દુબઇની આ લકઝરી હોટલ બોલીવુડ સેલિબ્રિટીઝમાં છે લોકપ્રિય, જાણો તેની ખાસિયત

0
466
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

બૉલીવુડ કલાકારો જ્યારે દુબઇ જાય છે ત્યારે મોટાભાગે ફાઇવ સ્ટાર હોટલ જુમેરાહ એમિરેટ્સમાં જ રોકાય છે. દુબઇનું આ ખાસ ડેસ્ટિનેશન છે. શ્રીદેવીના ભત્રીજાના લગ્ન આ જ હોટલમાં થયા હતા અને શ્રીદેવીનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પણ આ જ હોટલમાં થયું હતું.

આ હોટલ છે બોલીવુડનું ફેવરિટ ડેસ્ટિનેશન

દુબઇનો જુમેરાહ એમિરેટ્સ ટાવર દુનિયાની સૌથી આલીશાન હોટલ્સમાં સામેલ છે. સાથે જ આ હોટલ બૉલીવુડ કલાકારોનું ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. બોલીવુડ સેલિબ્રિટીઝ અવારનવાર અહીં શો અને ઇવેન્ટ્સમાં સામેલ થવા જાય છે.

આ હોટલની ખાસ ચીજો

આ હોટલના લકઝરી રૂમ, રિસોર્ટ, સ્વિમિંગ પુલ, જિમ સહિત અન્ય સુવિધા સામેલ છે. આ જ કારણ છે કે દુબઇની આ હોટલમાં શ્રીદેવી પણ રોકાઇ હતી.

ટૂ-સિસ્ટર નામથી ચર્ચિત હોટલ

સંયુક્ત આરબ અમીરાતની દુબઇ સ્થિત એમિરેટ્સ ટાવર 56 માળની હોટલ છે. આ હોટલને જુમેરાહ ઇન્ટરનેશનલ ગ્રુપ ઑપરેટ કરે છે. જેમાં 40 લકઝરી સ્યૂટ છે. આ ટાવર્સ હોટલ્સ દુબઇમાં ટૂ સિસ્ટરના નામથી પણ ચર્ચિત છે.

1,020,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે હોટલ

દુબઇની આ હોટલ દુનિયાની ત્રીજી સૌથી લાંબી હોટલ છે. તે દુનિયાની સૌથી લાંબી બિલ્ડિંગના લિસ્ટમાં 48માં નંબરે આવે છે. 1996માં શરૂ થયેલી આ ટાવર હોટલનું કામ 15 એપ્રિલ 2000 ના રોજ પૂર્ણ થયું હતું. 56 માળની આ ટાવર હોટલનો ફ્લોર એરિયા 1,020,000 ચોરસ ફૂટ છે. આ હોટલમાં 400 રૂમ છે. આ ટાવરને ડિઝાઇન કરવામાં Hazel W.S.વોંગ નૂર અને ગ્રુપ કન્સલ્ટન્ટ Int.લિમિટેડ સામેલ છે.

ભાડું 30 હજારથી શરુઆત

જુમેરાહ એમિરેટ્સ ટાવરની આ હોટલમાં એક રૂમનું ભાડું લગભગ 30 હજાર રૂપિયાની નજીક છે. હોટલની વેબસાઇટ અનુસાર 1 રાતનું ભાડું સ્થાનિક કરન્સીમાં 1550 AED જે, રૂપિયામાં અંદાજે 30 હજાર થાય છે. જો કે ભાડામાં ફેરફાર થતો રહે છે. ઓફ સીઝનમાં ઓછું ભાડું પણ હોઇ શકે છે.