દુનિયાની સૌથી ઉંચી હોટલ દુબઇમાં બની છે. 75 માળની બિલ્ડિગનું નામ ગેવોરા હોટલ છે. હોટલની ઉંચાઇ 356 મીટર છે. ગેવોરા હોટલની બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ગોલ્ડ કલરની છે.જેમાં 4 રેસ્ટોરન્ટ, ઓપન એર પૂલ ડેક, 71માં મંઝિલ પર લક્ઝરી સ્પા છે, હેલ્થ ક્લબ અને જાકુજી પણ છે. આ અગાઉ જેડબ્લ્યુ મેરિયેટ માર્કિસ હોટલ દુનિયાની સૌથી ઉંચી હોટલ હતી. તેની ઉંચાઇ 355 મીટર છે. આવો જાણીએ છે ગેવોરા હોટલમાં શું નવું હશે અને શું ખાસિયત હશે…
એફિલ ટૉવરથી પણ ઉંચી છે હોટલ
ગેવોરા હોટલ પેરિસના એફિલ ટૉવરથી પણ ઉંચી છે. એફિલ ટાવરની ઉંચાઇ 300 મીટર છે તો ગેવોરા હોટલની ઉંચાઇ 356 છે. ગેવોરા હોટલમા 528 રૂમ છે. આ હોટલના રૂમ ઘણાં જ આલીશાન છે. જો કે જેડબ્લૂ મેરિયટ માર્કિસ હોટલમાં 1608 રૂમ છે. thesunના રિપોર્ટ અનુસાર, આ હોટલમાં સૌથી ખાસ છે એન્ટ્રન્સ. ગોલ્ડ પ્લેટેડ રિવૉલ્વિંગ ડોર્સથી ગેસ્ટ અંદર દાખલ થશે. હોટલનો સૌથી નાનો રૂમ પણ 43 મીટર સ્કેવરનો છે.
હોટલની છત પર છે પૂલ બાર
આ હોટલની એક વધુ ખાસિયત છે તેની છત પર બનેલો પૂલ. 356 મીટર ઉપર પૂલ બનેલો છે. જ્યાંથી આખુ શહેર નજરે પડે છે. પૂલ ટૉપ દુનિયાની સૌથી ઉંચી ઇમારત (828 મીટર) બુર્જ ખલીફાની સામે છે. અહીંથી બુર્જ ખલીફા બિલકુલ ચોખ્ખુ દેખાય છે. દુનિયાની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા પણ દુબઇમાં જ છે. જેની ઉંચાઇ ગેવોરા હોટલથી બેગણીથી પણ 116 મીટર વધુ છે.