જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે આપને રોકાવા માટે એક સુંદર જગ્યા બતાવીશું. મોટાભાગે ગુજરાતીઓ સિમલામાં રોકાવાનું પસંદ કરે છે. પરંતુ હવે સિમલા વધુ ગીચ થઇ ગયું છે તો તમારે સિમલાથી થોડાક દૂર રોકાવું હોય તો ન્યૂ કુફરીમાં હોટલ ટ્વિન ટાવર્સ (the Twin Towers) તમારા માટે બેસ્ટ જગ્યા છે.
ક્યાં છે હોટલ ટ્વિન ટાવર્સ-the Twin Towers
સિમલા બસ સ્ટોપથી 22 કિલોમીટર, સિમલા એરપોર્ટથી 36 કિલોમીટર અને કૂફરીથી 4 કિલોમીટર દૂર ન્યૂ કૂફરીમાં આ હોટલ આવેલી છે. અહીંથી સિમલાનો મોલ રોડ 16 કિલોમીટર દૂર છે. સિમલાથી દૂર હોવાથી તમને શાંતિનો અનુભવ થશે. કોઇ ભીડભાડ અહીં જોવા નહીં મળે. હોટલ ટ્વિન ટાવર એક 4 સ્ટાર લક્ઝુરિયસ હોટલ છે. સર્ક્યુલર રોડ અને વિક્ટરી ટનલથી 12 કિમી દૂર છે.
હોટલ કેવી છે
હોટલ ટ્વિન ટાવર્સમાં કુલ 33 રૂમ છે, જેમાં 26 એક્ઝિક્યૂટિવ રૂમ્સ, 6 લકઝરી શ્યૂટ્સ અને એક ફેમિલી શ્યૂટ છે. ફેમિલી શ્યૂટ ગ્રુપ્સ અને મોટી ફેમિલી માટે અનુકૂળ છે.
સુવિધાઓઃ
મલ્ટી ક્વિશાઇન રેસ્ટોરન્ટ
ટી-ફોફી મેકર
વુડન ફ્લોરિંગ
રૂમ સર્વિસ
ટ્રાવેલ વ્યવસ્થા
ઇન્ટર કોમ દરેક રૂમમાં
સેટટોપ બોક્સ સાથે એલસીડી ટીવી
કોમ્પ્લિમેન્ટરી વાઇફાઇ
લોન્ડ્રી, ડ્રાય ક્લિનિંગ સર્વિસ
ટોઇલેટરિઝ
હેર ડ્રાયર, વેઇંગ મશીન, આર્યન બોર્ડ વિથ સ્ટેન્ડ (ઓન રિક્વેસ્ટ)
માઉન્ટેન વ્યૂ રૂમ
બાથટબ સાથેના બાથરૂમ, શાવર
રૂમનું ભાડું (બ્રેક ફાસ્ટ સાથે)
સીઝન | વેલિડિટી | રૂમ (ડબલ બેડ) બ્રેકફાસ્ટ સાથે | એકસ્ટ્રા બેડ |
પીક સીઝન | 01st Apr to 15th Jul | 7000 | 1500 |
ખાસ પીક સીઝન | 20th Dec to 03rd Jan | પ્રાપ્ય નથી | |
મીડ સીઝન | 01st Oct to 20th Nov | 5000 | 1500 |
ઓફ સીઝન | 16th Jul to 30th Sep | 4000 | 1500 |
21st Nov to 19th Dec | |||
4th Jan to 31stMarch |
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.