ચોમાસામાં ગોવાની આ જગ્યા જોવા જેવી છે, આજે જ બનાવો પ્લાન

0
493
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

આમ તો ગોવામાં જવા માટે ગરમી સિવાયની બાકીની સીઝન બેસ્ટ જ છે. પરંતુ જો ચોમાસામાં તમારો ગોવા જવાનો પ્લાન હોય તો સુરલાથી સુંદર જગ્યા કદાચ બીજી કોઈ હોઈ જ ન શકે. ગોવા-કર્ણાટક બોર્ડર પર આવેલા આ નાનકડા ગામમાં માંડ 500 લોકોની વસ્તી છે, પરંતુ તે પ્રવાસીઓમાં તે ઘણું જ પોપ્યુલર છે.

સુરલા પણજીથી 90 કિલોમીટર દૂર આવેલું છે. હાઈવે પણ સારો છે, એટલે તમે સવારે જઈ સાંજે પાછા પણ આવી શકો. ચોમાસામાં તો અહીંનું તાપમાન પણ સાવ નીચું જતું રહે છે, અને વેસ્ટર્ન ઘાટની ગોદમાં વસેલા આ ગામમાં કુદરતી સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઉઠે છે. તેમાંય અહીં વહેતા ધોધને જોવા તો એક લ્હાવો છે.

છેલ્લા આઠ વર્ષમાં પહેલી વાર આ ગામને જોડતા રોડને ટુરિસ્ટ માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારથી અહીં વીકેન્ડ મનાવવા મોટા પ્રમાણમાં લોકો આવતા થયા હતા. ચોમાસામાં તો અહીં લોકોનો ધસારો જોરદાર વધી જાય છે. ત્રણ વર્ષ પહેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે અહીં એક ટુરિસ્ટ પોઈન્ટ પણ ખૂલ્લો મૂક્યો હતો, જ્યાંથી કોલરા ઘાટમાં વહેતા પાણીના ધોધનો મનોરમ્ય નજારો જોઈ શકાતો હતો.

સુરલામાં પ્રવાસીઓનો ધસારો એટલો વધી રહ્યો છે કે, સામાન્ય દિવસોમાં અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ચોકી પર ચારથી પાંચ ગાર્ડ તૈનાત રહે છે. વીકેન્ડમાં તો દસ ગાર્ડ અને સાથે પોલીસને પણ હાજર રાખવી પડે છે. અહીં સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જ એન્ટ્રી મળે છે.

ગોવાનો વિખ્યાત દૂધસાગર વોટર ફોલ પણ અહીંથી ખાસ દૂર નથી. તમે જો એડવેન્ચરના શોખીન હો તો અહીં યોગ્ય મોસમમાં ટ્રેકિંગનો પ્લાન પણ કરી શકો છો. સુરલામાં પ્રાચીન શિવ મંદિર પણ આવેલું છે, જે ગાઢ જંગલોની વચ્ચે છે. આમ, જો તમે ગોવામાં માત્ર બીચ સિવાય બીજું કંઈ પણ જોવા માગતા હો તો સુરલા તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે.