શિયાળો એટલે ગુજરાતીઓ માટે રાજસ્થાનના જુદા જુદા સ્થળોએ ફરવાના દિવસો. શિયાળાની ઠંડી ઋતુમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે વિવિધ શહેરોમાંથી લોકો ફરવા માટે રાજસ્થાનના ઉદેપુર, આબુ, જેસલમેર, જોધપુર, જયપુર, રણથંભોર વગેરે વિવિધ સ્થળોએ ફરવા જતા હોય છે. આજે અમે આપને ઉદેપુર ફરવામાં કેટલો ખર્ચ થાય તે વિશે જણાવીશું.
રાજસ્થાનમાં પ્રવાસીઓ પાસેથી ઉઘાડી લુંટ કરવામાં આવે છે. એ ગુજરાતીઓએ ખાસ યાદ રાખવાની જરૂર છે. ઉદાહરણ તરીકે જો તમે ઉદેપુરના સિટિ પેલેસમાં કાર પાર્કિંગ કરો તો તમારે રૂ.250 ચૂકવવા પડશે. પરંતુ નજીકમાં સરકારી કાર પાર્કિંગના માત્ર રૂ.20 છે જેમાં 3 કલાક ગાડી પાર્ક કરી શકાય છે.
ઉદેપુરમાં જોવા લાયક સ્થળો
ફતેહસાગર લેક, લેક પિચોલા
સિટી પેલેસ
સહેલિયોરી બારી
મહારાણા પ્રતાપ સ્મારક
જગદિશ ટેમ્પલ
જગ મંદિર
તાજ લેક પેલેસ
ભારતીય લોક કલા મ્યુઝિયમ
બાગોર કી હવેલી
મોનસુન પેલેસ, સજ્જન ગઢ
શિલ્પગ્રામ
મનસાપૂર્ણા કરણી રોપવે
જોવાલાયક સ્થળોની ટિકિટ
મહારાણા પ્રતાપ મેમોરિયલ
એડલ્ટ ટિકિટ- રૂ.150
બાળકની ટિકિટ-રૂ.100
સિટિ પેલેસ
એડલ્ટ ટિકિટ-રૂ.330
બાળકની ટિકિટ-રૂ.115 (5 થી 18 વર્ષ)
કાર પાર્કિંગ રૂ.250
નજીકમાં સરકારી કાર પાર્કિંગ રૂ.20 (3 કલાકના)
સજ્જન ગઢ
ટિકિટ રૂ.10
કુંભલગઢ
ટિકિટ રૂ.40
ફતેહસાગર બોટિંગ
પ્રતિ વ્યક્તિ રૂ.100
સ્પીડ બોટ રૂ.200 (પ્રતિ વ્યક્તિ)