કોરોના વાયરસની સૌથી વધુ અસર પર્યટન સેકટરમાં થઇ છે પરંતુ હવે ઘણાં રાજ્યોએ પર્યટકો માટે પોતાની બોર્ડર ખોલી નાંખી છે. રાજ્યોએ અનેક નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે, જેને વાંચવી દરેક પર્યટક માટે જરૂરી છે. જો તમે પણ ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો કોઇ પણ મુશ્કેલીથી બચવા માટે રાજ્યોની આ ગાઇડલાઇન્સને જરૂર વાંચી લો.
આંધ્ર પ્રદેશ
તેલંગાણા અને કર્ણાટકથી આવતા લોકો માટે 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન જરુરી છે. આંતરરાજ્ય (ઇન્ટરસ્ટેટ) યાત્રા પર પ્રતિબંધ નથી.
અરૂણાચલ પ્રદેશ
રાજ્યમાં પ્રવેશ કરનારા યાત્રીઓને રાજ્યના ચેક ગેટ અને હેલીપેડ પર રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે. કોરોના પોઝિટિવ આવવા પર 14 દિવસનો હોમ કે ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઇન જરૂરી હશે. રાજ્યની અંદર યાત્રા પર કોઇ પ્રતિબંધ નથી.
આસામ
યાત્રા પર કોઇ પ્રતિબંધ નથી. 96 કલાકમાં રાજ્ય પાછા ફરનારા વ્યક્તિઓને એન્ટિજન ટેસ્ટ કરાવવો પડશે. પૉઝિટિવ આવવા પર 10 દિવસો સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે.
છત્તીસગઢ
ઇ-પાસની આવશ્યકતા નથી. બીજા રાજ્યથી આવનારા યાત્રીઓ માટે 14 દિવસનું ક્વોરન્ટાઇન જરૂરી છે. રાયપુર સહિત અનેક જિલ્લામાં કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગોવા
બીજા રાજ્યોથી આવતા મુસાફરોને અહીં આવીને કોરોના ટેસ્ટ કરવાની જરૂર નથી. યાત્રીઓને હવે ઇ-પાસ, Covid નેગેટિવ રિપોર્ટ લાવવાનો પણ જરૂરી નથી. અહીં બાર ખુલ્યા છે પરંતુ ગ્રાહકોને સુરક્ષાના બધા દિશા-નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. બીચ શેક્સ અને કેસિનો બંધ રહેશે.
ગુજરાત
અમદાવાદ, ભાવનગર, પોરબંદર એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ જરૂરી છે. ક્વોરન્ટાઇનની અનિવાર્યતા નથી. અમદાવાદ અને સૂરતમાં બસોમાં 50 ટકા મુસાફરોની ક્ષમતા પર ચાલવું પડશે. બાકી જગ્યાએ 60 ટકા યાત્રી ક્ષમતા પર બસો ચાલશે.
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ આવતા પ્રવાસીઓને રાજ્યની ઓફિસિયલ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું કે પછી સીમામાં પ્રવેશ સમયે કોરોનાનો નેગિટિવ રિપોર્ટ આપવાનું જરૂરી નથી. કિન્નોર અને સ્પીતિ વેલીમાં ઓક્ટોબરના અંત સુધી પર્યટન સંબંધી તમામ પ્રવૃતિઓ બંધ રહેશે. પર્યટકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે. ટૂરિસ્ટ હવે હાઇવે પર નહીં રોકાય. તેમણે સીધા પોતાની નિર્ધારિત જગ્યા પર જ રોકાવું પડશે.
ઝારખંડ
અહીં આંતરરાજ્ય બસ સેવાઓ બંધ છે. હોટલ, લોજ, રેસ્ટોરન્ટ ફરીથી ખુલવા લાગ્યા છે. અહીં પહોંચીને તમામ યાત્રીઓએ સરકારી વેબસાઇટ www.jharkhandtravel.nic.in પર પોતાનું વ્યક્તિગત વિવરણ રજિસ્ટર કરાવવું પડશે.
જમ્મૂ-કાશ્મીર
અહીં આવનારા પર્યટકોએ Covid-19 એન્ટિજન ટેસ્ટ કરાવવો જરૂરી છે. હવાઇ-રેલ યાત્રીઓને 14 દિવસના હોમ ક્વોરન્ટાઇનમાંથી પસાર થવું પડશે. મુસાફરોના ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી છે. રોડ ટ્રિપ કરી રહેલા યાત્રીઓને પ્રશાસનિક ક્વોરન્ટાઇન નિયમોનું પાલન કરવું પડશે જ્યાં સુધી તેનો રિપોર્ટ નેગેટિવ ન આવી જાય.
કર્ણાટક
બીજા રાજ્યમાંથી આવી રહેલા યાત્રીઓને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થવું અનિવાર્ય નથી. પર્યટકોને સેવા સિંધુ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાની પણ આવશ્યકતા નથી.
કેરળ
પર્યટકોએ જગરતા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જેથી રાજ્યમાં પ્રવેશની સ્વીકૃતિ જાતે જ મળી જશે. આ એન્ટ્રી પાસ તરીકે કામ કરશે. વિદેશ કે દૂરથી આવનારા યાત્રીઓ માટે 14 દિવસનો હોમ ક્વોરન્ટાઇન જરૂરી છે.
મહારાષ્ટ્ર
આંતરરાજય યાત્રા પર પ્રતિબંધ યથાવત છે. રાજ્યમાં રહેનારાને અહીં ફરવા પર કોઇ પ્રતિબંધ નથી.
મિઝોરમ
યાત્રિઓ માટે માત્ર સોમવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઇટની સુવિધા છે. રાતે 8.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી કરફ્યુ યથાવત રહેશે.
રાજસ્થાન
અહીં બધા યાત્રીઓને આવવાની અનુમતિ છે. અહીં 11થી વધુ જિલ્લામાં કલમ 144 લગાવાઇ છે, જેમાં જયપુર, જોધપુર, કોટા, અજમેર, અલવર, ભીલવાડા, બિકાનેર, ઉદેપુર, સીકર, પાલી અને નાગોર સામેલ છે. કેબ, બસ, ઑટોરિક્શા સહિત બધા વાહન ચાલી રહ્યા છે. વાહનમાં જરૂરિયાતથી વધુ યાત્રી નહીં બેસી શકે.
સિક્કિમ
હોટલ, હોમસ્ટે અને અન્ય પર્યટન સંબંધિત સેવાઓ 10 ઓક્ટોબરથી ફરી થશે. હોટલ અને હોમસ્ટે માટે બુકિંગ 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ ચુકી છે. પશ્ચિમ બંગાળની મર્યાદા 1 ઓક્ટોબરથી ખુલશે.
તામિલનાડુ
ટ્રેન, ફ્લાઇટ કે રોડ દ્ધારા બીજા રાજ્યોથી આવતા ઇ-પાસ અનિવાર્ય છે. ક્લબ, હોટલ અને રિસોર્ટ્સ આવશ્યક નિયમો હેઠળ કાર્ય કરશે. ચેન્નઇ એરપોર્ટ પર સપ્ટેમ્બરથી દરેક દિવસે 50 ફ્લાઇટ્સ આવી શકશે.
ઉત્તર પ્રદેશ
યાત્રીઓનું એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ જરૂરી છે. આ ઉપરાંત, 14 દિવસોનું ક્વોરન્ટાઇન પણ જરૂરી છે. જો તમે સાત દિવસોની અંદર પાછા જવા માંગે છે તો ક્વોરન્ટાઇન કરવાનું અનિવાર્ય નહીં હોય.
ઉત્તરાખંડ
બહારના લોકો માટે વેબસાઇટ www.smartcitydehonto.uk.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. પર્યટકો માટે હવે રાજ્યમાં બે દિવસીય બુકિંગની અનિવાર્યતા સમાપ્ત કરી દેવામાં આવી છે. પર્યટકોને Covid-19નો નેગેટિવ રિપોર્ટ પણ દર્શાવવો પડશે. બધા બોર્ડર ચેકપોસ્ટ, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બોર્ડર ડિસ્ટ્રિક્ટ બસ સ્ટેન્ડ પર થર્મલ સ્ક્રીનિંગ અનિવાર્ય છે. પર્યટકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું પડશે. માસ્ક પહેરવું પડશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ કરવું અનિવાર્ય હશે.
પશ્ચિમ બંગાળ
અહીં ઉડ્યનો પર પ્રતિબંધ છે અને ફક્ત વિશેષ ટ્રેનથી આવવાની સુવિધા છે.