જો તમને પહાડો ઉપરાંત ઝરણાઓ જોવાનો શોખ છે તો તમે મધ્યપ્રદેશની ઓફબીટ જગ્યા પર જઈ શકો છો. આ જગ્યા પર તમને વધારે ભીડ પણ જોવા નહીં મળે અને તમે શાંતિથી આ જગ્યાની સુંદરતાનો આનંદ માણી શકશો. અમે વાત કરી રહ્યા છીએ જબલપુર નજીક ભેડાઘાટની.
ટુરિસ્ટને આકર્ષિત કરે છે વોટરફોલ
ભેડાઘાટ ટુરિસ્ટની દર્ષ્ટિએ ખુબ જ મહત્વ ધરાવે છે. ભૃગુ ઋષિનું સ્થાન હોવાથી આ જગ્યાને ભેડાઘાટના નામથી ઓળખવામાં આવે છે. અહીંનો વોટરફોલ જોવા માટે દૂર દૂરથી ટુરિસ્ટ પહોંચે છે. ભેડાઘાટ ઉપરાંત ગ્વારીઘાટ, તિલવારાઘાટ, લમેહટાઘાટ, ગોપાલપુર, ચૌંસઠ યોગિની મંદિર અને પંચવટીઘાટ જેવા સ્થળો પણ જોવા લાયક છે.
ભેડાઘાટમાં શાંત વાતાવરણ
ભેડાઘાટનું વાતાવરણ ખુબ જ શાંત રહે છે. જ્યારે સૂર્યની પ્રકાશ સંગેરમરના પહાડો પર પડીને તેનું પ્રતિબિંબ પાણી પર પડે છે તે અદ્ભૂત હોય છે. ઓફ ડેસ્ટિનેશન હોવાથી અહીં પર્યટકોની સંખ્યા ખુબ ઓછી જોવા મળશે.
અનેક બોલિવૂડ ફિલ્મોના શૂટિંગ અહીં થયા છે
ભેડાઘાટ પર અનેક ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે. જેમાં ‘બોબી’, ‘અશોકા’, ‘પ્રાણ જાએ પર વચન ન જાયે’, ‘મોહે-જો-દડો’ જેવી ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટર પ્લસની ટીવી સીરિયલ ‘મહાભારત’ના કેટલાક સીન્સનું પણ શૂટિંગ કરવામાં આવ્યું છે.
કેવી રીતે અહીં પહોંચી શકાય
ભેડાઘાટ જવા માટે નજીકનું એરપોર્ટ જબલપુર 23 કિલોમીટર પર આવેલું છે. એરપોર્ટ ઉપરાંત જબલપુરમાં ખુબ મોટું રેલવે જંક્શન છે. જ્યાંથી તમે બસ, ટેમ્પો, ટેક્સી લઈને ભેડાઘાટ સુધી પહોંચી શકો છો.