દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી નમર્દા સ્થિત સરદાર પટેલની પ્રતિમાની છેલ્લા 80 દિવસની આવક જોઇને તમે ચોંકી જશો. આ પ્રતિમા જ્યારથી બની છે ત્યારથી તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. કેવડિયા કોલોની સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 80 દિવસમાં 8.12 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ટિકિટોથી લગભગ 19.09 કરોડની આવક થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાપર્ણ કર્યુ હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટનો દર 350થી 1,000 રૂપિયા છે. ગત 31 ઓક્ટોબરથી 31મી જાન્યુઆરી દરમિયાન 8.12 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.
નવેમ્બરમાં ૨.૭૯ લાખ મુલાકાતીઓથી 6.39 કરોડ ટિકિટની આવક, ડિસેમ્બરમાં 2.50 લાખ મુલાકાતીઓથી 5.70 કરોડ અને જાન્યુઆરીમાં2.83 લાખ મુલાકાતીઓથી 7.42 કરોડની આવક સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સંચાલન કરતી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને થઈ છે. ઉલ્લખેનીય છે કે, 80 દિવસમાં જ કુલ 8.12 લાખ મુલાકાતીઓ થકી 19.09 કરોડની જંગી આવક સ્ટેચ્યૂ ઓફ યુનિટીને થઈ છે.