ગુજરાતી થાળી માટે આખી દુનિયામાં ફેમસ છે અમદાવાદની આ રેસ્ટોરન્ટ

0
6581
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદમાં ગુજરાતી થાળી માટે કેટલીક Restaurants લોકોમાં ઘણી જ ફેવરીટ છે. પરંતુ જ્યારે અનલિમિટેડ ગુજરાતી થાળીની વાત આવે ત્યારે લોકોના મોંઢે શહેરની સૌથી જુની વિશાલા રેસ્ટોરન્ટનું નામ જ આવે. છેલ્લા 40 કરતાં વધુ વર્ષોથી વિશાલા અમદાવાદ સહિત આખા વિશ્વના સ્વાદ રસિકોને ગુજરાતી ભોજન ચટાકો કરાવી રહી છે.

વિશાલામાં શું મળે છે

ગુજરાતી અનલિમિટેડ થાળી માટે ફેમસ આ રેસ્ટોરન્ટમાં તમને શાક, ફરસાણ, મીઠાઇ, પાપડ, કઢી, ખીચડી સહિત 25થી વધુ વાનગી પીરસવામાં આવે છે. જમ્યા પછી ડેઝર્ટની પણ વ્યવસ્થા છે.

કેવીરીતે થઇ શરૂઆત

વિશાલાના માલિક સુરેન્દ્ર પટેલ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેમણે આજથી લગભગ 40 વર્ષ પહેલા અમદાવાદના વાસણા ટોલનાકા વિસ્તારમાં આ રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી. સુરેન્દ્રભાઇએ ઇન્ટિરયર ડિઝાઇનર તરીકે વર્ષો સુધી પ્રેક્ટિસ કર્યા બાદ એક એવી જગ્યા બનાવવાનો વિચાર કર્યો જ્યાં બેસીને તમે રિલેક્સ થઇ શકો. લોકોને ભાગીદાર બનાવીએ એવા વિચારથી તેમણે બે ટેબલથી રેસ્ટોરન્ટની શરૂઆત કરી અને શરૂઆતમાં જમવાનો ચાર્જ 9 રૂપિયા હતો. રેસીપી એવી રાખી કે તેમાં ખાંડ, તેલ અને મીઠું ઓછું હોય.

વિશાલાના માલિક સુરેન્દ્ર પટેલ જણાવે છે કે હું જે કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ ભણતો હતો તે મોટા ડોક્ટર હતા તેમની મદદ મને મળી તેમણે જ વિશાલા નામ પણ સૂચવ્યું . ભક્ત ચિંતામણીમાં વિશાલાનું વર્ણન છે. અમારી જગ્યા વિશાળ હતી તેથી નામ વિશાલા રાખ્યું. ફક્ત 2500 રૂપિયા અને 4 કર્મચારીઓથી વિશાલાની શરૂઆત થઇ. વાસણા ટોલનાકા પાસે ઉજ્જડ જગ્યામાં બે-ત્રણ ઝુપડામાં વિશાલાની શરૂઆત થઇ.

સુરેન્દ્રભાઇ જણાવે છે કે બધાનો સહકાર મળતો ગયો અને વિશાલા પ્રગતિ કરતી ગઇ. આજે યૂરોપની બધી ગાઇડમાં અમારૂ નામ છે. આખી દુનિયામાં ધાતુપાત્ર સંગ્રહાલય પણ આ એક જ જગ્યાએ છે. અહીં પરંપરાગત ભારતીય કલ્ચરને ધ્યાનમાં રાખીને લોકસંગીત પિરસવામાં આવે છે. કોઇ ફિલ્મીગીતો તમને અહીં સાંભળવા નહીં મળે.

તેઓ વધુમાં કહે છે કે અને બીજા કરતાં અલગ રેસ્ટોરન્ટ બનાવી છે. શરૂઆતમાં ફાઇનાન્સની મુશ્કેલી પડી. વરસાદમાં કોઇ ગ્રાહક ન આવે તેવું બને. અમારા કર્મચારીઓ પણ શિસ્તમાં માને છે. કોઇ કર્મચારી વ્યસન કરતો નથી. દરેકની મેડિકલ ફાઇલ બનાવી છે. ભોજનની વાત કરીએ તો અમે જમવાનું બનાવવામાં એસેન્સ બિલકુલ નાંખતા નથી. કોઇ જાતનો રંગ વાપરતા નથી. પ્યોર કેસરનો ઉપયોગ કરીએ છીએ. વનસ્પતિ ઘીના બદલે ચોખ્ખું ઘી જ વાપરીએ છીએ.

અનોખુ છે મ્યુઝિયમ

વિશ્વનું એક માત્ર ધાતુ સંગ્રહાલય વિશાલામાં છે. સુરેન્દ્રભાઇએ જાતે આ કલેક્શન એકઠું કર્યું છે. વિશાલાની શરૂઆત પછી બે વર્ષમાં જ આ સંગ્રહાલય પણ શરૂ કરવામાં આવ્યું હતું. મ્યુઝિયમ માટે 4500 ધાતુના વાસણો ભેગા કર્યા છે. જેમાંથી 1500 જેટલા વાસણો સ્ટોરેજમાં છે. જ્યારે 3000 જેટલા વાસણો ડિસ્પ્લેમાં મૂક્યા છે.

વિશાલાની કોઇ બ્રાન્ચ નથી

અમદાવાદના વાસણા વિસ્તાર સિવાય વિશાલાની અન્ય કોઇ બ્રાન્ચ નથી. સુરેન્દ્ર પટેલનું કહેવું છે કે જો ફ્રેન્ચાઇઝી આપીએ તો સ્વચ્છતા અને ક્વોલિટી ન જળવાય, તેથી અમે વિશાલાની કોઇ બીજી બ્રાન્ચ શરૂ કરી નથી. હું ગાંધીજીના સિદ્ધાંતોમાં માનું છું તેથી કોઇ બાબતમાં કોમ્પ્રોમાઇઝ કરતો નથી. વિશાલામાં ક્વોલિટી વસ્તુઓ જ વપરાય છે. અહીં કોઇ ચા પણ પીવે તો તેના આત્માને આનંદ મળે એટલી પવિત્રતા અમે રાખી છે. ભગવાન પર અપાર શ્રદ્ધા રાખી રોજ સાંજે થાળ ધરાવીએ છીએ.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.