દ્ધારકાધીશ મંદિરેથી ફક્ત 10 મિનિટના અંતરે છે આ બેસ્ટ 3 સ્ટાર હોટલ

0
641
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

હોટેલ એન્ડ રિસોર્ટની ઝડપથી વિસ્તરી રહેલી ચેઈન સિગ્નેટ હોટેલ્સ એન્ડ રિસોર્ટસે દ્વારકામાં 48 રૂમની સુવિધા ધરાવતી હોટલ સિગ્નેટ ઈન ગત વર્ષથી શરૂ કરી છે. આ હોટલ દ્ધારકાધીશ મંદિરથી ફક્ત 10 મિનિટના અંતરે છે. આ એક બજેટ હોટલ છે જેનો ફાયદો તમે ઉઠાવી શકો છો.

આવી છે સુવિધા

સિગ્નેટ ઈનને ઉચ્ચ પ્રકારનાં જીમનાં સાધનો ધરાવતા અદ્યતન ફીટનેસ સેન્ટરથી સજજ કરાઈ છે. આ ઉપરાંત જે સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે તેમાં સુનિશ્ચિત કીડઝ ઝોન અને ભવ્ય સ્વિમિંગ પુલનો સમાવેશ થાય છે. તેમાં 1800 ચો.ફૂટનુ ફલેક્સિબલ ઈન-ડોર બેન્ક્વેટીંગ છે અને 150 વ્યક્તિઓને સમાવી શકે તેવી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે. હોટલમાં કોન્ફરન્સ, મીટીંગનું પણ આયોજન કરી શકાય છે. હોટલમાં રેસ્ટોરન્ટ, કોફી લાઉન્જ અને સિગ્નેટ પેવેલિયન જેવી પણ સુવિધા છે.

ગુડગાંવની છે કંપની

સિગ્નેટ ગ્રુપ ગુડગાંવનું છે. આ ગ્રુપની ઉદેપુર, ગોવા સહિત કુલ 9 હોટલ કાર્યરત છે. 2018 ના અંત સુધીમાં વધુ 6 થી 8 હોટલ્સ શરૂ કરવાનું કંપનીનું આયોજન છે. આ હોસ્પિટાલિટી ચેઈન 26 સ્થળો સાથે જોડાણ ધરાવે છે.

સિગ્નેટ હોટેલ એન્ડ રિસોર્ટના સ્થાપક અને મેનેજીંગ ડિરેકટર શ્રી સરબેન્દ્ર સરકાર જણાવે છે કે “હોટલને મહેમાનો માટેની પસંદગીમાં અગ્ર સ્થાન આપીને લેઈઝર અને બિઝનેસ ટ્રાવેલમાં નવો જ આયામ આપવાનો અમારો ઈરાદો છે. અમે સિગ્નેચર બ્રાન્ડ અનુભવ તથા શહેરનું સ્થાનિક આકર્ષણ બનીને મહેમાનોને યાદગાર અનુભવ પૂરો પાડવા સજજ છીએ. સિગ્નેટ હોટેલ્સ ભારતનાં ટુ-ટાયર શહેરોમાં વિસ્તરણ કરીને તેના બ્રાન્ડ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરી રહી છે અને અમે શહેરમાં આવતા પ્રવાસીઓ માટે લોકપ્રિય હોસ્પિટાલિટી બ્રાન્ડ બનવાની ભારે સંભાવના જોઈ રહ્યા છીએ.”

બે વર્ષમાં જ 9 હોટલ્સ ખોલી

સિગ્નેટ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ ભારતમાં વર્ષ 2012માં ગતિશીલ અને પ્રગતિશિલ હોટેલ મેનેજમેન્ટ અને બ્રાન્ડ ફ્રેન્ચાઈઝીંગ કંપની તરીકે અસ્તિત્વમાં આવી, અને બે વર્ષના કાળજીપૂર્વકના અને વિસ્તૃત વિશ્લેષણ અને ગ્રાઉન્ડ વર્ક પછી એપ્રિલ 2014માં ભારતમાં કામગીરી શરૂ કરી. સિગ્નેટ હોટેલ્સ એન્ડ રિસોર્ટસ દ્વારા છેલ્લા 24 માસમાં નવ હોટેલ શરૂ કરાઈ છે. હાલમાં સિગ્નેટે માર્કેટ સ્પેસ અને પાર્ટનરશિપમાં 1200થી વધુ રૂમનો ઉમેરો કર્યો છે, જેનાથી સિગ્નેટ દુનિયાના 6,40,000થી વધુ ટ્રાવેલ એજન્ટસ સાથે જોડાઈને હોસ્પિટાલીટી ક્ષેત્રમાં પોતાનો વ્યાપ વિસ્તારી રહી છે. આ હોસ્પિટાલિટી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં ભારત અને દક્ષિણ એશિયાના 75 શહેરમાં 103 હોટેલ્સ શરૂ કરવા સક્રિયપણે કામ કરી રહ્યું છે. કંપની વર્ષ 2022 સુધીમાં 5000 થી વધુ રૂમ ઉમેરવાની યોજના ધરાવે છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.