કોરોના વાયરસ સંક્રમણના કારણે લાંબા સમય બાદ એરલાઇન્સ સેવા શરૂ કરવામાં આવી છે. સરકારે યાત્રીઓ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેનું યાત્રીઓએ પાલન કરવું પડશે. આ સાથે જ ક્વોરન્ટીન માટે રાજ્ય સરકારના નિયમોનું પાલન કરવું પડશે. જ્યારે યાત્રા સમયે તમારે જાતે કેટલીક વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઇએ. જો તમને નથી ખબર તો આવો જાણીએ-
-માસ્ક અને હાથમોજા જરૂર પહેરો. સામાજીક અંતરનું પાલન કરો
-પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ જરૂર રાખો, જેથી આપને સંક્રમિત વ્યક્તિ અંગે યોગ્ય સમયે સાચી જાણકારી પ્રાપ્ત થઇ શકે.
-પોતાની સાથે પર્યાપ્ત માત્રામાં ટિશ્યૂ પેપર લાવો. પીવાનું પાણી જરૂર રાખો.
-દરેક 30 મિનિટ કે અડધા કલાક બાદ પોતાના હાથને જરૂર ધુઓ
-યાત્રા દરમ્યાન પોતાના ચહેરા, મોં અને નાકને અડવાથી બચો
-ગરમીનો સમય છે તો પસીનો પણ આવે તે સ્વાભાવિક છે. તેથી સ્વચ્છ નેપકિન રાખો અને તેનાથી જ પરસેવો લુછવાનું રાખો. હાથેથી પરસેવો ન લુછો.
-સરકાર તરફથી જાહેર કરેલા નિયમોનું પાલન કરો અને યાત્રા દરમ્યાન એરપોર્ટ સ્ટાફને સંપૂર્ણ સહયોગ આપો. યાત્રા દરમ્યાન કોઇની સાથે કંઇપણ શેર ન કરો અને પોતાના કો-ટ્રાવેલરને પણ સોશ્યલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાની સલાહ આપો.
-પોતાની સાથે સેનિટાઇઝર રાખો. જ્યારે પણ તમે અજાણી વસ્તુને અડો ત્યારે પોતાના હાથોને સેનિટાઇઝ કરો, જેમ કે કેબના દરવાજાને ખોલતી વખતે, પોતાના લગેજને ઉઠાવતી વખતે, કેબ ડ્રાઇવરને પૈસાની લેવડ-દેવડ કર્યા બાદ પોતાના હાથોને જરૂર સેનિટાઇઝ કરો.