ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો મહિનો છે આ નેશનલ પાર્ક ફરવા માટે છે પરફેક્ટ

0
547
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્થિત બર્ડ સેન્ચુરી ઘણી જ સુંદર છે. આ કેવલાદેવ બર્ડ સેન્ચુરીના નામથી પણ ઓળખાય છે. રંગબેરંગી પક્ષીઓને જોવા અને તેમના અંગે જાણવા માટે આખું વર્ષ અહીં ટૂરિસ્ટ્સની ભીડ રહેતી હોય છે. શિયાળો શરૂ થતાં જ અહીં પ્રવાસી પક્ષીઓના આવવાનું શરૂ થઇ જાય છે. અહીં 300થી વધુ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. નાના બતક, જંગલી બતક, વેગંસ, શોવેલર્સ,પિનટેલ બતક, સામાન્ય બતક, લાલ કલગીવાળા બતક અહીંના ખાસ આકર્ષણ છે. કેવલાદેવ ભારતનું સૌથી મોટું વિહાર છે. ચાલુ વર્ષે 1982માં રાષ્ટ્રીય ઉદ્યાન અને 1985માં યૂનેસ્કો દ્ધારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું છે.

આસપાસ ફરવાની જગ્યાઓ

ડીગ મહેલ

ભરતપુરમાં એક ઘણો જ જુનો મહેલ છે. જેનું નામ ડીગ મહેલ છે. આને પણ રાજા સૂરજમલે જ બનાવ્યો હતો. ડીગ મહેલ ઘણી જ ઉંચી દિવાલો તથા ટાવરવાળો મજબૂત મહેલ છે. અહીં બનેલા મેહરાબ, જળાશય ઉપરાંત, હરિયાળી અને ફુવારા ટૂરિસ્ટ્સને પોતાની તરફ આકર્ષિત કરે છે. લોહગઢ કિલ્લો ભરતપુર જિલ્લામાં ફરવાની સારી જગ્યાઓમાંનું એક છે. આ કિલ્લાનું નિર્માણ ભરતપુર વસાવનારા જાટ મહારાજા સૂરજમલ દ્ધારા કરાવાયું હતું. આની અંદર એક રાજકીય સંગ્રહાલય પણ બન્યું છે.

લક્ષ્મણ મંદિર

ભરતપુરમાં 300 વર્ષથી પણ એક લક્ષ્મણ મંદિર છે. આને ભારતનું એકમાત્ર લક્ષ્મણ મંદિર કહેવામાં આવે છે. અહીં રામ, લક્ષ્મણ, ઉર્મિલા, ભરત, શત્રુઘ્ન અને હનુમાનજીની અષ્ટધાતુની મૂર્તિઓ છે. આ મંદિરમાં કરવામાં આવેલું નકશીકામ ઘણું જ જટિલ અને સુંદર છે. ભરતપુર આવતા ટૂરિસ્ટ અહીં જરૂર આવે છે.

ગંગા મંદિર

ભરતપુરમાં બનેલું ગંગા મંદિર પણ સેંકડો વર્ષ જુનું છે. અહીં મંદિરમાં મગરમચ્છની પીઠ પર ગંગા માતાની સફેદ સંગેમરમરથી બનેલી મૂર્તિ સ્થાપિત છે. ગગાજીનું આ મંદિર જુની વાસ્તુકલાથી અલગ અલગ નમૂનાઓ રજૂ કરે છે. અહીં તીજ તહેવારો ઉપરાંત, સામાન્ય દિવસોમાં ભક્તોની ઘણી જ ભીડ જોવા મળે છે.

ક્યારે જાઓ

આમ તો અહીં વર્ષમાં કોઇપણ સમયે જઇ શકાય છે પરંતુ સ્થાનિક પક્ષીઓને જોવા માટે ઓગસ્ટથી નવેમ્બર મહિનો અને પ્રવાસી પક્ષીઓને જોવા માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો મહિનો બેસ્ટ ગણાય છે.

હવાઇ માર્ગ

આગ્રા અહીંથી નજીકનું એરપોર્ટ છે જે ભરતપુરથી ફક્ત 56 કિમી દૂર છે અને લગભગ બધા મોટા શહેરો દિલ્હી, મુંબઇ, આગ્રા અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ છે જે ભરતપુરથી ફક્ત 56 કિમી દૂર છે અને લગભગ બધા મોટા શહેરો દિલ્હી, મુંબઇ અને લખનઉથી કનેક્ટ છે.

રેલવે માર્ગ

દિલ્હી-મુંબઇ બ્રોડ ગેજ લાઇન પર છે ભરતપુર. આમ તો સવાઇ માધોપુર, કોટા અને આગ્રા પહોંચીને પણ અહીં સુધી પહોંચી શકાય છે.

સડક માર્ગ

રાજસ્થાન અને આસપાસની જગ્યાઓથી અહીં સુધી બસોની સુવિધા પ્રાપ્ય છે.