જો તમે રજાઓમાં રાજસ્થાનના રણમાં સમય પસાર કરવા માંગો છો, તો તમારા માટે જેસલમેરના ટેન્ટમાં રહેવાનું યોગ્ય છે. જેસલમેરના રણમાં ટેન્ટ સિટીમાં રોકાવાનું મન થતું હોય અને એવું વિચારી રહ્યા હોવ કે ટેન્ટમાં રહેવાનું તો મોંઘું પડે પરંતુ જો તમે ચાલો ફરવાના વાચક છો તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારા માટે એક સસ્તી ઓફર લાવ્યા છે. જેસલમેરમાં સનરાઇઝ ડેઝર્ટ કેમ્પમાં તમે સસ્તામાં રોકાઇ શકો છો.
ક્યાં છે સન રાઇઝ ડેઝર્ટ કેમ્પ (Sunrise Desert Camp)
કેશોવોનની બસ્તી નજીક, કનોઇથી સાલખા રોડ પર સેમ સેન્ડ ડ્યુન્સ નજીક જેસલમેરમાં સન રાઇઝ ડેઝર્ટ કેમ્પ આવેલો છે. આ રિસોર્ટ વિશાળ અને ચોખ્ખા એવા લખમણા સેન્ડ ડ્યુન્સ નજીક આવેલો છે. આ રિસોર્ટથી જેસલમેરનું અંતર 45 કિમી છે. અહીં 24 કલાક પાણી અને વીજળીની વ્યવસ્થા છે. સન રાઇઝ ડેઝર્ટ કેમ્પમાં કુલ 10 ડિલક્સ સ્વિસ એસી ટેન્ટ્સ છે. જેમાં તમામ આધુનિક સુવિધાઓ છે.
કેવી છે સુવિધા
આ ટેન્ટમાં આધુનિક બાથરૂમ, હોટ અને કોલ્ડ રનિંગ વોટર. દરેક ટેન્ટમાં પંખો, એસી અને હીટરની સુવિધા છે. અહીં કેમલ સફારી, જીપ સફારીનો આનંદ માણી શકાય છે.
અન્ય સુવિધા
24 કલાક હોટ-કોલ્ડ વોટર
ડિલક્સ સ્વિસ ટેન્ટ્સ
રૂમ સર્વિસ
ડોક્ટર ઓન કોલ
કાર પાર્કિંગ
જીપ સફારી, વિલેજ સફારી ઓન રિકવેસ્ટ
થીમ પાર્ટિઝ અને ગાલા ડિનર
ટેન્ટનું ભાડું
1 રાત 2 દિવસ
રૂ.4000 (કપલ) બ્રેકફાસ્ટ અને ડીનર સાથે
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.