આ દેશમાં બની રહી છે દુનિયાની સૌથી મોટી હોટલ, હશે 10 હજાર રૂમ

0
342
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દુનિયાભરમાં અનેક મોટી અને વિશાલ હોટલો છે, જેને જોતા જ તેની પરથી તમારી નજર નથી હટતી. સામાન્ય રીતે મોટામાં મોટી હોટલોમાં પણ વધુમાં વધુ 500 કે 1000ની આસપાસ રુમ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયાની સૌથી મોટી હોટલ, જે હજુ બની રહી છે, તેમાં કેટલા રુમ છે અને તે હોટલનું નામ શું છે અને તે ક્યાં છે? આ બધા સવાલોના જવાબ અને આપને આપીશું, પરંતુ તે પહેલા એ જાણી લઇએ કે હાલના સમયમાં દુનિયાની સૌથી મોટી હોટલ કઇ છે?

હાલ મલેશિયાની ‘ફર્સ્ટ વર્લ્ડ હોટલ’ને દુનિયાની સૌથી મોટી હોટલનો દરજ્જો પ્રાપ્ત છે, જેમાં કુલ 7,351 રૂમ છે. જેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. જો કે હવે આનાથી પણ મોટી હોટલ સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં બની રહી છે, જેમાં કુલ 10 હજાર રૂમ હશે. 12 ટાવર્સ ધરાવતી આ હોટલમાં રુમ ઉપરાંત 70 રેસ્ટોરન્ટ પણ હશે, જે દિવસ-રાત ખુલ્લા રહેશે.

આ હોટલનું નામ અબરાજ કુદાઇ છે. 45 માળની આ હોટલની ઉપર ચાર હેલીપેડ્સ પણ બનાવાયા છે. જેથી જો મહેમાન હેલીકૉપ્ટરથી આવી રહ્યા છે તો તેમનું હેલીકૉપ્ટર ત્યાંથી લેન્ડ થઇ શકે. આ હોટલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના પાંચ ફ્લોરને ફક્ત સાઉદી અરેબિયાના શાહી પરિવાર માટે ઉપયોગ માટે બનાવાઇ છે, જ્યાં મંજૂરી વગર સામાન્ય લોકોને જવાની મનાઇ છે.

માનવામાં આવી રહ્યું છે કે આ હોટલના નિર્માણમાં 100 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થશે. આ હોટલ સુરક્ષાની સાથે-સાથે બધા પ્રકારની સુવિધાઓથી સજ્જ હશે. આમ તો હોટલ લગભગ બનીને તૈયાર છે, પરંતુ હજુ પણ ઘણું કામ બાકી છે. જ્યારે તે બનીને તૈયાર થઇ જશે ત્યારે તે દુનિયાની સૌથી મોટી હોટલ તરીકે પ્રખ્યાત થશે.

પહેલા એમ માનવામાં આવતું હતું કે અબરાજ કુદાઇ હોટલ વર્ષ 2017 સુધી બનીને તૈયાર થઇ જશે, પરંતુ 2015માં કેટલીક આર્થિક મુશ્કેલીઓના કારણે નિર્માણ કાર્યને અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ એવા સમાચાર આવ્યા હતા કે હોટલ 2019 કે પછી 2020 સુધીમાં બનીને તૈયાર થઇ જશે. પરંતુ કોરોના મહામારીના કારણે હજુ આ હોટલ તૈયાર થઇ નથી.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.