રાજસ્થાનના હેરિટેજ મહેલોને ઝાંખા પાડી દે છે અમદાવાદ નજીકનો આ રિસોર્ટ

0
1311
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મુળ સુરતના અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા એનઆરઆઇ બિઝનેસમેન પિયુષ પટેલે અમદાવાદ-ખેડા હાઇવે પર બારેજા નજીક બાંધ્યો છે પિયુષ પેલેસ. આ રિસોર્ટમાં 500 કરતાં વધુ કેસર કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઇકો ફ્રેન્ડલી કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવેલો પિયુષ પેલેસ એક ભવ્ય રિસોર્ટ છે. આ એક એવો રિસોર્ટ છે જે રાજસ્થાનના હેરિટેજ મહેલોને પણ ઝાંખા પાડી દે છે.

મૂળ સુરતના છે પિયુષ પટેલ

અમેરિકાના ન્યૂજર્સીમાં 200 મીલિયન ડોલર (અંદાજે 1300 કરોડ રૂપિયા)ની સંપત્તિ ધરાવતા પિયૂષ પટેલનો જન્મ સુરતમાં થયો છે. 1960માં યુ.કે.ની લિડ્સ યૂનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી તેઓ અમેરિકા ગયા. જ્યાં કોલંબિયા યૂનિવર્સિટીમાંથી એપ્લાયડ સાયન્સની ડિગ્રી મેળવી. તેઓએ પ્લાસ્ટિક એન્જિનયિરિંગની ડિગ્રી પણ 1964માં પ્રાપ્ત કરી. કેમિકલ ઉદ્યોગમાં તેઓ જાણીતું નામ છે.

પિયુષ પટેલનું બિઝનેસ એમ્પાયર

ન્યૂજર્સીની સુમિત રિસર્ચ લેબ્સના તેઓ સીઇઓ છે જે વોટર ટ્રીટમેન્ટ,પેપર માટે કેમિકલ્સ બનાવે છે. કંપનીનું ટોટલ રેવન્યૂ 200 મિલિયન ડોલર છે. કંપનીમાં 500 કરતાં વધુ લોકો નોકરી કરી રહ્યા છે અને તેમની કંપનીની હાજરી યુએસ ઉપરાંત ભારત અને બેંગકોકમાં પણ છે.

કેમિકલ ઉપરાંત, પિયૂષ પટેલનો બિઝનેસ ઓઇલ ડ્રિલિંગ, ઇલેક્ટ્રોનિક્સ, રિઅલ એસ્ટેટ, હોટલ-રેસ્ટોરન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, ટેક્સટાઇલ પ્રિન્ટિંગ અને પર્સનલ કેર સુધી ફેલાયેલો છે. અમદાવાદના પિયૂષ પેલેસ ઉપરાંત, અમેરિકાના મેનહટનમાં 15000 ચોરસફૂટમાં ફ્યૂઝન રેસ્ટોન્ટ અને બ્રોડ-વે પ્રકારનું થિએટર ધરાવે છે અને રોડ આઇલેન્ડમાં પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર પણ ધરાવે છે.

પિયુષ પેલેસની ખાસિયતો

અમદાવાદ-ખેડા હાઇવ પર બારેજા નજીક ગોબલજમાં અંદાજે 1 લાખ ચોરસફૂટમાં ભવ્ય રિસોર્ટ પિયુષ પેલેસનું નિર્માણ તેઓએ કર્યું છે. આ રિસોર્ટનો તમામ નફો સામાજીક કામ માટે વાપરવાનો તેઓએ નિર્ણય કર્યો છે. આ હેરિટેજ પ્રકારના રિસોર્ટમાં એલઇડી લાઇટિંગ, ક્લબ, 500 આંબાના ઝાડ, વિશાળ સ્વિમિંગ પુલ, વોટર રિસાયકલ પ્લાન્ટ છે. આ ઉપરાંત, યોગા અને નેચરોપેથી સેન્ટર, બેન્કવેટ હોલ, બોલિંગ એલી, રોક ક્લાઇમ્બિંગ, બાળકો માટે પ્લેઇંગ એરિયા, 50 કરતાં વધુ રૂમ અને પેન્ટહાઉસ છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.