તમે બોમ્બે ટુ ગોવા વિશે સાંભળ્યું હશે પરંતુ ઋષિકેશથી લંડન અને એ પણ બસમાં..કદાચ તમે નહીં સાંભળ્યું હોય. ઉત્તરાખંડના પર્યટકો માટે એક ખુશખબરી છે. સમાચારોનું માનીએ તો જૂન 2021થી પ્રવાસીઓ ઋષિકેશથી લંડનની યાત્રા બસથી પણ કરી શકે છે. આની આધિકારીક જાહેરાત રેસલર લાભાંશુ શર્માના ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી થાય છે, જેમાં તેમણે કહ્યું કે જૂન 2021થી પર્યટક ઋષિકેશથી લડનની યાત્રા બસથી કરી શકે છે. આ અગાઉ bustolondon.in એ દિલ્હીથી લંડન બસ ચલાવવાની જાહેરાત કરી હતી. આના માટે લગભગ પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. હવે લાંભાશુ શર્મા આ સેવા શરૂ કરવા જઇ રહ્યા છે. તો જો તમે ફરવાના શોખીન છો અને બસથી લંડન જવા માંગો છો તો તમે આ સેવાનો લાભ લઇ શકો છો. તો આવો આ બસ સેવા અંગે જાણીએ
લાભાંશુ શર્મા રેસલર રહી ચૂક્યા છે
આ વાતની જાણકારી સ્વયં લાભાંશુ શર્માએ આપી છે કે આ બસ સેવા જૂન 2021થી શરૂ થશે. લાભાંશુ શર્મા રેસલર રહી ચૂક્યા છે અને લોકો તેમને પહેલવાનજીના નામથી જાણે છે. લાભાંશુ શર્મા વિશ્વ શાંતિ કાર્યકર્તા પણ છે અને એશિયન ગેમ્સમાં બે વાર સુવર્ણ પદક પ્રાપ્ત કરી ચૂક્યા છે. ઇન્ડો-નેપાલ કુશ્તીમાં પણ બે વાર સુવર્ણ પદક જીતી ચૂક્યા છે.
આ સેવાનું નામ ઇનક્રેડિબલ બસ રાઇડ રાખવામાં આવ્યું છે
બસ ઋષિકેશથી 21 હજાર કિલોમીટર દૂર લંડન પહોંચશે. એક ટ્રિપમાં કેવળ 20 પર્યટક જ દિલ્હીથી લંડનની યાત્રા કરી શકશે. આ સેવાનું નામ ઇનક્રેડિબલ બસ રાઇડ રાખવામાં આવ્યું છે. આ બસ સેવાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને વિદેશોમાં ફેલાવવાનું છે. આ અગાઉ લાભાંશુ શર્મા 32 દેશોની યાત્રા રોડ દ્ધારા કરી ચૂક્યા છે.
લાભાંશુ ભાઇ વિશાલની સાથે એકવાર ભારતથી લંડનની પણ યાત્રા કરી ચૂક્યા છે. બસ યાત્રા 11 સપ્તાહમાં પૂરી થશે. એક પર્યટકનું ભાડુ 14 લાખ ભારતીય રૂપિયા નક્કી કરવામા આવ્યું છે. આ ભાડામાં બસ સેવા, લંડનથી રિટર્ન ફ્લાઇટ ટિકિટ, વીઝા ચાર્જ, દિવસમાં બે વાર જમવાનું અને યાત્રામાં હરવા ફરવાનું સામેલ છે.