જાણો કેમ, આ ઝરણા નીચે હંમેશા પ્રજ્વલિત રહે છે આગ અને શું છે તેનું વણઉકેલ્યું રહસ્ય

0
496
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ધરતી પર એવી ઘણી રહસ્યમયી જગ્યાઓ છે જે પોતાના રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેમાંનું એક સ્થાન એટલે ઇટરનલ ફ્લેમ ફોલ્સ (Eternal Flame Falls). આ જગ્યા પર એક નાનકડું ઝરણું વહેતું રહે છે અને ઝરણાની નીચે આગળની જ્વાળાઓ સળગતી રહે છે. સાયન્સનું માનીએ તો આમ થવા પાછળનું કારણ મિથેન ગેસ છે.

આના જેવી જ હિમાચલ પ્રદેશમાં એક ગુફા છે, જ્યાં આગની જ્વાળાઓ કાયમ સળગતી રહે છે. આ સ્થાન માં જ્વાલા નામથી પ્રસિદ્ધ છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પાણીથી આગ ઓલવાઇ જાય છે. જો કે, Eternal Flame Falls પર આ નિયમ લાગુ પડતો નથી. જો આપને Eternal Flame Falls અંગે ખબર નથી તો આવો જાણીએ કે Eternal Flame Falls ક્યાં છે અને તેની સાથે જોડાયેલા વણઉકેલ્યા રહસ્યો શું છે

Eternal Flame Falls ક્યાં છે?

Eternal Flame Falls અમેરિકાના ન્યૂયોર્ક શહેરથી પશ્ચિમમાં સ્થિત Chestnut Ridge Parkમાં છે. આ એક નાનકડુ ઝરણું અથવા વોટરફોલ છે. આ ઝરણાની નીચે આગની જ્વાળા સતત પ્રગટેલી રહે છે. એવું કહેવાય છે કે અહીં આખુ વર્ષ આગ સળગતી રહે છે. આ આગને ઓલવી શકાય છે. પરંતુ ગેસ ઉત્સર્જનના કારણે પુનઃસળગી ઉઠવાની સંભાવના વધુ છે.

Eternal Flame Falls સાથે જોડાયેલા રહસ્ય

સાયન્સનું માનીએ તો મીથેન ગેસના કારણે આમ થાય છે. આ ઝરણાની નીચે ગુફામાં મીથેન ગેસ ઉત્સર્જિત થાય છે. આ ગેસમાં કોઇકે આગ લગાવી ત્યારથી અહીં આગ પ્રજ્વલિત થઇ રહી છે. આવું દશકો પહેલા થયું હતું. જો કે, આ જ્વાળાને ઓલવી શકાય છે પરંતુ તેમાં ફરીથી આગ લાગી જાય છે.