જો તમે એક દિવસીય પ્રવાસનું આયોજન કરતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગર એટલે વનનું પ્રગાઢ નગર અને વનવાસીઓની ધબકતી સંસ્કૃતિ. પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
વરસાદની સિઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. તો ગરમીના દિવસોમાં હરિયાળીથી લચોલચ જંગલ તમને ઠાઢક આપે છે. આ પ્રાકૃતિક સ્થળે શાળાના બાળકો અને કોલેજિયનો મોટી સંખ્યામાં આવતા હોય છે. કેમ કે ઊબડખાબડ રસ્તાઓ વચ્ચેથી મહાલવાની મજા કંઈક ઓર હોય છે. જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે જેના પર અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે.
અમદાવાદ થી આશરે 150 કિલોમીટરના અંતરે આવે પોળોના જંગલો ખુબ જોવા લાયક છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગરથી નજીક આવેલ છે. પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે, ઇડર ના પરિહાર રાજાઓ દ્વારા 10 મી સદીમાં સ્થાપના કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે, અને પછી મારવાડ ના રાઠોડ રાજપૂતો દ્વારા 15 મી સદીમાં કબજે કરાયુ. આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની બરોબર વચ્ચે આવેલ હોવાથી તેને “દ્વાર” નું પ્રતીક આપવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાય છે.
બન્ને તરફ પર્વતો અને પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલ આ પોળોનું જંગલ મુલાકાતીને યાદગાર રહી જાય તેવું છે. આ સ્થળે 10 સદીમાં બનેલ એક શિવ મંદિર પણ આવેલું છે.જ્યાંની કોતરણી અને કલા કારીગરી વર્ષો પહેલાની આર્કીટેક શૈલીની અનુભૂતિ કરાવે છે.
400 શુષ્ક મિશ્ર પાનખર જંગલ ચોરસ કિમી વિસ્તાર ચોમાસાને બાદ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સૌથી વિપુલ જ્યારે નદીઓ સંપૂર્ણ છે, પરંતુ વર્ષના કોઇ પણ સમયે તે સમૃદ્ધ વન્યજીવન અનુભવ પૂરો પાડે છે. ત્યાં ઔષધીય છોડ કરતાં વધુ 450 પ્રજાતિઓ, પક્ષીઓની આસપાસ 275, સસ્તન પ્રાણીઓની 30, અને પેટે ઘસીને ચાલતી 32 છે.
ત્યાં રીંછ, પેન્થર્સ, ચિત્તો, પાણી મરઘું, ચકલી, અને ઉડતી ખીસકોલી (મોટે ભાગે સાંભળ્યું ભાગ્યે જ જોવા મળે છે), બધા વિવિધ છોડ અને વૃક્ષો એક છત્ર હેઠળ જીવે છે. શિયાળાની ઋતુ દરમ્યાન, યાયાવર પક્ષીઓ તમામ રીતે જંગલ વિસ્તાર રોકે છે. વરસાદી ઋતુ દરમિયાન વેટલેન્ડ પક્ષીઓ છે.
પોળોના જંગલોમાં પ્રવેશતા જ રોડની બન્ને બાજુ એ ઝુકેલાં ઝાડ અને પશુ-પક્ષીઓનો કોલાહલ પ્રવાસીનું જાણે સ્વાગત કરતા હોય તેવું લાગે છે. વહેતી ખળ-ખળ નદી અને ઝરણાં મુલાકાતીનું મન મોહી લે છે.
અલ્પ પ્રચલીત આ જંગલમાં દર વર્ષે ઓગષ્ટ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા પોળો ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્ય અને દેશ-વિદેશના મોટા પર્યટકો ઉમટી પડે છે