ઈમેજિકા લાવ્યું લોંગ વીકએન્ડ ઓફર્સ, સિંગાપુર ફરવાની તક

0
402
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મોન્સૂન ચાલુ છે ત્યારે ભારતનું મનગમતું થીમ પાર્ક સ્થળ ઈમેજિકા આ ઓગસ્ટમાં તમારા પરિવાર અને મિત્રજનો માટે અત્યંત જરૂરી ટ્રિપ કરવાની ઉત્તમ તક લઈને આવી છે. પ્રવાસના શોખીનો તેમની લોનાવાલાની અત્યંત વહાલી ખીણો ખાતે લોંગ ડ્રાઈવ્ઝનું આયોજન કરી રહ્યા છે ત્યારે અહીંથી ફક્ત 30 મિનિટે સ્થિત આમેજિકા 15-19 ઓગસ્ટ વચ્ચે લોંગ વીકએન્ડ દરમિયાન અજોડ સહભાગ સાથે અનલિમિટેડ મોજમસ્તી લઈને આવી છે.

દરેક મહેમાનને સિંગાપોરની 3 રાત- 4 દિવસની કપલ ટ્રિપ જીતવાની તક સાથે મોજમસ્તી અને ખુશી ઉપરાંત ઘણું બધું મળશે, તેમને ક્લબ મહિંદ્રા રિસોર્ટસ ખાતે મુકામનાં વાઉચર્સ પણ મળશે. આટલું જ નહીં, ઈમેજિકા ભાગ લેનારા બધાને ઈમેજિકા ગિફ્ટ કાર્ડસ માટે ખાતરીદાયક ઈનામો આપશે. ઈમેજિકા કોલેજના વિદ્યાર્થીઓને 20 ટકાનું સ્પેશિયલ એન્ટ્રી ડિસ્કાઉન્ટ અને પાંચ કે વધુના ગ્રુપ માટે 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપશે.

ઈમેજિકામાં ઘણી બધી નવીનતાઓ જોવા મળશે. 1 ફોર ઈન્ડિયામાં ભારતના ખાસ સ્મારકો અને લેન્ડસ્કેપ્સ પરથી ઉડાણનો અનભવ, મુવી ઈન્ટીગ્રેટેડ મોશન સિમ્યુલેટર રાઈડમાં મિ. ઈન્ડિયાની તમારી સ્મૃતિ તાજી કરવા સહિત ઈમેજિકામાં ઘણી બધી રોમાંચક ઓફર્સ છે. વળી, ભારતના એકમાત્ર ઈનડોર હાઈ સ્પીડ ડાર્ક રોલર કોસ્ટર ડીપ સ્પેસ સાથે અવકાશમાં લોન્ચ થવાનો રોમાંચ પણ અનુભવી શકાશે. ઉપરાંત રેથ ઓફ ગોડ્સમાં લાઈવ થિયેટર, સ્પેશિયલ ઈફેક્ટ્સ અને મલ્ટીમિડિયાનું અદભુત સંમિશ્રણ પણ છે. મહેમાનો હાઉસ ઓફ સ્ટાર્સમાં જીવંત પાત્રો સાથે તેમની મનગમતી ફિલ્મનાં સીન્સનો હિસ્સો બની શકે છે, જે ભારતનું પ્રથમ બોલીવૂડ હોલ ઓફ ફેમ છે. ઉપરાંત અજોડ 3ડી ઓપ્ટિકલ ઈલ્યુઝન અનુભવ આઈલ્યુઝનમાં પણ ટ્રિક્ડ થઈ શકો છો.