હિમાચલ પ્રદેશમાં સિમલા, કુલુ, મનાલી, ધર્મશાલા, ડેલહાઉસી વગેરે હિલ ડેસ્ટિનેશન ગુજરાતીઓના ફેવરિટ સ્થળો છે. મોટાભાગે દિવાળી અને ઉનાળાના વેકેશનમાં આ જગ્યાએ ગુજરાતીઓ વધારે ફરવા જાય છે. પરંતુ જો તમે બરફની મજા લેવા માંગતા હોવ તો ડિસેમ્બર કે જાન્યુઆરીમાં મનાલી જવું જોઇએ. જો ભારે બરફવર્ષા ન થાય તો રોહતાંગ પાસ પણ જઇ શકાશે. આજે અમે આપને મનાલીમાં 4 સ્ટાર સુવિધા સાથેની હોટલ વિશે વાત કરીશું.
હોટલ પ્રીસ્ટાઇન ઇન (Hotel Pristine inn)
એલિઓ, નાગર રોડ પર મોલ નજીક આવેલી હોટલ પ્રિસ્ટાઇન મનાલીની સુંદર અને લક્ઝુરિયસ હોટલમાં ગણાય છે. અહીં તમને 4 સ્ટાર સુવિધાઓ મળશે. પ્રિસ્ટાઇનનો અર્થ ફ્રેશ થાય છે. મનાલી સિટિ સેન્ટરથી માત્ર 1 કિલોમીટર દૂર આ હોટલ આવેલી છે. આ હોટલની આસપાસ લીલાછમ પહાડો અને પહાડોની ઉપર આવેલા સફરજનના વૃક્ષો તેની સુંદરતામાં વધારો કરે છે. આ જગ્યા હનીમુન માટે, ફેમિલી અને કોર્પોરેટ્સ માટે બેસ્ટ લોકેશન છે.
આ હોટલનું સ્ટાઇલિશ ઇન્ટિરિયર, વોશ રૂમ્સ અને મોટાભાગના રૂમમાં પ્રાઇવેટ બાલ્કની જ્યાંથી બરફાચ્છાદિત હિમાલચના દર્શન થાય છે. આ ઉપરાંત હોટલમાં બોર્નફાયર માટે બિગ ગાર્ડન, ડીજે પાર્ટી, કિડ્સ પ્લે એરિયા, મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ, રૂફ ટોપ રેસ્ટોરન્ટ, પાવર બેકઅપ, પાર્કિંગ જેવી સુવિધા છે.
હોટલ પ્રિસ્ટાઇનમાં કુલ 21 રૂમ્સ અને શ્યૂટ્સ છે. દરેક રૂમમાં રિચ કલર, વુડન ફ્લોર્સ, ઉત્તમ ફર્નિશિંગ સાથે આધુનિક સુવિધાઓ અને ઓપ્શનલ સ્ટનિંગ વ્યૂ જોવા મળે છે. ઉપરાંત, હોટલના રૂમોમાં ટી-કોફી મેકર, વાઇફાઇ કનેક્ટિવિટી, ટેલીફોન, ડિઝાઇનર બાથરૂમ, એલઇડી અને કેબલ સર્વિસની સુવિધા છે.
હોટલમાં સુવિધા
ટ્રાવેલ આસિસ્ટન્સ અને લોકલ સાઇટસીંગ
વાઇફાઇ
ડોક્ટર ઓન કોલ
કોઇન્સિર્જ સર્વિસિઝ
દરરોજ લોકલ-નેશનલ ન્યૂઝપેપર ઓન રિક્વેસ્ટ
ડિસ્કોથેક, થીમ ડાઇનિંગ
શો શાઇન સર્વિસ
કોમ્પ્લિમેન્ટરી કાર પાર્કિંગ
રિક્રિએશનલ સુવિધા
ટોઇલેટરીઝ, ટી-કોફી મેકર
પ્રાઇવેટ બાલ્કની
વોર્ડ્રોબ
હેર ડ્રાયર ઓન રિક્વેસ્ટ
પાવર બેકઅપ
24 કલાક રૂમ સર્વિસ
ગરમ, ઠંડા પાણીની સુવિધા
રૂમનું ભાડું
કપલ રૂમ
બ્રેકફાસ્ટ સાથે રૂ.3000
બ્રેકફાસ્ટ, ડીનર સાથે રૂ.4000
એકસ્ટ્રા મેટ્રેસ રૂ.600(સીપી પ્લાન)
એકસ્ટ્રા મેટ્રેસ રૂ.800 (મેપ પ્લાન)
5 વર્ષ સુધીનું બાળક ફ્રી
5 થી 12 વર્ષ સુધીના બાળકના રૂ.1000 (મેપ પ્લાન)
એકસ્ટ્રા એડલ્ટ રૂ.1350 (મેપ પ્લાન)
ચેક-ઇન બપોરે 12.00 વાગે
ચેક-આઉટ સવારે 10.00 વાગે
જીએસટી 18 ટકા એકસ્ટ્રા
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.