મહેશ્વર શહેર મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં છે. મધ્ય પ્રદેશમાં આવેલું મહેશ્વર રાજકીય અને સાંસ્કૃતિક રીતે તો મહત્ત્વનું કેન્દ્ર છે જ, પરંતુ એ આ શહેરની વિશેષતા ખાસ પ્રકારની મહેશ્વરી સાડી માટે પણ લોકપ્રિય છે. સાડીની બોર્ડર અને બોડી વચ્ચેના સપ્રમાણ સંતુલનને કારણે આ સાડી ભારતભરમાં પ્રખ્યાત છે. મહેશ્વરની નજીક ઓમકારેશ્વર તિર્થધામ છે
આ શહેર નેશનલ હાઇવ નં.3 (આગ્રા-મુંબઇ હાઇવે) થી પૂર્વમાં 13 કિલોમીટર અંદર આવેલું છે. આ શહેર મધ્ય પ્રદેશની વ્યવસાયિક રાજધાની ઇન્દોરથી 91 કિલોમીટરના અંતરે આવેલું છે. આ નગર નર્મદા નદીના ઉત્તરે છે. આઝાદી પહેલા તે હોલકર મરાઠા શાસકોના ઇન્દોર રાજ્યની રાજધાની હતું. આ શહેરનું નામ મહેશ્વર ભગવાની શિવના નામે મહેશના આધારે પડ્યું છે એટલે કે મહેશ્વરનો શાબ્દિક અર્થ ભગવાન શિવનું ઘર
પૌરાણિક લેખો અનુસાર મહેશ્વર શહેર હૈહ્યવંશિય રાજા સહષ્ત્રાર્જુન, જેણે રાવણને પરાજિત કહ્યો હતો તેની રાજધાની રહ્યું છે. ઋષિ જમદગ્નિને ઉત્પિડન કરવાના કારણે તેમના પુત્ર ભગવાન પરશુરામે સહષ્ત્રાર્જુનનો વધ કર્યો હતો. સમયાંતરે આ શહેર હોલકર વંશની મહાન મહારાણી દેવી અહલ્યાબાઇ હોલ્કરની રાજધાની પણ રહ્યું છે. નર્મદા નદીના કિનારે વસેલું આ શહેર તેના ભવ્યઘાટ માટે જાણીતું છે. ઘાટ પર અત્યંત કલાત્મક મંદિરો છે. જેમાં રાજરાજશ્વર મંદિર મુખ્ય છે.
આ સુંદર પર્યટન સ્થળને મધ્યપ્રદેશ સરકાર દ્ધારા પવિત્ર નગરીનો દરજ્જો પ્રાપ્ત છે. આ શહેર 2500 વર્ષ જુનું છે. અહલ્યાબાઇના શાસનકાળમાં (1764-1795) હૈદરાબાદી વણકરો દ્ધારા બનાવેલી મહેશ્વરી સાડી માટે આજે દેશ-વિદેશમાં ખ્યાતી પ્રાપ્ત છે. આ શહેરને મહિષ્મતી નામે પણ ઓળખવામાં આવે છે.
મંદિરો અને શિવલિંગોના કારણે આને ગુપ્ત કાશી પણ કહેવામાં આવે છે. મહેશ્વરના કિલ્લાની અંદર રાણી અહલ્યાબાઇની રાજસિંહાસન પર બિરાજમાન એક સુંદર પ્રતિમા રાખવામાં આવી છે. મહેશ્વર ઘાટની પાસે કાલેશ્વર, રાજરાજેશ્વર, વિઠ્ઠલેશ્વર અને અહિલેશ્વર મંદિર છે.
મહેશ્વરી સાડી
શરૂઆતમાં મહેશ્વરી સાડી પ્યોર સિલ્કમાંથી જ વણાતી, પરંતુ ધીરે ધીરે આ સાડીઓ પ્યોર કોટન તથા કોટન અને સિલ્કના મિશ્રણમાંથી પણ બનવા માંડી છે.પ્યોર સિલ્કની સાડી તેની મજબૂતાઈ, લચીલાપણા અને કાપડના અદભુત લસ્ટરને કારણે પ્રખ્યાત છે. આજે તો હવે આ સાડીઓ નેચરલ તેમ જ આર્ટિફિશિયલ સિલ્કમાં પણ મળે છે. મહેશ્વરી સાડીની ખાસિયત એ છે કે તેની રંગીન બોર્ડર સાંકડી અને જરીવાળી હોય છે અને બોડીમાં નાની ચેક્સ, સાંકડી પટ્ટીઓ કે સોલિડ કલર હોય છે. ટિપિકલ મહેશ્વરી સાડી કયાં તો ચેક્સ, સ્ટ્રાપ્સવાળી કે પ્લેઈન હોય છે. આ સાડીના બોર્ડર અને પાલવ જ તેને પૈઠણી, પટોળા, કાંજીવરમ્ અને અન્ય સાડીઓથી તેને જુદાં પાડે છે. અસલમાં તો આ સાડીના પાલવમાં પાંચ પટ્ટા આવતા હતા – ત્રણ કલર અને બે વ્હાઈટ, જે એકાંતરે રહેતા હતા.
મહેશ્વરી સાડીમાં જરી અને કિનારીનો ઉપયોગ પણ અદભુત છે. સાડીના બોડી, બોર્ડર અને પલ્લુની ડિઝાઈન અને ચિત્રો વણવા માટે સોનેરી દોરાનો ઉપયોગ થાય છે. મહેશ્વરી સાડી અનેક વેરાઇટીમાં મળે છે. ‘ચંદ્રકળા’ અને ‘બૈગની ચંદ્રકળા’ પ્લેઇન મહેશ્વરી સાડીઓ છે. જ્યારે ચેક્સ અને સ્ટ્રાઈપવાળી સાડી ‘ચંદ્રતારા’, ‘બેલી’ અને ‘પરબી’ નામે ઓળખાય છે. જોકે આજે તો ઘણા ડિઝાઈનર્સ જુદી જુદી પેટર્ન અને ડિઝાઈનની ડિઝાઈનર્સ મહેશ્વરી સાડી બનાવે છે