બીકાનેર ભારતના રાજસ્થાન રાજ્યમાં પાકિસ્તાનની સરહદની બિલકુલ નજીક છે. બીકાનેરની સુંદરતાને થાર રણની સાથે-સાથે અહીં હાજર સોનેરી રેતીની ટેકરીઓ વધુ આકર્ષિત કરે છે. આ શહેર રંગીન છે અને સુંદરતાનો ભરપુર ખજાનો પોતાનામાં સમાવી લે છે. આ શહેર પોતાના પ્રાચીન મંદિરો, વિશાળ કિલ્લા, હડપ્પા સભ્યતાની સંસ્કૃતિના અવશેષો અને મહેલો ઉપરાંત બીજા અનેક કારણોસર ચર્ચામાં રહે છે.
બીકાનેરમાં આપને 16મી સદીની ઇમારતો અને અલંકૃત વાસ્તુકલાની ઝલક પણ જોવા મળી જશે. બીકાનેર દુનિયાના પ્રવાસીઓ માટે રજાઓ મનાવવાના સૌથી આકર્ષિત કરનારા સ્થળમાંનું એક છે. અહીંનો સમૃદ્ધ વારસો, સ્થાનિક બજાર, થારનું રણ, સાંસ્કૃતિક સ્થળ અને હડપ્પા સભ્યતાની સંસ્કૃતિનો અનુભવ બીકાનેરમાં કરી શકાય છે.
બીકાનેરનો ઇતિહાસ
બીકાનેરને 15મી શતાબ્દીમાં રાજપૂતોના શાસન કાળ દરમ્યાન જંગલ દેશના નામે ઓળખવામાં આવતું હતું. ઇસ.1488 દરમ્યાન રાજપૂત શાસક રાવ બીકાએ બીકાનેરનું નિર્માણ કરાવ્યું હતું. રાવ બીકાએ ઇસ.1478માં અહીં એક કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું, જે વર્તમાનમાં જુનાગઢના કિલ્લાના નામથી પ્રસિદ્ધ છે. રાવ બીકાના સમય પછી રાજા રાયસિંહના શાસન કાળમાં બીકાનેરનો વિકાસ શક્યો બન્યો હતો. રાજા રાયસિંહનો શાસન કાળ ઇસ.1571થી 1611 સુધીનો રહ્યો. રાજા રાય સિંહે 760 ફૂટની ઊંચાઇ પર બનેલા જુનાગઢ કિલ્લા જેને ચિંતામણી દુર્ગ નામથી પણ ઓળખવામાં આવે છે, તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
ઇસ.1631થી 1639 દરમ્યાન મહારાજા કર્ણસિંહના શાસનકાળમાં બીકાનેર પ્રાન્ત હતું. આ સમયગાળા દરમિયાન કરણ મહેલ પેલેસનું નિર્માણ તેમના દ્ધારા કરાવવામાં આવ્યું હતું. કરણ મહેલને મહારાજા અનૂપ સિંહની આજ્ઞા અનુસાર ‘દીવાન-એ-આમ’ના રૂપમાં નવીનીકૃત કરવામાં આવ્યું અને નામ બદલીને અનૂપ મહેલ કરી દેવામાં આવ્યું છે.
બીકાનેરમાં ફરવા લાયક 20 દર્શનીય સ્થળ
બીકાનેરમાં મુખ્ય આકર્ષણ સ્થળોમાં જુનાગઢનો કિલ્લો, સુપ્રસિદ્ધ કરણી માતા મંદિર, ગજનેર પેલેસ, લાલગઢ પેલેસ, ભાંડાસર જૈન મંદિર, ઊંટ અનુસંધાન કેન્દ્ર, દેવીકુંડ સાગર, ગજનેર વન્યજીવ અભ્યારણ્ય, કોડમદેશ્વર મંદિર, સાદુલ સિંહ મ્યુઝિયમ, લક્ષ્મીનાથ મંદિર, રામપુરિયા હવેલી, શિવબાડી મંદિર, ગંગા સિંહ મ્યુઝિયમ, આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવ, લક્ષ્મી નિવાસ પેલેસ, ડેઝર્ટ કેમ્પ, કેમલ સફારી દરમિયાન ડિનરનો અનુભવ, વિલેજ ટૂર વગેરે.
બીકાનેરનું પ્રસિદ્ધ ભોજન
બીકાનેર શહેરમાં સૌથી પસંદગીનું ફુડ નમકીન, ભુજીયા અને પાપડ છે. રાજસ્થાની નાસ્તા જેવા કે કચોરી, સમોસા છે. બીકાનેરમાં ગટ્ટાની ભાજી, દાલ બાટી ચૂરમુ, ખટ્ટા, પકોડીની સાથે સાથે ઘેવર અને રબડી પણ છે.
બીકાનેર ફરવાનો ઉત્તમ સમય
બીકાનેર એક એવું શહેર છે જે આખુ વર્ષ સખત ગરમીનો અનુભવ કરે છે. જ્યારે ગ્રીષ્મકાળ ગરમ અને શુષ્ક હોય છે. શિયાળામાં સખત ઠંડી પડે છે. જો કે આ સ્થળે યાત્રા કરવાનો સૌથી સારો સમય ઓક્ટોબર અને માર્ચ છે.
બીકાનેર કેવી રીતે પહોંચશો
હવાઇ માર્ગેઃ નજીકનું એરપોર્ટ જોધપુર છે. જે બીકાનેરથી 251 કિલોમીટર દૂર છે. એરપોર્ટથી ટેક્સી મળી જશે.
ટ્રેન માર્ગેઃ બીકાનેર જંકશન અને લાલગઢ રેલવે સ્ટેશન વચ્ચે લગભગ 6 કિલોમીટરનું અંતર છે. આ બન્ને સ્ટેશન ભારતના મુખ્ય શહેરો જેવા કે દિલ્હી, ચંદીગઢ, જોધપુર, હૈદરાબાદ, મુંબઇ, કોલકાતા, અમદાવાદ અને ગુવાહાટી સાથે જોડે છે.
રોડ માર્ગે બીકાનેર કેવી રીતે પહોંચશો
બીકાનેર ભારતના લગભગ તમામ મોટા શહેરો જેવા કે દિલ્હી, અમદાવાદ, આગ્રા, જોધપુર, અજમેર, જયપુર, કોટા અને ઉદેપુર સાથે જોડાયેલું છે. અહીંથી તમને બસ મળી રહે છે. ખાનગી કે રાજય સરકારની સરકારી બસોમાં તમે બીકાનેર પહોંચી શકો છો.