ગોવા એ ગુજરાતીઓ માટે હંમેશાથી ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન રહ્યું છે. અહીંનો દરિયાકિનારો, ચર્ચ, ક્રૂઝ બોટિંગ ગુજરાતીઓને હંમેશાથી આકર્ષે છે. તો આજે અમે આપને કલંગુટ બીચ પરના એક શાનદાર રિસોર્ટ વિશે જણાવીશું
હોટલ નિલમ ધ ગ્રાન્ડ રિસોર્ટ
નોર્થ ગોવામાં કલંગુટ બીચથી માત્ર દોઢ કિલોમીટરના અંતરે આ ભવ્ય 4 સ્ટાર રિસોર્ટ આવેલો છે. નીલમ ધ ગ્રાન્ડ રિસોર્ટ તમને તમામ આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. 4 સ્ટાર હોવા છતાં ઓફ સીઝનમાં એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તમે ગોઆઇબીબો, યાત્રા, મેકમાયટ્રીપ, અગોડા સહિત જેવી અલગ-અલગ બુકિંગ સાઇટસ પરથી 2500થી 4 હજારમાં રૂમ બુક કરાવી શકો છો. જો કે દિવાળીમાં ભાડા ડબલ થઇ જાય છે. હોટલમાં બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર અને સાઇટ સીન સાથેના પેકેજ પણ ઉપલબ્ધ છે જેની માહિતી તેની વેબસાઇટ http://www.thegrandgoa.com પરથી મેળવી શકાય છે.
હોટલ દ્ધારા અપાતી સુવિધા
• એરપોર્ટ ટ્રાન્સફર
• લોન્ડ્રી (Next day service)
• STD/ISD સુવિધા
• ઇન્ટરનેટ
• બિઝનેસ સેન્ટર
• સ્વિમિંગ પુલ
• પુલ ટેબલ
• જિમ, બ્યૂટિ પાર્લર, યોગા સેન્ટર
• ડોક્ટર ઓન કોલ
• પ્રકૃતિ – ફુલ આયૂર્વેદિક સેન્ટર
• સ્પોર્ટ્સ બાર
• મલ્ટી ક્વિશાઇન એસી રેસ્ટોરન્ટ
• કોફી શોપ
• ટેક્સી સર્વિસ
• મની એક્સચેન્જ
• બોટ ક્રૂઝ, ટ્રાવેલ ડેસ્ક, સાઇટસીંગ
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.