ગુરુ બિન જ્ઞાન નહીં, BAPSની સુવાસ આ સંતોએ આખા વિશ્વમાં ફેલાવી

0
899
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આજે ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ છે ત્યારે અમે આપને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી મોટા પંથ એવા શ્રી બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બી.એ.પી.એસ.) અંગે થોડીક માહિતી આપીશું. આ સંસ્થા કે જેને BAPSના નામે ઓળખવામાં આવે છે તેની સુવાસ જેમણે આખા જગતમાં ફેલાવી છે એવા શાસ્ત્રીજી મહારાજથી માંડીને અત્યારના ગાદીપતિ મહંત સ્વામી સાથે આપનો પરિચય કરાવીશું.

શાસ્ત્રીજી મહારાજ

શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બી.એ.પી.એસ.)ની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણના સંદેશને જગતભરમાં ફેલાવવા માટે તેમણે નાત-જાતની રૂઢિઓથી પર થઈને પ્રાગજી ભગત જેવા નિમ્ન વર્ણના વ્યકિતત્વને ગુરુ તરીકે સ્વીકાર્યાં.

શ્રી યોગીજી મહારાજ

સ્‍વામીનારાયણ સંપ્રદાયના મહાસંત શ્રી યોગીજી મહારાજ (પૂર્વાશ્રમનું નામ જીણાભગત) નામ આજે સ્‍વામીનારાયણ સંપ્રદાયમાં ગૌરવપૂર્વક વંદન સાથે લેવાય છે. એવા જીણા ભગતનો જન્‍મ અમરેલી જિલ્‍લાના ધારી ગામે સંવત 1948 ના વૈશખ વદી 1ર ના દિને દેવચંદભાઈ ઠકકરને ત્‍યાં માતા પુરીબાઈની કુખે થયો હતો. જીણાભગતના પૂર્વજની ચાર પેઢીથી એમનું કુટુંબ સ્‍વામીનારાયણ ધર્મ પાળતું હતુ અને સત્‍સંગી હતું. જીણાભાઈના પિતા વ્‍યવસાયે વકીલ એવા દેવચંદભાઈઅને માતા પુરીબાઈ ધર્મપારાયણ હોઈ હંમેશા સહજાનંદ સ્‍વામીની ભકિતભાવપૂર્વક ઉપાસના કરતાં દેવચંદભાઈને છ પુત્ર હતાં, તેમાં ક્રમ પ્રમાણે વલ્‍લભભાઈ, કમળશીભાઈ, ત્રિભોવનભાઈ, જીણાભાઈ, છગનભાઈ અને નાનજીભાઈ, દેવચંદભાઈ ના છ પુત્રોમાં ચોથા પુત્રનું બચપણમાં નામ જીણો રાખવામાં આવ્‍યું હતુ જે ( આગળ જતા સ્‍વામીનારાયણ સંપ્રદાયનાં મહાસંતશ્રી યોગીજી મહારાજ બન્‍યાં)

બાળક જીણાભાઈ બચપણથી શાંત અને સૌમ્‍ય સ્‍વભાવના હતા અને તેને અભ્‍યાસ અર્થે પ્રાથમિક શાળામાં મુકવામાં આવ્‍યા. ત્‍યાં પણ તેઓ કોઈ સાથે બહુ બોલતા નહીં અને મૌન રહેતા તેઓ નાની વયે વહેલીસવારે ઉઠી જતાં અને શેત્રુજી નદીનાં ત્રિવેણી સંગમ આગળ સ્‍નાના કરી કાંઠે લાંબો સમય સુધી સ્‍થિતપ્રજ્ઞની જેમ બેસી રહેતા. એમના કાકા મોહનભાઈ સ્‍વામીનારાયણ મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા કરવા જતાં, ઘણીવાર બાળક જીણો કાકા સાથે સ્‍વામીનારાયણ મંદિરમાં જાય અને ત્‍યાં જ સુઈ જાય આમ, ભગવાન સ્‍વામીનારાયણનાં સાંનિઘ્‍યમાં બચપણથી જ તેમને રહેવાનું બન્‍યું જીણાભાઈ ભણતાં ભણતાં ધો.6 માં આવ્‍યા ત્‍યારે તેમનાં વર્ગશિક્ષક મોતીભાઈ પટેલ સાહેબ અુબ જ કડક હોવા છતાં જીણાભાઈ હોશિંયાર હોય સાહેબ તેમની પ્રસશાં કરતા. શાળા સમય દરમ્‍યાન બપોરે આરામને સમયે બીજા છોકરાઓ ખેલ કુદ કરતાં હોય ત્‍યારે જીણાભાઈ કાં તો વાંચન કરતા હોય અથવા ખૂણામાં બેસી ઉંડા વિચારે બેસી જાય ત્‍યારે ઘણીવાર છોકરાઓ તેમની મશ્‍કરી કરતા કે, જીણા તારે બાવો બની જવું જોઈએ. ત્‍યારે જીણાભાઈ કહેતા કે, હા એવો જ વિચાર થાય છે.

એકવાર ભીમ અગીયારસના દિને વડીલો જુનાગઢ સ્‍વામીનારયણ મંદિર સ્‍થાને ઉજવાતા સામૈયામાં ગયાં ત્‍યારે જીણાભાઈ પણ તેમની સાથે ગયાં ત્‍યાં કોણ જાણે જીણાભાઈના મનમાં સાધુ બનવા મન જાગી ઉઠયું અને તે પછી તેનો શિક્ષણમાંથી રસ ઉડી ગયો. એ પછી એકવાર કૃષ્‍ણચરણદાસ સ્‍વામી ધારી ગામે પધાર્યા ત્‍યારે જીણાભાઈને ભકિતનો માર્ગ મળી ગયો અને તેઓ સ્‍વામીની સેવામાં લાગી ગયાં. નાનકડા એવા બાળક જીણાની સેવાથી કૃષ્‍ણચરણદાસ સ્‍વામી ખુબજ ખુશ થયાં અને આ બાળકની સેવાભકિત જોઈ તેપે બાળકને પ્રસાદી આપતાં પુછયું કે, જીણા સાધુ થઈશ ? આ સાંભળી જીણાભાઈને ખુબ જ આનંદ થયો અને બોલ્‍યા કે, હા… સ્‍વામિજી… તમે મને સાધુ બનાવશો ? ત્‍યારે સ્‍વામીજીએ કહયું કે, સાધુ બનીને તું કરીશ ? ત્‍યારે બાળક જીણાએ જવાબ આપ્‍યો કે, મારે તો આપની સેવા કરવી છે. અને સ્‍વામીનારાયણ ભગવાનની ભકિત કરવી છે. બાળક જીણાના આ ભકિતરસની વાત સ્‍વામીજીએ જીણાના મોટાભાઈ કમળશીભાઈને કરી. કમળશીભાઈ તો વૈરાગ્‍યવૃતિવાળા જ હતાં. તેણે આ વાત તરત માતાપુરીબાઈને કરી અને માતા સંમતિ આપે એ પહેલા બાળક જીણો તો ફઈબાના પુત્ર જેરામભાઈ સાથે ઘર છોડી જુનાગઢ જવા નીકળી ગયાં અને માતાને જાણ થઈ કે, પુત્ર સાધુ બનવા ઘર છોડી ગયો ત્‍યારે તેણીને આઘાત લાગ્‍યો અને કલ્‍પાંત કરવા લાગ્‍યાં, માતા પુરીબાઈનું કલ્‍પાંત જોઈ વિરજીબાપાએ જીણાભાઈ જયાં હોય ત્‍યાંથી તેને શોધી લાવવા બે ભાઈઓને મોકલ્‍યા. આ બંને ભાઈઓ જીણાભાઈની તપાસ કરતાં-કરતાં માંડણપરા પહોંચ્‍યા ત્‍યાં તેને જાણ થઈ કે, અહીંના સ્‍વામીનારાયણ મંદિરમાં જીણાભાઈ છે. આથી બંને ભાઈઓએ જીણાભાઈને માતાની સ્‍થિતીની વાત કરી એ ઘર તેડી આવ્‍યા.સત્‍સંગી પરિવાર દેવચંદભાઈ ઠકકરના પુત્ર જીણાભાઈ (યોગીજી મહારાજ) એ 19 વર્ષની ઉમંરે સ્‍વામીનારાયણ સંપ્રદાયની દિક્ષા લઈ તેઓ જ્ઞાનજીવનદાસ તરીકે ઓળખાયા.યોગીજી મહારો ગાંધીબાપુની સ્‍વરાજ પ્રાપ્‍તિની ચળવળની સફળતા માટે દરરોજ રપ માળ જપવાનો સંકલ્‍પ કરેલો જે સ્‍વરાજ પ્રાપ્‍તિ સુધી તેણે આ ધર્મકાર્ય કર્યુ હતું. સારંગપુરઅને ગોંડલ ખાતેનાં અક્ષર પુરૂષોતમ સ્‍વામી મંદિરના બાંધકામમાં યોગીજી મહારાજે મહત્‍વનું સેવા યોગદાન આપેલ હતું. સં. 1990માં ગોંડલ સ્‍વામી મંદિરના મહંતપદે યોગીજી મહારાજ સ્‍થાપીત થયા હતાં.યોગીજી મહારાજએ ગુજરાત તેમજ વિદેશમાં પરિભ્રમ કરી સ્‍વામીનારાયણ સંપ્રદાયનો સત્‍સંગનો પ્રચાર-પ્રસાર કરી મહિમા વધાર્યો હતો.

પ્રમુખ સ્વામી મહારાજ

પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાતા નારાયણસ્વરુપ દાસ સ્વામી (૭ ડિસેમ્બર ૧૯૨૧ – ૧૩ ઓગસ્ટ ૨૦૧૬) સ્વામીનારાયણ સંપ્રદાયની એક શાખા બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા હતા, તેઓ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે પ્રમુખ સ્વામીના હુલામણા નામે ઓળખાયા. ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમા આઘ્યાત્મિક વારસદાર હતા. વિક્રમ સંવત ૧૯૭૮ની માગશર સુદ ૮ ને ૭ ડિસેમ્બર ૧૯૨૧ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનાં નાના સરખા ગામ ચાણસદમાં પિતા મોતીભાઈ અને માતા દિવાળીબાના ઘરમાં તેમનો જન્મ થયો. તેમનું જન્મનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું. વ્યવસાયે ખેડુત એવા આ પરિવાર ને પ્રભુભક્તિ સિવાય બીજુ કોઈ વિશિષ્ટ પાસું નહોતું. તેમનું પ્રાથમિક શિક્ષણ ચાણસદ ગામમાં જ થયું. ૨૨ નવેમ્બર ૧૯૩૯ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકત શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી અને આશરે બે મહિના બાદ ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના દીવસે ગોંડલમાં ભાગવતી દીક્ષા આપતી વખતે તેમને નારાયણસ્વરૂપ દાસ સ્વામી નામ આપ્યું. તેમની સેવાભાવનાથી ગુરુએ તેમનામાં ભાવી કર્ણધારના દર્શન કર્યા અને સેવાની સાથેસાથે અભ્યાસ કરવાની પ્રેરણા આપી. પેટલાદની સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી સુધીનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રી નારાયણસ્વરુપ દાસજી બન્યા. સને ૧૯૫૦માં શાસ્ત્રીજી મહારાજે પોતે સ્થાપેલી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે તેમને નિયુકત કર્યા.

મહંત સ્વામી

પ્રમુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. સ્વામીનારાયણની સંસ્થા જે ટૂંકમા BAPS તરીકે ઓળખાય છે તેના જગતભરમાં 713 મંદિરો છે. મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી પછી છઠ્ઠા સ્પિરિચ્યુઅલ નેતા છે. ગુરુ પરંપરા આ રીતે ચાલી આવે છે: (1) ગુણાતીતાનંદ સ્વામી (2) ભગતજી મહારાજ (3) શાસ્ત્રીજી મહારાજ (4) યોગીજી મહારાજ (5) પ્રમુખ સ્વામી મહારાજ (6) અને હવે મહંત સ્વામી

નવાઈની વાત છે કે પ્રમુખ સ્વામીએ સાળંગપુરમાં બચપણ વિતાવેલું ત્યારે નવા મહંત સ્વામી મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરેલા. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા. મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા. નવાઈની વાત છે કે શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું ફેમીલી નામ કેશવ રાખેલું. સંસારી વિનુભાઈ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જન્મ સ્થળે જબલપુરમાં પૂરું ર્ક્યુ. પછી જબલપુરમાં મેટ્રીક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા. કૃષિ કોલેજ હતી અને આણંદમાં હતી. તમને નવાઈ લાગશે કે મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે! વિનુભાઈ પટેલ કોલેજમાં હતા ત્યારે 1951-1952માં યોગીજી મહારાજને મળ્યા. તેનાથી પ્રભાવિત થઈને ઉનાળાના વેકેશનોમાં યોગીજી મહારાજ પાસે જતા. અને ત્યારે તેમને સાધુ જીવન ગાળવાની પ્રેરણા મળી. 24ની ઉંમરે વિનુભાઈ પટેલ ઉર્ફે મહંત સ્વામીને (પાર્શ્વદ) દીક્ષા મળી. શરૂમાં તેમનું નામ વિનુ ભગત રખાયું હતુ. યોગીજી મહારાજ જ્યારે પ્રવાસ કરતા ત્યારે વિનુ ભગત સાથે સાથે સેવામાં હાજર રહેતા. તેમનો પત્રવ્યવહાર સંભાળતા. 28ની ઉંમરે પછી તેમને ‘સ્વામી’ તરીકેની દીક્ષાં ગઢડામાં મળી. અને ત્યારે તેમને સાધુ તરીકે કેશવજીવનદાસનું નામ મળ્યું. તે દિવસે 51 સેવકોને પણ દીક્ષા મળેલી. બધાને મુંબઈના સંસ્કૃતનો અભ્યાસ કરવા રખાયા અને તેમના 51ના ગ્રુપ લીડર દાદરમાં મહંત સ્વામી ઉર્ફે કેશવજીવનદાસ હતા. 1951માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો. મહંત સ્વામીની સેવાભાવનાથી પ્રભાવિત થઈ પ્રમુખ સ્વામીએ બીજા સીનીયર સાધુઓની હાજરીમાં અમદાવાદમાં 20-7-2012માં તેમનું નામ સાધુ તરીકેનું નામ મહંત સ્વામી રાખી દીક્ષા આપી.