારે આ બન્ને શહેરોની વચ્ચે કોઇ એડવેન્ચર રિસોર્ટમાં રહેવું હોય તો તમારા માટે એક જગ્યા છે જીવન વિલેઝ એડવેન્ચર રિસોર્ટ.
JEEVAN VILLAGE ADVENTURE RESORT
ક્યાં છે જીવન વિલેજ રિસોર્ટ
જીવન વિલેજ એડવેન્ચર રિસોર્ટ પંચગનીથી મહાબળેશ્વર જતા રસ્તામાં આવે છે. જે કાસવાડ ગામમાં છે. આ જગ્યાએથી મહાબળેશ્વર 14 અને પંચગની 10 કિલોમીટર દૂર છે. અહી ચારેબાજુ ફાર્મ છે અને દૂર પહાડોના દર્શન થાય છે. અહીં હોટલ કરતાં હોમ સ્ટેની ફિલિંગ વધુ આવે છે. અહીં બહારનું ખાવાનું કે નોન વેજ બિલકુલ એલાઉ નથી. માત્ર શાકાહારી ભોજન જ પીરસાય છે.
રિસોર્ટમાં સુવિધાઓ
ઇનડોર ગેમ્સ- કેરમ, લુડો, ચેસ, સ્નેક અને લેડર ગેમ્સ. હાઉસી, કરાઓકે ડેઇલી, 24 કલાક ફ્રન્ટ ડેસ્ક ઉપરાંત રાઇફલ શૂટિંગ, ક્રિકેટ જેવી આઉટડોર ગેમ રમી શકાય છે. અહીં એસીના લિમિટેડ રૂમ્સ હોવાથી એસીનો ચાર્જ 500 અલગથી લેવામાં આવે છે. દરેક રૂમમાં એટેચ બાથરૂમ છે. ગરમ પાણી સવારે 7થી 11 સુધી જ મળે છે. અહીંથી મહાબળેશ્વર અને પંચગની માટે ટેક્સી સર્વિસ ઉપલબ્ધ છે. જેનો ચાર્જ અલગથી લેવામાં આવે છે.
રૂમ્સની વેરાયટી
ડિલક્સ રૂમ, સુપર ડિલક્સ, પ્રીમિયમ, શ્યૂટ, હિમાલયા, કારાકોરમ, અરવલ્લી, સહ્યાદ્રી
જીવન વિલેજથી અંતર
મુંબઇ- 265 કિમી
પૂના- 110 કિમી
પંચગની- 10 કિમી
મહાબળેશ્વર- 14 કિમી
મેપ્રો ગાર્ડન- 4 કિમી
સતારા- 65 કિમી
મહાબળેશ્વરમાં જોવા લાયક
એલિફન્ટ પોઇન્ટ, પ્રતાપગઢ, વીણા લેક,
લિંગમાલા વોટરફોલ, વિલ્સન પોઇન્ટ,
પારસી પોઇન્ટ, મેપ્રો ગાર્ડન, ઇકો પોઇન્ટ,
આર્થર પોઇન્ટ, ક્રિષ્નાબાઇ ટેમ્પલ, બાબિંગ્ટન પોઇન્ટ
પંચગનીમાં જોવાલાયક
પારસી પોઇન્ટ
ટેબલ લેન્ડ
સિડની પોઇન્ટ
વાઇ
ભિલાર પોઇન્ટ્સ
હોટલનું ભાડું
20 ડિસેમ્બર અને 1 થી 24 જાન્યુઆરી સુધી
ડિલક્સ રૂમ નોન-એસી રૂ.2950 (કપલ, બ્રેકફાસ્ટ સાથે)
ડિલક્સ રૂમમાં એસીના રૂ.500 અલગથી ચાર્જ
એકસ્ટ્રા પર્સન રૂ.1200
બાળક (3 થી 10 વર્ષ) રૂ.900
ચેક ઇન- બપોરે 12 વાગે
ચેક આઉટ- સવારે 10 વાગે
GST EXTRA
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.