અમદાવાદમાં આ છે મેરિયોટ ગ્રુપની 5 સ્ટાર હોટલ રેનેશાં

0
433
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

છેલ્લા કેટલાક વર્ષોમાં બિઝનેસ હબ તરીકે ઉભરી આવેલા અમદાવાદમાં અનેક ફાઇવ સ્ટાર હોટલો છે જેમાંની એક છે ઇન્ટરનેશનલ બ્રાન્ડ મેરિયોટ ગ્રુપની રેનેશાં હોટલ. ભારતમાં મુંબઇ, લખનઉ બાદ મેરિયોટ ઇન્ટરનેશનલે તેની ત્રીજી આધુનિક અને પ્રીમિયમ કેટેગરીની રેનેશાં હોટલ અમદાવાદમાં એસ.જી.હાઇવે પર ખોલી છે.


રેનેશાં હોટલની સુવિધાની વાત કરવામાં આવે તો તેમાં 155 ઉત્તમ અને આધુનિક રૂમ છે, જેમાં 6 સ્યુટસ, 62 ટ્વીન રૂમ્સ, 87 કીંગ રૂમ અન 24 ઈન્ટર કનેક્ટીંગ રૂમ્સનો સમાવેશ થાય છે. દિલ્હીના પ્રસિધ્ધ સ્ટુડિયો આઈવી ડીઝાઈન્સે તેની ડિઝાઇન તૈયાર કરી છે. રેનેશાં અમદાવાદ હોટલની આધુનિક ડીઝાઈનમાં અમદાવાદના હેરિટેજ બેકગ્રાઉન્ડને દર્શાવાયું છે. લોબી એરિયાની દિવાલો સુંદર મેટલ લેટીસ વર્ક (જાળી) થી સુશોભિત કરાઈ છે, જે ગુજરાતના નકશાને ભિન્નપણે વ્યક્ત કરે છે.

દુનિયાભરની વાનગીઓ

હોટલમાં જે ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમાં આર કીચન પૂરા દિવસ દરમ્યાન ભોજનની સુવિધા પૂરી પાડતું સ્થળ છે અને દુનિયાભરની વાનગીઓ પિરસે છે. એશિયન એફેર એ જાપાનીઝ અને ચાઈનીઝ સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટ છે અને મિલ એન્ડ કંપની 24 કલાકની કોફી શોપ છે, જે બેક કરાયેલી તાજી પેસ્ટ્રીઝ, સેન્ડવીચ, કેકસ અને કોફી પૂરી પાડે છે. હોટલ ખાતેની લેઈઝર સુવિધાઓમાં સુસજ્જ ફીટનેસ સેન્ટર, રૂફટોપ, ઓપન-એર સ્વીમીંગ પૂલ અને ઝાકુઝીનો સમાવેશ થાય છે.

સોશ્યલ ઇવેન્ટ્સ માટેની સુવિધા

હોટલ સામાજીક પ્રસંગો અને સમારંભો માટે વ્યાપક સુવિધાઓ ધરાવે છે. તે 29,220 ચો.ફૂટ વિસ્તારમાં પથરાયેલી ઈનડોર અને આઉટડોર આધુનિક સુવિધા ધરાવે છે, જેમાં સિગ્નેચર, આર.ઈ.એન. મિટીંગ પ્રોગ્રામ એ રીતે ડીઝાઈન કરાયા છે કે જે લાઈવ મનોરંજન અને લોકલ સ્વાદ સુગંધ તમારા ટેબલ પાસે રજૂ કરે છે. લીલાછમ આરઈએન ગાર્ડન સામાજીક પ્રસંગો દરમ્યાન સુંદર આઉટડોર માણવાની મજા પૂરી પાડે છે. ઈવેન્ટ અને વેડીંગ સ્પેશ્યાલિસ્ટસ, ઓર્ડર મુજબની સર્વિસીસ, કસ્ટમાઈઝ મેનુ અને આધુનિક સુશોભનમાં ઝીણામાં ઝીણી વિગત પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.