ભારતના 8 અજીબોગરીબ રેસ્ટોરન્ટ જ્યાં છે બધુ જ અલગ

0
326
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

જ્યારે તમે કોઇ રેસ્ટોરન્ટમાં જમવા માટે જાઓ ત્યારે 30 મિનિટથી 1 કલાક સુધી આરામથી રોકાઓ છો અને ત્યારે કસ્ટમર ખાવાની સાથે તે રેસ્ટોરન્ટના માહોલથી ઘણાં પ્રભાવિત થાય છે જેના કારણે બધા રેસ્ટોરન્ટ અલગ દેખાવા માટે અલગ રીતો પણ અપનાવે છે. તો ચાલો આજે જાણીએ ભારતના એવા 10 વિચિત્ર રેસ્ટોરન્ટ અંગે જે પોતાની વિચિત્રતા માટે ઘણાં ફેમસ છે.

1. નેચર્સ ટોયલેટ કેફે, અમદાવાદ- Nature’s Toilet Cafe, Ahmedabad

જો કોઇ કેફેનું નામ ટોઇલેટ સાથે જોડી દેવામાં આવે તો તમને જરુર હસુ આવે. પરંતુ દોસ્તો અમદાવાદ શહેરમાં એક રેસ્ટોરન્ટ છે નેચરલ ટોઇલેટ કેફે જે પોતાનની “Eat while you sit on the pot”ની થીમ પર ચાલે છે, એટલે કે દોસ્તો આ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાતી વખતે ખુરશી કે સોફા નહીં પરંતુ ટોયલેટની સીટ પર બેસાડવામાં આવે છે. આ રેસ્ટોરન્ટ બિલકુલ ટોયલેટ મ્યુઝિયમના જેવું દેખાય છે. અહીં ગ્રાહકોને આકર્ષવા માટે ટોઇલેટ ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે જેમાં 1950થી લઇને અત્યાર સુધી ભારતમાં અલગ અલગ ઉપયોગમાં લેવાલેયા ટોઇલેટનો સંગ્રહ છે. આ રેસ્ટોરન્ટ એવા લોકો માટે બન્યુ છે જે ખાવાનું ખાતી વખતે કંઇક અલગ ફિલિંગ લેવા માંગે છે. સાથે જ ટોઇલેટમાં બેસીને કંઇક ન કંઇક ખાવાની આદત હોય છે.

2. અંધારામાં ખાવાનો સ્વાદ – Taste of Darkness

મિત્રો હૈદરાબાદની આ રેસ્ટોરન્ટ એવા લોકો માટે ખાસ કરીને બની છે જેમને અંધારા પ્રત્યે વિશેષ પ્રેમ છે. આ રેસ્ટોરન્ટમાં તમે તમારી મનપસંદ ડિશનો સ્વાદ તો લઇ શકો છો પરંતુ તેને જોઇ નથી શકતા કારણ કે આ રેસ્ટોરન્ટમાં પ્રકાશ નામનો શબ્દ જ નથી. આ રેસ્ટોરન્ટમાં આવનારા બધા ગ્રાહકોને અંદર જતા પહેલા અંધારામાં ખાવાનું ખાવાની સૂચના આપવામાં આવે છે સાથે જ અંદર તમારે તમારા મગજથી પણ કામ પાર પાડવાનું રહેશે. આ રેસ્ટોરન્ટ વીજળી બચાવવા માટે લોકો માટે પ્રેરણા પણ બની ગઇ છે. લોકોને આ રેસ્ટોરન્ટની બહાર આવ્યા બાદ પોતાની આંખોનું અસલી મહત્વ ખબર પડે છે.

3. ન્યૂ લકી રેસ્ટોન્ટ, અમદાવાદ

મિત્રો જો કોઇ તમને સ્મશાનમાં ખાવાનું ખાવા માટે કહે તો તમે શું કરશો. કદાચ ના પાડશો. સાથે તમે આવું કહેનારાને ગાંડો ગણશો. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં ન્યૂ લકી રેસ્ટોરન્ટ છે જેના માલિક કૃષ્ણનન કુટ્ટીનું કંઇક અલગ જ માનવું છે. તેમના મતે કબર તેમના માટે ગુડ લક ચાર્મ છે અને આ જ વિચારના કારણે તેમણે પોતાની રેસ્ટોરન્ટ કબ્રસ્તાન પર બનાવી છે. લકી રેસ્ટોરન્ટમાં ટેબલ ખુરશીની સાથે કબર પણ જોડાયેલી છે. આ રેસ્ટોરન્ટ 50 વર્ષ કરતાં પણ વધારે જુની છે. ચા અને મસ્કાબન માટે ફેમસ છે.

4. સેવા કેફે, અમદાવાદ – Seva Cafe

જેવુ આ કેફેનું નામ છે તેવું જ તેનું કામ છે. આ કેફેએ એક અલગ જ કન્સેપ્ટ અપનાવ્યો છે. તે ભારતની સંસ્કૃતિનું એક અલગ જ સ્વરુપ છે. આ કેફેમાં આવનારા બધા લોકોનું પૂજાની થાળી અને કુમકુમથી સ્વાગત કરવામાં આવે છે. રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે અહીં ખાવાનું ખાધા પછી તમારે બિલ ચૂકવવાની જરુર નથી. પરંતુ એક કવર આપવામાં આવે છે જેની પર લખ્યું હોય છે Pey Form Your Heart જેનો અર્થ એ છે કે તમે તમારી ઇચ્છા અનુસાર જેટલી મરજી થાય તેટલા રૂપિયા ચૂકવો. આ કેફેને એક ઘરની જેમ બનાવાયું છે. તમે અહીં ખાવાનું ખાધા પછી આ લોકોની ખાવાનું બનાવવામાં અને અન્ય કામમાં મદદ પણ કરી શકો છો.

5. ધ બાર સ્ટૉક એક્સચેન્જ મુંબઇ – The Bar Stock Exchange

દોસ્તો નામ પરથી એવું લાગે છે કે મુંબઇની આ રેસ્ટોરન્ટ કોઇ સ્ટોક માર્કેટથી કમ નહીં હોય પરંતુ મિત્રો તમારે અહીં શેરબજારની જેમ પૈસા નહીં લગાવવા પડે પરંતુ તમે જે ડ્રીંક કર્યું છે તેના જ રુપિયા આપવા પડશે અને આ રુપિયા ચૂકવવાની રીત પણ કંઇક અલગ જ છે. આ રેસ્ટોરન્ટમાં વસ્તુના ભાવ સ્ટોક માર્કેટની જેમ ઘટતા અને વધતા રહે છે. જ્યારે આ બાર ખુલે છે ત્યારે તેમાં રહેલી વસ્તુઓ સસ્તી મળે છે અને જેવી ચીજોની માંગ વધુ થવા લાગે છે ત્યારે તેની કિંમત ઘટવા લાગે છે. આ બાર માલિકે ઇકોનોમી એન્ડ સપ્લાયના કોન્સેપ્ટને દિલથી લઇ લીધો છે.

6. કેદી કિચન, ચેન્નઇ – Kaidi Kitchen

ઘણી વાર આપણે વિચારીએ છીએ કે જેલનું ખાવાનું કેવું હોય અને તેનો સ્વાદ કેવો હોય. વિચારવાનું બંધ કરો અને ચેન્નઇમાં સ્થિત કેદી કિચનમાં મિત્રો સાથે પહોંચી જાઓ. આ રેસ્ટોરન્ટમાં ગભરાવાની જરુર નથી. આ રેસ્ટોરન્ટને એક જેલ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. તમે અહીં જમવાનો ઓર્ડર જેલર અને કેદીને વેઇટર તરીકે જોઇ શકો છો. અહીંની રસોઇ એટલી સ્વાદિષ્ટ છે કે એકવાર ખાધા બાદ ફરી આ જેલમાં જવાની ઇચ્છા થશે.

7. સિલ્વર મેટ્રો, બેંગલોર – Silver Metro

જીવનમાં તમે ક્યારેક તો ટ્રેનની મુસાફરીનો આનંદ ઉઠાવ્યો જ હશે. જો અમે તમને કરીએ કે રજાના દિવસે ટ્રેનમાં લંચ અને ડિનર કરવા લઇ જઇએ તો તમને થશે કે આવું કોણ કરે પરંતુ બેગ્લોરમાં આવેલા આ રેસ્ટોરન્ટને ટ્રેનનો આકાર આપવામાં આવ્યો છે. જેમાં ટ્રેનમાં જોવા મળતી બધી ચીજો છે ફક્ત ફરક એટલો કે અહીં સ્વાદિષ્ટ ભોજન મળે છે.

8.70 MM હૈદરાબાદ – 70MM Hyderabad

જો તમે પણ એવા લોકોના લિસ્ટમાં સામેલ છો જેને બૉલીવુડ પ્રત્યે ઘણો પ્રેમ છે તો પછી માની લોકો કે આ જગ્યા તમારા માટે જ બની છે. આ જગ્યાને સંપૂર્ણ રીતે બૉલીવુડ થીમ પર બનાવાઇ છે. જ્યાં તમને બૉલીવુડની બધી જ હિટ ફિલ્મોના પોસ્ટર જોવા મળશે. પછી તે સલમાન ખાન હોય કે બીજો કોઇ બૉલીવુડ હીરો. આ રેસ્ટોરન્ટમાં મજા ત્યારે આવશે જ્યારે અહીં જમવાની સાથે તમને બૉલીવુડની હિટ ફિલ્મો બતાવવામાં આવશે. મિત્રો જો કોઇને ખાવાની સાથે મનપસંદ મુવી જોવા મળે તો તેની વાત જ કંઇક અલગ હોય છે.