આમ તો માઉન્ટ આબુ દરેક ગુજરાતીએ જોયું જ હશે. દિવાળી કે ઉનાળાના વેકશન ઉપરાંત પણ વિકેન્ડ્સમાં માઉન્ટ આબુ જનારાઓનો સંખ્યા કંઇ કમ નથી. માઉન્ટ આબુમાં નકી લેક, ગુરૂશિખર, દેલવાડાના દેરા, સન સેટ પોઇન્ટ, બ્રહ્માકુમારીઝ સહિત અનેક ફરવા લાયક જગ્યાઓ છે. પરંતુ એક જગ્યા એવી છે જે પ્રવાસીઓથી બિલકુલ અજાણ છે. અને તે છે ટ્રેવર્સ ટેન્ક.
ટ્રેવર્સ ટેન્ક એક ક્રોકોડાઇલ પાર્ક છે. જે માઉન્ટ આબુ સ્ટેશનથી માત્ર 5 કિલોમીટર દૂર છે. ક્રોકોડાઇલ પાર્ક પ્રવાસીઓ માટેનું લોકપ્રિય સ્થળ છે. આ સ્થળનું નામ એક બ્રિટિશ એન્જિનયરના નામ પરથી રાખવામાં આવ્યું છે. ટ્રેવર નામના એક બ્રિટિશ એન્જિનિયરે આ નેચરપાર્કનું બાંધકામ કર્યું છે. અહીં મગરનાં દર્શન કરવાની સાથે કુદરતી સુંદરતાનો લ્હાવો માણી શકાય છે.
બ્રિટિશ એન્જિનિયરે આ ટેન્ક (તળાવ)ને મગરની પ્રજાતિઓ ઉત્પન્ન કરવા બનાવ્યું હતું. આ સ્થળ આબુ ફરવા જતાં પ્રવાસીઓ માટે એક સુંદર પિકનીક સ્પોટ બની શકે છે. આ સ્થળે રાતે પણ એક્ટિવિટી કરી શકાય છે. અહીં આપને બ્લેક બિયરના દર્શન પણ થઇ શકે છે. અહીં પક્ષીઓની પણ અનેક જાતો જોવા મળે છે.
ટ્રેવર્સ ટેન્ક જોવાનો ખર્ચ કેટલો થશે
ટ્રેવર ટેન્ક વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં ભારતીય પ્રવાસીઓ માટે 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. ફોરેનર માટે રૂ.300 એન્ટ્રી ચાર્જ છે. ટુ વ્હીલર લઇને જાઓ તો 30 રૂપિયા જયારે કાર માટે 200 રૂપિયા ચૂકવવા પડશે. એક કારમાં ચાર વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ રૂ.100 ખર્ચ થાય. ભારે વ્હીકલની મંજૂરી પાર્કમાં નથી.ક્રોકોડાઇલ પાર્ક જોવાનો સમય સવારે 9 થી સાંજે 5નો છે.
(નોંધઃ ટિકિટની કિંમતોમાં ફેરફાર હોઇ શકે છે. ટ્રેવર્સ ટેન્કમાં હાલની ટિકિટની કિંમતો અંગે ફોનથી કે રૂબરૂમાં માહિતી લઇ લેવી. ટિકિટમાં ફેરફાર અંગે ચાલો ફરવાની કોઇ જવાબદારી રહેશે નહીં)