ઇન્ડિયામાં એવી અનેક જગ્યાઓ છે જ્યાંની સુંદરતા અને ત્યાં રહેતા લોકો બીજા લોકોથી અનેક બાબતોમાં અલગ અને ખાસ છે. ઇન્ડિયામાં ‘નેશનલ ટૂરિઝમ ડે’ના પ્રસંગે આજે આવી જ કેટલીક અનોખી જગ્યાઓ અંગે જાણીશું જ્યાં જઇને તમે તેને સેલિબ્રેટ કરી શકો છો.
‘નેશનલ ટૂરિઝમ ડે’ દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે જેનો હેતુ લોકોને ટૂરિઝમ તરફ પ્રોત્સાહન આપવાનો છે જે દેશના આર્થિક વિકાસમાં ઘણું મોટું યોગદાન આપે છે.
ફુગતાલ ગોમ્પા
ફુગતાલ ગોમ્પા, એશિયાની એવી મોનેસ્ટ્રી છે જે અંગે ઘણાં જ ઓછા લોકો જાણે છે. જંસ્કારમાં પર્વતો પર બનેલી આ મોનેસ્ટ્રી ઘણી જ આકર્ષક લાગે છે. અહીં પહોંચવા અને આ જગ્યાને જોવાનો અનુભવ હોય છે એકદમ અલગ અને ખાસ. ઉંચાઇ પર પહોંચીને તમને અહીંથી સરપ નદીની સુંદરતાનો નજારો જોઇ શકે છે. અહીં સુધી પહોંચવા માટે કોઇ રોડ માર્ગ નથી. એક કે બે દિવસનો ટ્રેક કરીને જ અહીં સુધી પહોંચી શકવાનું શક્ય છે.
દામરો, અરૂણાચલ પ્રદેશ
દામરો, અરૂણાચલ પ્રદેશનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ છે. જે અંગે ઘણાં જ ઓછા લોકો જાણે છે. અહીંની કુલ જનસંખ્યા 300-400ની વચ્ચે છે અને અંદાજે 61 વાંસના બનેલા ઘર છે. દામરો, બીજા શહેરો જેટલું જાણીતું તો નથી પરંતુ તેની સુંદરતા ટકવાનું કારણ આ પણ છે. જો તક મળે તો આ જગ્યાને જરૂર જુઓ અને અહીં બનતી સ્મોક પોર્ક, રાજા ચટની અને રાઇસ બિયરને ચાખવાનું બિલકુલ મિસ ન કરો.
જાવઇ, રાજસ્થાન
વાઇલ્ડલાઇફને એક્સપ્લોર કરવાનો શોખ રાખો છો તો જાવઇ આવવાનો પ્લાન કરો. જાવઇ લેપર્ડ કેમ્પ જઇને તમે લેપર્ડને સ્પોટ કરી શકો છો. લક્ઝરી ટેન્ટ્સને જગમગ કરતા લેમ્પની રોશની અને પારંપારિક રાજસ્થાની ખાણીપીણીનો સ્વાદ આ જગ્યાને બનાવે છે કંઇક ખાસ. ફ્લેમિંગોથી લઇને ગીડ, ક્રેન્સ અને બીજા સુંદર માઇગ્રેટરી બર્ડ્સના હાવભાવને તમે કેમેરામાં ઉતારી શકો છો. જો તમારૂ નસીબ સારૂ હશે તો સ્લોથ બિયર, વરૂ (વુલ્ફ) અને એન્ટિલોપ્સ પણ જોવા મળી જશે.
અમાડુબી, ઝારખંડ
ઝારખંડમાં આર્ટ ઓફ વિલેજના નામે જાણીતા આ ગામની સુંદરતા છે અહીંના રહેનારા લોકો. જેમના હાથ કળા અને પેન્ટિંગ્ઝમાં એટલા કલાત્મક છે કે તેને જોઇને તમે પણ દાંત નીચે આંગળીઓ ચાવી જશો. અહીં આવીને એવું લાગશે કે જાણે કે કળાનો આનાથી વધુ સુંદર નમૂનો પહેલા નહીં જોયો હોય. સિંદુરને લાલ રંગની જગ્યાએ ઉપયોગ કરનારા અહીંના કલાકાર પેન્ટિંગ માટે બકરીના વાળોનો ઉપયોગ કરે છે. નાની પરંતુ સુંદર અને મેનટેન ઝૂંપડિઓ, ચારે તરફ વેરાયેલું અહીંનું ખાનપાન અને તુસુ તેમજ દાનસાઇ જેવા રંગારંગ કાર્યક્રમ તમને એડવેન્ચરને એક્સપ્લોર કરવાની આપશે સુંદર તક. અહીંથી તમે ફરી ક્રોફ્ટ, મિથિલા સાડી, પેતકાર પેન્ટિંગ જેવી ઘણી ચીજોની ખરીદી કરી શકો છો.