ટ્રાવેલિંગ કરતાં પહેલા બનાવો પ્લાન, આ ભૂલો ક્યારેય ન કરવી

0
384
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાતીઓમાં ફરવા જવાનો ખૂબ જ ટ્રેન્ડ છે. ખાસ કરીને હવે તો ડોમેસ્ટિકની સાથે વિદેશની ટૂર પણ ગુજરાતીઓ મોટી સંખ્યામાં કરી રહ્યાં છે. જોકે, આપણામાંથી એવા અનેક લોકો હશે જેમની ટ્રિપ અચાનક જ નક્કી થતી હશે. આવી એકાએક નક્કી કરેલી ટ્રિપમાં તમારો ખર્ચ વધી શકે છે. જો તમે એક સ્માર્ટ ગુજરાતી છો તો તમારે ટ્રિપ પર જતાં પહેલા તમારે અમુક વાતનું ધ્યાન રાખવાની જરુર છે. જેથી તમારે વધારે પરેશાનીઓ ભોગવવી ન પડે

ઓછી જગ્યામાં વધુ સામાન

ઓછી જગ્યામાં વધારે સામાન અને કપડા રાખવા માટેની સૌથી સરળ રીત છે કે તેને ગડી કરવાના બદલે રોલ કરીને રાખો. આમ કરવાથી તમારી પાસે વધારે કપડાં રહેશે અને ફાલતુની બેગ્સ લઈ જવામાંથી પણ આઝાદી મળશે.

અગાઉથી ડેટ ફાઇનલ કરો

તમારી ટૂરનું પ્લાનિંગ એડવાન્સમાં થોડાક મહિનાઓ અગાઉ કરવું જોઇએ. આ ઉપરાંત પોતાનો સમય અને ઉર્જા બચાવવા માટે ફેમસ હોટેલના બદલે ઓછી જાણીતી હોટલ કે હોમ સ્ટે રાખો. આમ કરવાથી તમારો ખર્ચ બચશે અને સરળતાથી ફરી શકશો. જોકે, ઓછી ખર્ચવાળી હોટલ બુક કરતાં પહેલા હંમેશા તેના રિવ્યૂ જરૂર વાંચો. ચાલો ફરવા ટ્રાવેલ મેગેઝિન તેમાં તમને મદદ કરશે.

ફ્લાઈટમાં જવું હોય તો વીકેન્ડ અને લાંબી રજા પર જવાનું ટાળો. આ તકે ફ્લાઈટ મોંઘી હોય છે. જ્યારે તમે ટ્રાવેલ પ્લાન કરો તો વીક ડેઝ પર બુક કરો. આમ કરવાથી તમારી મનપસંદ ફ્લાઈટ ઓછા ભાવે પણ મળી શકે છે. લાસ્ટ મિનિટ પ્લાનિંગ કરવાથી તમે ઘણું જ મિસ કરી શકો છો.

ભાવતાલમાં જરાપણ નબળું મૂકો નહિ. હંમેશા ટ્રાવેલ એજેન્ટ સાથે વન ટૂ વન જ વાત કરવાનું રાખો. રુબરુ વાત કરવાથી તમને અનેક ફાયદા થવાની શક્યતા છે.