આ જગ્યાનો આકાર ચોમાસામાં ગળાના નેકલેસ જેવો થઇ જાય છે

0
482
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાતનું એક જાણીતું પ્રવાસન સ્થળ છે ડાંગ. આમ તો તમે વર્ષમાં ગમે તે સમયે આની મુલાકાત લઇ શકો છો. પરંતુ જો સોળે કળાએ ખીલેલી કુદરતી સંપદાના સૌંદર્યને મનભરીને માણવું હોય તો આ સ્થળની મુલાકાત ચોમાસા દરમિયાન જ લેવી જોઇએ. તેથી જો મોટાભાગના પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત ચોમાસામાં લેતા હોય છે. વરસાદી પાણીના કારણે અહીંના જોવાલાયક સ્થળો, જંગલો, ધોધ વગેરે તમને મોહિત કરી મુકે છે. આવું જ એક સ્થળ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને એ છે વનદેવી નેકલેસ અથવા તો પછી ડાંગનો યુ-ટર્ન.

ડાંગ જિલ્લાના શિગાળાથી ગિરમાળ તરફ જઇએ ત્યારે સુબીર તાલુકાના જગલમાં વહેતી ગિરા નદીમાં આ નેકલેસ જોવા મળે છે. છેલ્લા 5 વર્ષથી 5 કિ.મી. જેટલો આ વિસ્તાર યુ-ટર્ન અથવા તો પછી વનદેવીના નકેલેસ તરીકે પ્રવાસીઓમાં જાણીતો બન્યો છે. આ નેકલેસના બે સ્વરૂપ આપણને જોવા મળે છે. એક ચોમાસા દરમિયાન એટલે કે જૂનથી ઓગસ્ટ સુધીના સમયમાં પીળાશ પડતી માટીના કારણે અહીંનો નજારો સોનાના હાર જેવો હોય છે, જ્યારે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં પાણી ચોખું થવાથી તે ડાયમંડના નેકલેસ જેવો દેખાય છે.

ડાંગમાં અનેક જોવાલાયક સ્થળો છે પરંતુ ચોમાસા દરમિયાન વનદેવીનો નેકલેસ, ગિરા ધોધ, સાપુતારા હિલ સ્ટેશન, આહવા સનસેટ પોઇન્ટ અને મહાલનું ગાઢ જંગલ એવા સ્થળો છે જેની અચુકથી મુલાકાત લેવી જોઇએ.

ગિરા ધોધ

આ ધોધ વઘઇ નજીક અંબિકા નદી ઉપર આવેલો છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધ સ્વરૂપે પડે છે અને આગળ જઇને અરબી સમુદ્રમાં ભળી જાય છે. ચોમાસા દરમિયાન અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધારે જોવા મળે છે ત્યારે આ ધોધ ઘણો જ રમણીય તેમજ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. તેમજ ધોધનો પૂષ્કળ પ્રવાહ આસપાસ આવેલી ખડકો સાથે અથડાય છે ત્યારે આપણને એવો અનુભવ થાય છે કે જાણે ધોધ ગર્જના કરી રહ્યો છે.