અમદાવાદમાં ગુજરાતી થાળી માટે આ રેસ્ટોરન્ટ પણ છે બેસ્ટ, એકવાર ટેસ્ટ કરો

0
1528
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

અમદાવાદમાં વિકેન્ડ્સમાં મોટાભાગે લોકો બહાર ફરવા જવાની સાથે હોટલમા જમવાનું પસંદ કરે છે. પંજાબી,ચાઇનીઝ કે કોન્ટિનેન્ટલની સાથે જ ગુજરાતી થાળી અમદાવાદીઓની ફેવરીટ ડીશ રહી છે. અમદાવાદમાં ગુજરાતી થાળી માટે અનેક રેસ્ટોરન્ટ જાણીતી છે જેમાં વધુ એક નામ ઉમેરાયું છે અને તે છે ઇસ્કોન થાળ.આ રેસ્ટોરન્ટને જુનાગઢના સુરભી ગ્રુપ દ્ધારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે.

ઇસ્કોન થાળ ખાસ કરીને ગુજરાતી થાળી માટે ફેમસ છે. ઇસ્કોન થાળ કોર્પોરેટ ફૂડ પેક, પ્રીમિયમ ફૂડ પેક, પાર્ટી ઓર્ડરની સર્વિસ આપવામાં આવે છે. હોસ્પિટાલિટી અને કેટરિંગ બિઝનેસમા આ ગ્રુપ 10 કરતાં વધુ વર્ષોનો અનુભવ ધરાવે છે. અહીં જૈન ફુડ પણ અવાઇલેબલ છે. ચાંગોદર પાસે સુરભી ડાઇનિંગ હોલ અને પોમોસ પિત્ઝા પણ સુરભી ગ્રુપ દ્ધારા સંચાલિત છે.

શું છે ગુજરાતી થાળીનો ભાવ

ઇસ્કોન થાળમાં ફિક્સ અને અનલિમિટેડ ગુજરાતી થાળીનો આનંદ ઉઠાવી શકાય છે. જેમાં 4 જાતના શાક, 2 જાતની મીઠાઇ, 3 પ્રકારના ફરસાણ, ગ્રીન સલાડ, ચટણી, મરચા, દાળ, કઢી, ખીચડી, રાઇસ,મસાલા છાશ, પાપડ, ભાખરી, ગોળ, દેશી માખણ સહિતની પરંપરાગત ગુજરાતી વાનગીનો આનંદ માણી શકાય છે. જમ્યા પછી રજવાડી પાનથી તમારો આનંદ બેવડાઇ જશે. અહીં પુખ્તો માટે ગુજરાતી થાળીનો ભાવ રૂ.299 (એડલ્ટ) અને બાળકો માટે રૂ.180 (4થી 10 વર્ષ) છે.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.