કોરોના વાયરસની મહામારી વચ્ચે ભારતીય રેલવેએ સેવા શરૂ કરી છે. હવે યાત્રા પહેલા જેવી નહીં હોય. તમારે મુસાફરી દરમ્યાન અનેક ચીજોનું ધ્યાન રાખવું પડશે. જો તમે આ વાતોથી વાકેફ નથી તો નવી ગાઇડલાઇન્સ ઉપરાંત તમારે કઇ વાતોનું ધ્યાન રાખવું પડશે.
-યાત્રા દરમ્યાન હંમેશા માસ્ક પહેરીને રહો. આ સાથે જ તમે હાથમોજા પહેરવાનું ભુલતા નહીં. મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા 2-4 માસ્ક પોતાની સાથે રાખો. એક માસ્ક 4 કલાકથી વધુ ન પહેરો.
-હેન્ડ સેનિટાઇઝર પોતાની સાથે રાખો. જો કે, રેલવે તરફથી આપને સેનિટાઇઝ આપવામાં આવશે. તેમ છતાં પોતાની સાથે હેન્ડ સેનિટાઇઝર જરૂર રાખો.
-યાત્રા દરમ્યાન પોતાની સાથે ચાદર અને કામળો જરૂર લઇ જાઓ. રેલવે ચાદર અને શૉલ આપશે નહીં.
-ખાવા માટે ઘરેથી બનેલા સ્નેક્સ અને ડબ્બા બંધ ચીજો લઇ જાઓ. આ સાથે જ રેલવેમાં ખાવા માટે અન્ય ચીજો પણ લાવો, જો મુસાફરી લાંબી હોય તો.
-રેલવેમાં પ્રવેશ બાદ કોઇપણ અજાણી ચીજોને પકડશો નહીં. જો ભૂલથી પકડી લો તો હાથ ધુઓ અને સેનિટાઇઝ કરો. પોતાની સીટને પણ સેનિટાઇઝ કરો.
-સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. સહયાત્રીથી છ ફૂટનું અંતર રાખો. પોતાની સીટ છોડીને બીજાની સીટ પર ન બેસો.
-ઘણાં લોકોને ચાલતી ટ્રેનમાં દરવાજો પકડીને ઉભા રહેવાની આદત હોય છે. આવું ન કરો કારણ કે દરવાજો પકડીને અનેક લોકો અંદર-બહાર જાય છે. જેનાથી સંક્રમણનો ખતરો વધારે રહે છે.
-દરેક 30 મિનિટ કે અડધા કલાક બાદ પોતાના હાથને જરૂર ધુઓ
-યાત્રા દરમ્યાન પોતાના ચહેરા, મોં અને નાકને અડવાથી બચો