હિમાચલના સોલાનમાં છે આ લક્ઝુરિયસ રિસોર્ટ, એક રાતનું આટલું છે ભાડું

0
723
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જો તમે રજાઓમાં હિમાચલ પ્રદેશમાં કોઇ એવી જગ્યાએ સમય પસાર કરવા માંગો છો જ્યાં તમને મનની શાંતિ મળે અને જ્યાં અપાર કુદરતી સુંદરતા જોવા મળતી હોય તો અમે આજે આપને એક આવા જ રિસોર્ટ અંગે જણાવીશું. આ રિસોર્ટ છે ફોરેસ્ટ હિલ રિસોર્ટ.

ક્યાં છે આ રિસોર્ટ

ફોરેસ્ટ હિલ એક 4 સ્ટાર લક્ઝુરિયસ અને સ્પા રિસોર્ટ છે. હિમાચલ પ્રદેશના સોલાન જિલ્લાના માહિયા ગામમાં ઉંચા પર્વત (હિલ) પર આવેલો આ એક સુંદર રિસોર્ટ છે. ચંદિગઢથી તે માત્ર 50 કિલોમીટર દૂર છે. અહીંનું વાતાવરણ તમારૂ મન મોહિ લેશે. આ જગ્યાએ એક અનોખી શાંતિનો અહેસાસ થાય છે. રિસોર્ટ હિલ પર હોવાથી ગરમીનું નામોનિશાન જોવા નહીં મળે.

કેવી છે સુવિધા

રિસોર્ટમાં ટ્રેડિશનલ આર્કિટેક્ચર સાથે 64 સ્પેશિયસ લક્ઝુરિયસ રૂમ્સ છે. ઉપરાંત, લોન, સ્વિમિંગ પુલ, ડિસ્ક લોન્જ, કિડ્સ ગેમિંગ ઝોન (બાળકો માટે), રિક્રિએશનલ એક્ટિવિટી એરિયા, બ્યૂટિ સલૂન અને અપકમિંગ સ્પા. રેસ્ટોરન્ટ, આનંદદાયક સુવિધા, સ્ટાઇલિશ રૂમ્સ, ઇવેન્ટ્સ માટે સ્ટેજની સુવિધા છે.

રિસોર્ટના કુલ 64 રૂમ્સમાંથી 36 ડિલક્સ અને પ્રીમિયમ ડિલક્સ રૂમ્સ, 12 ફેમિલી રૂમ્સ(દરેકમાં 2 બેડરૂમ્સ) અને 2 લક્ઝુરિયસ રૂમ્સ છે. રિસોર્ટમાં બે વિશાળ લોન્સ, પુલ ડેક, રેસ્ટોરન્ટ, બાર, રોયલ બોલ રૂમ, કોન્ફરન્સ હોલ, મીટિંગ પોઇન્ટ, ઇન્ડોર અને આઉટડોર રિક્રિએશનલ એક્ટિવિટીઝ. રોયલ બોલ (અંદાજે 4000 ચોરસ ફૂટ) જેમાં 225 લોકોને સમાવવાની ક્ષમતા છે. આ ઉપરાંત, 30થી 50 લોકોને સમાવી શકે તેવો કોન્ફરન્સ હોલ અને મિટિંગ પોઇન્ટ માટે આ પરફેક્ટ જગ્યા છે.

કેટલું છે ભાડું

હોટલનો ચેક-ઇન ટાઇમ બપોરે 2 વાગે જ્યારે ચેક-આઉટ સમય સવારે 11 કલાકનો છે.

30 નવેમ્બર 2018 સુધીનો ભાવ (રૂપિયામાં)
રૂમનો પ્રકાર                  CPAI     MAPI      APAI
ડિલક્સ રૂમ                  12,000  14,000   16,000
પ્રિમિયમ ડિલક્સ રૂમ       13,500  15,500   17,500
ફેમિલી રૂમ                  22,000  26,000   30,000
લક્ઝરી ફેમિલી રૂમ         25,000  29,000   33,000
બાળક(5થી12 વર્ષ)        2000     2500     3000
બાળક (12થી ઉપર)       2500     3500      4500

નોંધઃ CPAI (માત્ર બ્રેકફાસ્ટ), MAPI (બ્રેક ફાસ્ટ, ડીનર), APAI (બ્રેકફાસ્ટ, લંચ, ડીનર સાથે), ભાવમાં ફેરફાર શક્ય છે. બુકિંગ પહેલાં એકવાર ભાવ ફોનથી જાણી લેવા

Cancellation charges: 25% (10 દિવસ પહેલાં) 50% (7 દિવસ પહેલાં) 100% (7 દિવસની અંદર)

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.