આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસના સંક્રમણે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. પરંતુ હવે આ સંક્રમણમાંથી લોકો ધીમે ધીમે સ્વસ્થ થઇ રહ્યા છે. બધા દેશોએ લૉકડાઉનને હટાવતા આવાગમનનો પ્રારંભ કરી દીધો છે. હેલ્થ પાસપોર્ટ કે ઇમ્યુનિટી પાસપોર્ટ અંગે કેટલીક ચર્ચા કરવામાં આવી છે. જર્મની, ફ્રાંસ, યુકે, ઇટાલી અને અન્ય દેશો એ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે શું તેઓ આ સ્વાસ્થ્ય પાસપોર્ટ લોકોને પ્રદાન કરી શકે છે જેથી તેમને સ્વતંત્ર રીતે યાત્રા કરવાની અનુમતિ મળી શકે. આ હેલ્થ પાસપોર્ટ કોરોના વાયરસથી સ્વસ્થતા કે સંક્રમિત ના હોવાને પ્રામાણિત કરે છે જે પર્યટકને માટે વિદેશ યાત્રા જરૂરી હોય છે.
તો આવો જાણીએ હેલ્થ પાસપોર્ટ શું છે, કેવી રીતે કામ કરે છે અને કોના માટે જરૂરી છે
આ પાસપોર્ટ એક મેડિકલ સર્ટિફિકેટ છે જેનાથી પ્રામાણિત થાય છે કે તમે સ્વસ્થ છો અને કોરોના વાયરસથી સંક્રમિત નથી. સાથે જ પાસપોર્ટમાં એનો પણ ઉલ્લેખ હોય છે કે તમે પહેલા વાયરસથી સંક્રમિત હતા તો હવે તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ છો અને તમને હવે ફરી કોરોના વાયરસ નહીં થાય. આ પાસપોર્ટ મુખ્યત્વે તમને વિદેશ યાત્રા અને પોતાની નોકરી પર પાછા ફરવાની અનુમતિ પ્રદાન કરે છે.
હેલ્થ પાસપોર્ટના લાભ
આમ જોવા જઇએ તો આજના સમયમાં હેલ્થ પાસપોર્ટ બધી વ્યક્તિઓ માટે પરંતુ ખાસ કરીને બિઝનેસમેન માટે જરૂરી છે જે પોતાના કામસર વિદેશ યાત્રા કરતા હોય છે. આ પાસપોર્ટ તમારી યાત્રા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને એ પ્રમાણિત કરે છે કે તમે તમારી યાત્રા માટે ફિટ અને પુર્ણતઃ સ્વસ્થ છો. હેલ્થ પાસપોર્ટની મદદથી તમે કોઇપણ અવરોધ અને જોખમથી પોતાની યાત્રા સફળતાપૂર્વક કરી શકે છે.
હેલ્થ પાસપોર્ટના સાઇડ ઇફેક્ટ
એક તરફ જ્યાં હેલ્થ પાસપોર્ટના ફાયદા છે પરંતુ બીજી તરફ તેના દુષ્પ્રભાવોને પણ નજર અંદાજ ન કરી શકાય. who (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન)ના જણાવ્યા અનુસાર, એ વાતને માન્યતા નથી કે એક વ્યક્તિ કે જે કોરોના વાયરસથી સંક્રમિત હતો તે તેનાથી કોઇ બીજા વ્યક્તિને ખતરો નથી. તો બીજી તરફ જોવા જઇએ તો જો કોઇ વ્યક્તિની પાસે હેલ્થ પાસપોર્ટ છે તો તે બેદરકાર પણ હોઇ શકે છે અને આવી સ્થિતિમાં જો તે વ્યક્તિ એવું વિચારે કે તેને અન્ય કોરોના સંક્રમિતથી ખતરો નથી અને બેદરકારી બતાવે તો પોતે અને બીજાને સંક્રમિત થવાનો ખતરો પણ વધી જાય છે.
હેલ્થ પાસપોર્ટ કેવો હોય છે
અહીં જણાવી દઇએ કે હેલ્થ પાસપોર્ટ તમારી સ્વસ્થતાને પ્રામાણિત કરનારો દસ્તાવેજ હોય છે આ પાસપોર્ટ ડિજિટલ કે ભૌતિક કોઇપણ પ્રકારો હોઇ શકે છે. જે મુખ્યત્વે તમને કોરોના વાયરસ હોવા કે ન હોવાની ખાતરી કરે છે.