આ છે મનાલીમાં શોપિંગ કરવા માટેનું બેસ્ટ માર્કેટ

0
610
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દિવાળી કે ઉનાળાના વેકેશનમાં ગુજરાતીઓનું ફરવા માટેનું બેસ્ટ સ્થળ છે કુલુ-મનાલી. જો તમે મનાલી ગયા હોવ અથવા તો જવાનું પ્લાનિંગ હોય તો અહીં ગરમ કપડાનું શોપિંગ કરવા જેવું છે. રસ્તા પર લાગેલા અનોખા સ્ટોર અને ગલીઓમાં દૂર સુધી ફેલાયેલ દુકાનો આ બધુ મનાલીમાં શોપીંગને યાદગાર બનાવી દે છે. અહી સ્થાનિક હસ્તશિલ્પની વસ્તુઓથી લઈને ઘરે યાદગીરી માટે લઈ જવા માટેની વસ્તુઓ વ્યાજબી ભાવે મળે છે. જો તમે ત્યાના વરસાદ અને પર્વતોને જોઈને થાકી ગયા હો તો બજારમાં ખરીદી કરવાની મજા માણી શકો છો.

માલ રોડ

આ જગ્યાને શહેરનુ હાર્ટ કહેવામાં આવે છે. માલ રોડ આ પહાડી વિસ્તારનુ કેન્દ્ર બિંદુ છે. આખો દિવસ આ રોડ પર અવરજવર રહે છે. આ જગ્યા સ્ટ્રીટ શોપીંગ માટે સૌથી સારી જગ્યા છે. તેમજ આ જગ્યા પર ઘણી હોટલો અને રેસ્ટોરન્ટ આવેલા છે. અહી કુલ્લૂ તથા કાશ્મીરી સાલ, ઉનની ટોપીઓ, જ્વેલરથી લઈને લાકડાનુ ફર્નીચર અને બુકો પણ મળે છે.

ઓલ્ડ મનાલી માર્કેટ

જૂના મનાલીમા પત્થરથી બનેલા રસ્તા પર ચાલીને આ બજારની મજા માણી શકો છો. આ જગ્યાને હવે ઓલ્ડ મનાલી માર્કેટ કહેવમાં આવે છે. માલ રોડની ભીડ વાળી ગલીઓથી દુર આ બજારમાં ઘણી નાની દુકાનો આવેલ છે. અહી ઘણી દુકાનો આવેલ છે જેમાં સંગીતની જૂની સીડીઓ વેચવામાં આવે છે. આ જગ્યા તમને સમયથી પાછાળ લઈ જશે. તેમજ અહીથી ટી શર્ટ, જ્વેલરી તેમજ ફૂટ જામ અને આચારની ખરીદી કરી શકો છો.

તિબ્બેટ માર્કેટ

મનાલીનુ તિબ્બેટ બજાર તિબ્બેટની કલાકૃતીઓ અને યાદગાર વસ્તુઓ ખરીદવા માટે સૌથી સારી જગ્યા છે. બજારમાં હાથેથી ગુથેલ શાલ અને બીજી ઉનની વસ્તુઓની ખરીદી કરી શકો છો.