નવી દિલ્હીઃ આધુનિક સમયમાં લોકો ચંદ્ર પર પોતાનું ઘર બનાવવા માંગે છે. કેટલાકે તો બાકાયદા ચંદ્ર પર જમીન ખરીદી છે. આમ તો અંતરિક્ષમાં જમીન ખરીદવી ગેરકાયદે છે. આના માટે ઇસ.1967માં એક કાયદો બનાવાયો હતો. જેમાં ચંદ્ર અને તારા પર જમીન ખરીદવા અને વેચવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવાયો હતો. આ સમજૂતી પર ભારત સહિત 104 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા.
જે લોકોને ચંદ્ર પર ફરવા જવું છે તેમણે નિરાશ થવાની જરૂર નથી કારણ કે ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં તમને ચંદ્રની મુસાફરી કર્યાનો અનુભવ થશે. આ જગ્યાનું નામ છે મૂનલેન્ડ. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ.
મૂનલેન્ડ ક્યાં છે
આ જગ્યા ભારતના કાશ્મીરમાં છે. લેહથી ફક્ત 127 કિલોમીટરના અંતરે છે. આ જગ્યાનું નામ લામાયુરૂ ગામ છે. આખી દુનિયામાંથી લોકો આ ગામમાં ફરવા આવે છે. ખાસકરીને મૂનલેન્ડના દર્શન કરવા જરૂર આવે છે. આ ગામ 3,510 મીટરની ઊંચાઇ પર સ્થિત છે.
શું છે ખાસિયત
એવું કહેવાય છે કે પહેલા આ જગ્યા પર ઝરણું હતું જે બાદમાં સુકાઇ ગયું. લામાયુર ગામમાં એક મઠ પણ છે જે આકર્ષણનું કેન્દ્ર છે. જ્યારે સરોવરની પીણી-સફેદ માટી બિલકુલ ચંદ્રની જમીનના જેવી જ દેખાય છે. પૂનમની રાતે જ્યારે ચંદ્રનો પ્રકાશ તેની પર પડે છે તો માટી ચંદ્રની જેમ ચમકવા લાગે છે.