આ મંદિરમાં મૂર્તિમાંથી પરસેવો નીકળવાનો મતલબ માનતા પૂરી

0
578
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ચંબા જિલ્લાના ઐતિહાસિક મંદિરોમાંનું એક ભદ્રકાળી માતાનું મંદિરનું નામ અહીં વસેલા નાનકડા ગામ ભલેઇના નામથી પડ્યું છે. દેશના ખૂણે ખૂણામાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે. સામાન્ય દિવસોના મુકાબલે નવરાત્રીમાં દર્શનાર્થીઓની સારીએવી ભીડ અહીં જોવા મળે છે. માતા ભદ્રકાળીમાં અપાર શ્રદ્ધા રાખનારા લોકોનું માનવું છે કે અહીં સાચા દિલથી માંગવામાં આવેલી દરેક માનતા પૂરી થાય છે.

ભદ્રકાળી ભલેઇ મંદિરનો રસપ્રદ ઇતિહાસ

ડેલહાઉસીથી અંદાજે 38 કિલોમીટર દૂર સ્વયંભૂ પ્રકટેલા માતા ભલેઇનું મંદિર છે. કહેવાય છે કે ભદ્રકાળી માં ભલેઇ ભ્રાણ નામના સ્થળે સ્વયંભૂ પ્રગટ થઇ હતી અને ચંબાના રાજા પ્રતાપસિંહ દ્ધારા માં ભલેઇના મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. 60ના દશકથી અહીં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. ત્યાર બાદ માં ભલેઇની એક અનન્ય દુર્ગા બહેનને માં ભલેઇએ સ્વપ્નમાં દર્શન આપીને આદેશ આપ્યો હતો કે સૌથી પહેલા દુર્ગા બહેન માં ભલેઇના દર્શન કરશે, ત્યાર બાદ અન્ય મહિલાઓ પણ માં ભલેઇના દર્શન કરી શકે છે.

કહેવાય છે કે એકવાર ચોર માં ભલેઇની મૂર્તિને ચોરીને લઇ ગયા હતા. ચોર જ્યારે ચોહડા નામના સ્થળે પહોચ્યા તો એક ચમત્કાર થયો. ચોર જ્યારે માંની પ્રતિમાને ઉઠાવીને આગળની તરફ વધતા તો તેઓ અંધ થઇ જતા અને જ્યારે પાછળની તરફ જોતા તો તેને બધુ જ દેખાતું. આનાથી ભયભીત થઇને ચોર ચૌહડામાં જ માં ભલેઇની પ્રતિમાને છોડીને ભાગી ગયા. પછીથી સંપૂર્ણ વિધિ અને પ્રાણપ્રતિષ્ઠા સાથે માતાની બે ફૂટ ઊંચી કાળા રંગની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. માનવામાં આવે છે કે જ્યારે માતા પ્રસન્ન થાય છે તો મૂર્તિમાંથી પરસેવો નીકળે છે. પરસેવાનો અર્થ એ છે કે માતા પાસે માંગવામાં આવેલી માનતા પૂર્ણ થશે.

મંદિરની બનાવટ અને વાસ્તુકલા

લોકોનું કહેવું છે કે મંદિર બનાવવા માટે માં ભલેઇએ જ રાજા પ્રતાપ સિંહને ધન ઉપલબ્ધ કરાવ્યું હતું. હજારો વર્ષ પહેલા બનેલા આ મંદિરની વાસ્તુકલાને જોઇને દરેક આશ્ચર્યચક્તિ થઇ જાય છે. ભલેઇ માતાની ચર્તુભુજી મૂર્તિ કાળા પત્થરથી બનેલી છે અને તે જાતે પ્રગટ થઇ હતી. માતાના જમણા હાથમાં ખપ્પર અને ડાબા હાથમાં ત્રિશૂળ છે. મંદિરના મુખ્ય દરબાર પર ઓરિસ્સાના કલાકારોની કારીગરીનો શાનદાર નમૂનો જોઇ શકાય છે.

કેવી રીતે પહોંચશો ડેલહાઉસી

ભલેઇ ગામ ડેલહાઉસીથી 35 કિમી દૂર છે. ડેલહાઉસી માટે દિલ્હી, જમ્મૂ, પઠાણકોટ અને ગગલ (ધર્મશાળા) સુધી એરપોર્ટ તેમજ ત્યાંથી આગળ બસ અને ટેક્સીના માધ્યથી પહોંચી શકાય છે. અહીં પહોંચવા માટે પઠાણકોટ સુધી ટ્રેનની પણ સુવિધા પ્રાપ્ય છે. પઠાણકોટથી ડેલહાઉસી ડેલહાઉસીનું અંતર 82 કિલોમીટર છે. દિલ્હીથી 564 કિમી, ચંદિગઢથી 325 કિલોમીટર, પઠાણકોટથી 82 કિલોમીટર તથા કાંગડા એરપોર્ટથી 120 કિલોમીટરના અંતરે છે.