દિવાળીમાં એડવેન્ચર માટે થઇ જાઓ તૈયાર, આ રહી મનાલીની ઓફર

0
754
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દિવાળી નજીક આવી રહી છે તો જો તમે આ વખતે દિવાળીમાં હિમાચલના સુંદર પર્વતો અને જંગલોમાં એડવેન્ચર એક્ટિવિટી કરવા માંગો છો તો તમારા માટે અમે એક ઓફર લઇને આવ્યા છીએ. આ ઓફરમાં તમે હિમાચલ પ્રદેશના મનાલી, કસોલ અને મનીકરણમાં એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો.

હિમાચલના બર્ફિલા પહાડોમાં એડવેન્ચર કરવાની મજા જ કંઇક અલગ છે.જો તમે થ્રી સ્ટાર કે ફોર સ્ટાર હોટલમાં રહીને અન્ય પ્રવાસીઓની જેમ કુલુ-મનાલી કે સિમલાનો ચીલાચાલુ પ્રવાસ કરવા ન કરવા માંગતા હોવ તો તમારા માટે મનાલીના જંગલોમાં રહીને એડવેન્ચર એક્ટિવિટી કરવાની તક છે.

અમદાવાદના બ્રેવહાર્ટ એડવેન્ચર દ્ધારા દર વર્ષે હિમાચલના જંગલોમાં એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે એકથી 10 નવેમ્બર દરમ્યાન મનાલી, કસોલ અને મનીકરણમાં એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રેવહાર્ટ એડવેન્ચર છેલ્લા 20 કરતાં વધારે વર્ષોથી આ પ્રકારના પ્રવાસનું આયોજન કરે છે.

કેમ્પની પ્રવૃતિઓઃ

ટ્રેકિંગ
રિવર રાફ્ટિંગ
રોકક્લાઇમ્બિંગ
રેપ્લિંગ
ઝીપ લાઇન
રિવર ક્રોસિંગ
ગ્રુપ ગેમ્સ
કેમ્પ ફાયર
કેમ્પ સ્થળે ડીજે નાઇટ્સ

કેવી મળશે સુવિધા

સ્વીસ ટેન્ટ્સમાં એકોમોડેશન
બ્રેક ફાસ્ટ, લંચ, ડીનર
ટ્રાવેલિંગ સાઇટસીન
બધી એડવેન્ચર એક્ટિવિટીઝ

કેટલું છે ભાડું

ટૂર અમદાવાદથી ઉપડશે અને અમદાવાદ પરત ફરશે. આ પ્રવાસનું પ્રતિવ્યક્તિ ભાડું રૂ.15,500 રૂપિયા છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.