મુંબઇ અને તેના વિન્ટેજ કેફે, એક વખત આંટો મારી આવજો

0
606
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

સપનાનું શહેર મુંબઇમાં દરેક ચીજ મળે છે. દેશના અન્ય બધા શહેરોમાંથી લોકો પોતાના સપનાં પૂરા કરવા અહીં આવે છે. આખા ભારતમાં પારસીઓની સૌથી વધુ સંખ્યા મુંબઇમાં છે. 19મી શતાબ્દીમાં ઝોર-એસ્ટ્રિયન પ્રવાસી ભારત આવીને વસ્યા હતા. આ બધા લોકો ઇરાનથી આવ્યા હતા અને પછીથી તેઓ પારસી નામથી ઓળખાયા. મુંબઇમાં પારસીઓ દ્ધારા ચલાવાતા અનેક કેફે આપને મળી જશે. મુંબઇના ઇતિહાસ અને જીવનમાં પારસી ભોજનનો સ્વાદ તમને મળી જશે. ભારતીય મસાલાઓ અને ચીજોમાં જ થોડોક ફેરફાર કરીને પારસીઓએ અનેક વ્યંજનો બનાવ્યા.

મુંબઇના જુના પારસી કેફે મેગોલોપોલિસના વિવિધ વ્યંજનો અને સંસ્કૃતિનું પ્રતીક છે. તેના કેપ્સૂલ ડાઇનિંગ રૂમ અને સ્પેશ્યલ વ્યંજન મુંબઇને ખાસ બનાવે છે.

આ શહેરમાં પારસી ખવાની ઘણી જગ્યાઓ છે જ્યાં જઇને તમે આના સ્વાદની મજા લઇ શકો છો. જુના સમયમાં બનાવેલા પારસી કેફે આજે પણ મોજુદ છે જે ભારતીય સંસ્કૃતિની વિવિધતાને દર્શાવે છે. આવો જાણીએ મુંબઇના કેટલાક પારસી કેફે અંગે

સસાનિ અનબોલંગેરિ

આને 90ના દશકમાં બનાવાઇ હતી અને તે ઇસ્ટ રોડ પર સ્થિત છે. 100 વર્ષ જુની આ જગ્યા ઇતિહાસની યાદ અપાવે છે. આ જુના કેફેમાં સંગેમરમરનું ફ્લોરિંગ અને વુડન ફિટિંગ કરવામાં આવ્યું છે. અહીં આપને જુના જમાનાના એન્ટિક પીસ જોવા મળશે. અહીં આપને મસ્કાબન અને માવા કેક ખાવા મળશે. આ શાનદાર કેફેમાં તમને કેલેરીથી ભરેલી પ્લેટ મળશે.

યજદાની બેકરી

છેલ્લી ત્રણ પેઢિઓથી યજદાની બેકરી ટેસ્ટી વ્યંજન બનાવી રહી છે. તેનો બેસ્ટ બન મસ્કા અને કેરેટ કેક સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. 1951માં બીજા વિશ્વયુદ્ધ પછી જાપાની બેન્કની જગ્યાએ યજદાની રેસ્ટોરન્ટ એન્ડ બેકરીને બનાવાઇ હતી. આ 67 વર્ષ જુની બેકરી ફોર્ટ એરિયામાં સ્થિત છે. તેમાં પગ રાખતા જ આપને 50ના દશકની યાદ આવશે. અહીં બેસીને ગરમ બન, કેક અને ફ્કી મફિન ખાઇને તમને પણ જુના જમાનાની યાદ આવશે. આ જગ્યા હંમેશાથી જ લોકોથી ભરાયેલી રહે છે.

કેફે એક્સેલ સિઓર

આ કેફેમાં આપને પારસી વ્યંજન ખાવા મળશે. ફોર્ટ એરિયામાં સ્થિત આ કેફેને વિન્ટેજ લુક આપવામાં આવ્યો છે. આ કેફે મુંબઇની સૌથી જુની ઇટરીઝમાંનો એક છે. આ કેફે જોવામાં વધુ સારો નથી તો પણ અહીં ઘણી ભીડ રહે છે. કેફેનું ખાવાનું આપને થોડુક મોંઘું લાગી શકે છે. અહીં કીમા પાઉં, કટલેટ અને ધનસક ખાવા માટે મળશે. આ વિન્ટેજ લુક કેફેમાં આપને ઘણું જ સ્વાદિષ્ટ ખાવાનું મળશે.

જિમ્મી બોય

મુંબઇના કેફેને ઘણી જ સુંદર રીતે સજાવાયું છે. આ પારસી વિન્ટેજ કેફે તમારા દિલમાં ખાસ જગ્યા બનાવી લેશે. આનું સ્વાદિષ્ટ જમવાનું અને ક્રાફ્ટી ડેકોરેશન જોઇને આપને ઘણો જ આનંદ થશે. ફોર્ટ એરિયામાં સ્થિત આ કેફેને જુની સ્ટાઇલમાં સજાવાયું છે. અહીં આપને વેજીટેરિયન ધનસક, ચિકન ફરચા, સાસની માછલી, મટન બેરી પુલાવ ખાવા મળશે. આ કેફેમાં ઉંચા પંખા અને કોલોસલ વિન્ડો લાગી છે. આ ટાઇમ કેપ્સુલ કેફેમાં એકવાર આવવાનું તો બને છે.

લિઓપોલ્ડ કેફે

મુંબઇની વ્યસ્ત ફેશન સ્ટ્રીટ કોલાબા કોસવેમાં સ્થિત છે લિઓપોલ્ડ કેફે. આ જગ્યા ડ્રીમી ક્રીમી અનસ્પાઇસી કૂપ્પા માટે જાણીતી છે. આ કેફેની દિવાલો પર 26/11ના આતંકી હુમલાની તસવીરો લગાવાઇ છે. દિવાલો પર 26/11 હુમલામાં ચલાવવામાં આવેલી ગોળીઓના નિશાન કરવામાં આવ્યા છે જે તમને તે આતંકી હુમલાની યાદ અપાવશે. અહીં પારસી ચા , બિયર અને ખાવાની મજા લઇ શકો છો.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.