આ રીતે કરો કુંભના મેળામાં જવાનું પ્લાનિંગ, 3000 રૂપિયામાં ફરીને આવતા રહેશો

0
509
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

પ્રયાગરાજમાં કુંભના મેળા માટે તમામ ઓનલાઈન સાઈટ અને ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સીઓએ પેકેજ બહાર પાડ્યા છે. તમે ઈચ્છો તો પેકેજને કસ્ટમાઈઝ કરાવી શકો છો. 2થી 5 દિવસ માટે ઘણી કંપનીઓ ઓફર્સ આપી રહી છે. તેમાં જવા-આવવાનું, રહેવાનું અને બ્રેકફાસ્ટ-ડીનર પણ શામેલ છે. પરંતુ જો તમે ઈચ્છો તો જાતે જવા-આવવાનો પ્રોગ્રામ તૈયાર કરી રહેવાનું પેકેજ બનાવી શકો છો. અમે તમને જણાવીશું કે જવા-આવવા અને રહેવા માટે તમારે કેટલો ખર્ચ ચૂકવવો પડશે.

કેટલું થશે ટ્રેનમાં ભાડું

ટ્રેનમાં અમદાવાદથી અલાહાબાદ જવા માટે ટિકીટના 600 રૂપિયા સ્લીપર કોચમાં થાય છે. આમ તમારે જવા આવવાના થઈને 1200 રૂપિયા પ્રતિ વ્યક્તિ ટિકીટની કિંમત ચૂકવવી પડશે.

ક્યાં રહેશો?

કુંભ મેળા પ્રશાસને યાત્રીઓ માટે કોટેજ અને રૂમ્સની વ્યવસ્થા કરી છે. અહીં યાત્રીઓ પોતાની સુવિધા મુજબ સુપર ઈકોનોમી (14,000 ભાડું બે વ્યક્તિ માટે) , ઈકોનોમી (9500 ભાડું બે વ્યક્તિ માટે), ડિલક્ષ (8000 ભાડું બે વ્યક્તિ માટે) અને ડોરમીટરી (2000 ભાડું પ્રતિ વ્યક્તિ) બેડવાળા રૂમની પસંદ કરી શકે છે. જો તમે ડોરમીટરી કોટેજ રૂમ પસંદ કરો છો તો તમારે પ્રત્યેક વ્યક્તિ 2000 રૂપિયા ખર્ચ થશે. આ રૂમમાં એક સાથે 10 વ્યક્તિઓ સૂઈ શકે છે. ઉપરાંત 10તી વધારે વ્યક્તિના ગ્રુપ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. આમ તમારે પ્રત્યેક વ્યક્તિને 200 રૂપિયા ફાયદો થાય છે. ઉપરાંત જો તમે 3થી વધારે દિવસ રોકાણ કરો છો તો એકોમોડેશન ચાર્જ વધારે ઓછો થશે.

રૂમમાં કેવી હશે સુવિધાઓ

ડોરમીટરી રૂમમાં 10 બેડ હશે અને આ રૂમ ટોઈલેટ સાથે અટેચ હશે. રહેવાની વ્યવસ્થા માટેના રૂમો વોટર પ્રૂફ, ફાયર પ્રૂફ અને વેધર પ્રૂફ રાખવામાં આવ્યા છે. ઉપરાંત તેમાં 24 કલાક સુધી પાણીની સુવિધા, રિસેપ્શન પર ફ્રી વાઈ-ફાઈ, મેકઅપ માટે રૂમમાં મિરર, પાણી માટે ગ્લાસ અને જગ, ચાર્જિંગ માટે પાવર પોઈન્ટ જેવી સુવિધાઓ છે.

બે દિવસ અને 1 રાત માટે કેટલો ખર્ચ?

આમ તમે ટિકીટ ભાડા અને રહેવાના થઈને 3000 રૂપિયાના ખર્ચમાં એક રાત્રિ અને બે દિવસ માટે કુંભના મેળાની મુલાકાત લઈ શકો છો. આ દરમિયાન ખાવા-પીવા માટેનો ખર્ચ અહીં શામેલ કરવામાં આવ્યો નથી. રહેવાની સુવિધા માટે તમે https://www.kumbhmelaservices.com/kumbh-mela-tour-packages.html વેબસાઈટ પર બુકિંગ કરી શકો છો.

કુંભ મેળામાં સ્નાન કરવાની મુખ્ય તારીખો

4 ફેબ્રુઆરીઃ મૌની અમાસ (બીજું શાહી સ્નાન)
10 ફેબ્રુઆરીઃ વસંત પંચમી (ત્રીજું શાહી સ્નાન)
19 ફેબ્રુઆરીઃ માઘ પૂર્ણિમા
4 માર્ચઃ મહા શિવરાત્રિ