ગોવા જવાનો પ્લાન છે તો વાંચી લો આ નવો નિયમ

0
824
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગોવા તેના આકર્ષક દરિયાકિનારાના કારણે વિશ્વભરના ટૂરિસ્ટોને તેની તરફ ખેંચી લાવે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતમાંથી પણ ટૂરિસ્ટ ગોવાના બીચનો આનંદ માણવા જાય છે. પરંતુ ગોવાની સરકારે એક નિયમ બનાવ્યો છે જે કદાચ તમારે ધ્યાનમાં લેવો પડશે. 15 ઓગસ્ટ પછી આ નવો નિયમ લાગુ થવાનો છે.

ગોવા સરકારે નવું ફરમાન બહાર પાડ્યું છે, જેમાં ગોવામાં સાર્વજનિક સ્થળો પર 15મી ઓગસ્ટથી દારુ પર પ્રતિબંધ લાગવવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. એટલે કે હવે 15મી ઓગસ્ટ કે ત્યારબાદ જો કોઈ આ નિયમ તોડશે તો તેણે દંડ ભોગવવાની તૈયારી રાખવી પડશે.

બીચ એક સાર્વજનિક સ્થળ છે જ્યાં કોઈ પણ વ્યક્તિ આવી જઈ શકે છે, માટે ગોવાના અન્ય સ્થાનોની સાથે બીચ પર પણ બીયર કે દારુ પીવા પર પ્રતિબંધ લાગશે. જો તમારે આલ્કોહોલ લેવું હોય તો નજીકની રેસ્ટોરાંમાં લઈ જઈને પી શકો છો. મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે જાહેરાત કરીને કહ્યું છે કે, 15મી ઓગસ્ટથી ગોવામાં તમામ સાર્વજનિક સ્થળો પર દારુ પીવા પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે નવા નિયમની જાહેરાત તો કરી દીધી છે પણ નિયમ તોડવા પર કેટલો દંડ ભરવો પડશે તે અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી. આ સિવાય ગોવાના બીચ અને શહેરમાં પ્લાસ્ટિક બેગથી ગંદકી ફેલાવનારા લોકો સામે પણ પગલાં ભરવામાં આવશે. પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરશે તેણે 2500 રૂપિયા જેટલો દંડ ભરવો પડશે.