ભારતના એવા 5 પ્રવાસન સ્થળ અંગે જણાવી રહ્યાં છીએ, જે અત્યારસુધી પ્રવાસીઓની નજરથી ચૂકાઇ ગયા છે. જોકે અહીંની સુંદરતા જોયા બાદ તમે ફરી એકવાર ત્યાં જવાનું જરૂરથી વિચારશો.
મંડાવા, રાજસ્થાન
મંડાવા, રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાનું એક શહેર છે. જે શેખાવાટી ક્ષેત્રનો બાગ છે. મંડાવા ઉત્તરમાં જયપુરથી 190 કિ.મી. દૂર છે. આ શહેર ત્યાંના કિલ્લા અને હવેલીના કારણે જાણીતું છે. આ શહેરની સોધ સૌથી પહેલા માંડૂના જાટોએ કરી હતી. ત્યારથી તેને માંડૂ કી ધાની નામથી પણ સંબોધવામાં આવે છે.
મેનપાટ, છત્તીસગઢ
સરગુજા જિલ્લામાં સમુદ્ર તટથી 3781 ફૂટની ઉંચાઇ પર સ્થિત મેનપાટ આશ્ચર્યજનક રીતે ઘણો ઠંડો પ્રદેશ રહે છે. તેથી તેને છત્તીસગઢનું શિમલા પણ કહેવામાં આવે છે. તેમજ અહીં તિબેટિયન મોનેસ્ટ્રી પણ છે. જેમાં લોકોના જીવન અને બૌદ્ધ મંદિર આકર્ષણનું કેન્દ્ર છે. જિલ્લા મુખ્યાલય અંબિકાપુરથી મેનપાટ પહોંચવાના બે રસ્તા છે. દરિમા એરપોર્ટથી મેનપાટ 50 કિ.મી. દૂર છે. રાયગઢ-કારાબેલથી 83 કિ.મી. દૂર છે. આ ઉપરાંત ગૌરઘાટ વોટરફોલ પોતાની પ્રાકૃતિક સુંદરતાના કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.
માલવણ, મહારાષ્ટ્ર
મુંબઇથી માત્ર 7 કિ.મી. દૂર સિંધુદુર્ગનો સુંદર કિલ્લો છે. સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ આ વિસ્તાર સિંધુદુર્ગ જિલ્લાનો તાલુકો પણ છે. માલવાન, શિવાજી દ્વારા નિર્મિત સિંધુદુર્ગ અને માલવની ભોજન માટે જાણીતું છે. આ સ્થળ કેરીની વિભિન્ન જાતો, અલફાંસો અને માલવની હાફુસ માટે પણ જાણીતું છે. સાથે જ અહીંની મીઠાઇ, જેમ કે માલવની ખેજા અને માલવની લાડુ આખા મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે.
અમાડુબી, ઝારખંડ
અમાડુબી ગામ જમશેદપુરથી દક્ષિણમાં 65 કિ.મી. દૂર સ્થિત છે. આગામ આર્ટ વિલેજ તરીકે જાણીતું છે. પૂર્વીય સિંહભૂમના ઘાલભૂમગઢ સ્થિત આ સમૃદ્ધ ગામમાં પયત્કર સમુદાયના ચિત્રકાર અને કલાકાર રહે છે. તેમની પેઇન્ટિંગ્સ દેશ-વિદેશમાં જાણીતી થઇ છે. તેમની ચિત્ર કારીગરીની રીત શાનદાર છે. તે બકરીના વાળ અને સોથી પેઇન્ટિંગ કરે છે. રંગ માટે સિંદૂરનો ઉપયોગ કરે છે.