દુનિયામાં અનેક રહસ્યમયી સ્થાન છે. તેમાંનું એક છે રશિયાનું મેઝગોર શહેર. આ શહેર તેની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એ વાતની ખાતરી ગૂગલ મેપના સેટેલાઇટ દ્ધારા ખેંચવામાં આવેલી તસવીરોથી થાય છે. આ જગ્યા ઘણી જ ગોપનીય છે. આ જગ્યા વિશે લોકોને વધુ જાણકારી નથી કારણ કે આ જગ્યા પર સામાન્ય લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ છે. એવું કહેવાય છે કે અમેરિકાની જેમ રશિયા પણ આ જગ્યાએ સૈનિક ગતિવિધિઓને અંજામ આપે છે. એટલા માટે સામાન્ય નાગરિક માટે મેઝગોરના દરવાજા બંધ છે. જો તમને આ શહેર અંગે ખબર નથી તો આવો વિસ્તારથી જાણીએ.
મેઝગોર શહેર
આ શહેર રશિયાના સુંદર શહેરોમાંનું એક છે જે ઉંચા ઉંચા પર્વતોથી ઘેરાયેલું છે. આ શહેરમાં યામનતાવ પર્વત છે, જેની ઉંચાઇ 5 હજાર ફૂટ છે. આ પર્વત શહેરથી 200 કિલોમીટર દૂર છે. આ શહેર બશ્કોર્તોસ્તાનની નજીક છે. જ્યારે તેની દક્ષિણ પૂર્વમાં યૂરાલ પર્વત છે, જેની સરહદો યૂરોપના દેશો સાથે પણ લાગે છે. શહેર કામા નદીના કિનારે વસેલું છે. મેઝગોરની વસતી ઘણી ઓછી છે. એવું કહેવાય છે કે મેઝગોરને 1979માં યૂફા અને બેલોરત્સ્કના નામથી પણ ઓળખાતું હતું. વર્ષ 1995માં આને શહેરનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.
મેઝગોરનું રહસ્ય
આ રહસ્ય પરથી પરદો હજુ સુધી નથી ઉઠી શક્યો, પરંતુ જાણકારોનું માનીએ તો આ જગ્યાએ માત્ર એવા લોકોને જવાની પરમીશન છે જે યામનતાવ પર્વત પર કામ કરે છે. આ એક રહસ્ય છે કે લોકો યામનતાવ પર્વત પર કેવા પ્રકારના કામ કરે છે. એવું કહેવાય છે કે આ પર્વતની આસપાસ સેન્ય કેમ્પ છે, બંકર છે અને પરમાણુ ઉર્જા પ્લાન્ટ પણ છે. સાથે જ આ જગ્યાએ યુદ્ધકાલીન સ્થિતિનો સામનો કરવા માટે અનાજોનું ભંડારણ પણ કરવામાં આવે છે. જો કે, આધિકારિક રીતે હજુ આની પુષ્ટિ કરવામાં નથી આવી.