ઉદયપુર ભારતના સૌથી પોપ્યુલર અને સુંદર શહેર પૈકીનું એક છે. અહીં અનેક ભવ્ય મહેલો, સુંદર તળાવો અને મંદિરો જોવા મળે છે. આમ છતા, મોટાભાગના લોકો ઉદયપુરના વાઈબ્રન્ટ નાઈટલાઈફ વિશે વધુ જાણતા નથી. જેવો સૂર્ય આથમે અને ચંદ્ર-તારા ચમકવા લાગે તમે તમારા મિત્રો સાથે ઉદયપુરની કેટલાક ખૂબ જ જાણીતા બાર અને રેસ્ટોરન્ટમાં જઈ મિત્રો સાથે ઠંડી બિયર અને શાનદાર ફૂડની મજા માણી શકો છો. અહીં અમે તમારા માટે શહેરના કેટલાક બેસ્ટ સ્થળોનું લિસ્ટ બનાવ્યું છે જ્યાં તમે તમારા ફ્રેન્ડ્ઝ અને પાર્ટનર સાથે નાઈટઆઉટની મજા માણી શકો છો.
અપર બાય 1559AD
અપર બાય 1559ADની મુલાકાત આખા દિવસના સાઈટસિઈંગના થાકને ઉતારવાનો પરફેક્ટ એન્ટિડોઝ છે. અહીંથી તમે સિટી પેલેસ અને લેક પેલેસના રસ્તાનો અદભુત નજારો પણ જોઈ શકો છો. સૂર્ય થોડો આથમે તે સમયે અહીંથી શાનદાર સનસેટનો નજારો જોઈ શકાય છે. ડાઈનિંગ અને વાઈનિંગમાં બાર ટેરેસમાં એકથી એકથી જૂની-જાણીતી બ્રાન્ડ્સ સર્વ કરવામાં આવે છે જ્યારે અહીં ફૂટ પણ ખૂબ જ ડિલિશિયસ હોય છે. આ સ્થળ તમારી મનપસંદ વ્યક્તિ સાથે ડિનર ડેટ જવા માટે પરફેક્ટ છે.
એડ્રેસ: લેક પિચોલા હોટલ, ચાંદપોળની બહાર, હનુમાન ઘાટ પાસે, ઉદયપુર!
ધ વિનો
પ્રખ્યાત લાલ બાગ એરિયા સ્થિત ધ વિનો ઉદયપુરના બેસ્ટ રેસ્ટ્રો-બાર્સમાં નામ ધરાવે છે. આખા દિવસની થકવી નાખનારી સાઈટસીઈંગ કર્યા પછી આ સ્થળે જઈને રિલેક્શ થઈ શકો છો. આ બારની લાઈટિંગ અને શાનદાર ઈન્ટિરિયર તમને આકર્ષિત કરશે. અહીં આખી દુનિયામાંથી વાઈનનું કલેક્શન કરવામાં આવ્યું છે. લિકર ઉપરાંત અહીં ફૂડ પણ એટલું જ શાનદાર મળે છે કે, તમને સંતોષનો અહેસાસ થશે.
એડ્રેસ: લાલ બાગ – ધ ક્લબ હાઉસ રેસ્ટોરન્ટ, MG કૉલેજ રોડ, ઉદયપુર
પાનેરા બાર
પાનેરા બારની મુલાકાત લેવાનો સૌથી સારો સમય સનસેટ છે. આ સમયે તમે અહીંથી સિટીનો સૌથી શાનદાર નજારો જોવાની સાથે તમારી ફેવરેટ ડ્રિંક લઈ શકો છો. અહીં જાઓ, બેસો અને રિલેક્શ થાવ. રાજસ્થાની ડેકોરથી સજેલા આ બારમાં તમે પૂલ સાઈડ પર પગને ઠંડા પાણીમાં ડૂબોળી શેમ્પેઈનની મજા લઈ શકો છો.
ક્લબ વૉલ્કેનો
આ ઉદયપુરની સૌથી એનર્જેટિક અને વાયબ્રન્ટ ક્બલ પૈકીની એક છે જ્યાં મેહમાનો ખૂબ સારો સમય પસાર કરી શકે છે. શાહી ડેકોરેશન, જેઝ મ્યૂઝિક અને ઈન્ફોર્મલ સેટઅપ ધરાવતું આ પ્લેસ યંગ ક્રાઉડ માટે પરફેક્ટ પ્લેસ છે. જો તમારે થોડું લાઉડ મ્યૂઝિક અને લેટ નાઈટ ડ્રિંક્સ એન્જોય કરવું હોય તો ક્લબ વૉલ્કેનો તમારા માટે ઉદયપુરમાં પરફેક્ટ સ્થળ છે.
એડ્રેસ: ન્યૂઝ ફતેહપુરા, પંચવટી, ઉદયપુર
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.